તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Sabyasachi Mukherjee Designed Uniforms For The Girls Of Rajkumari Ratnavati Girls School In Jaisalmer, Made It Special With Natural Dye, Block Print And Ajrakh

વોકલ ફોર લોકલ:સબ્યસાચી મુખર્જીએ જૈસલમેરમાં રાજકુમારી રત્નાવતિ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે યુનિફોર્મ ડિઝાઈન કર્યા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી ઇન્ડિયન કલ્ચર ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ ધરાવે છે. હાલ તેઓ સોશિયલ મીડિયા પર સ્કૂલ યુનિફોર્મ ડિઝાઈન કરવાને લીધે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે જૈસલમેરની રાજકુમારી રત્નાવતિ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે યુનિફોર્મ ડિઝાઈન કર્યો છે. આ યુનિફોર્મમાં ખુશખુશાલ છોકરીઓના ફોટોઝ વાઈરલ થઇ રહ્યા છે. લોકો સબ્યસાચીની ડિઝાઈનના પણ વખાણ કરી રહ્યા છે.

સબ્યસાચી મુખર્જીએ અમેરિકા બેઝ્ડ નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન CITTA સાથે મળીને આ કામ કર્યું છે. આ સંસ્થા ભારતમાં ગરીબોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે. સબ્યસાચી મુખર્જીએ આ યુનિફોર્મની નામ ‘અજરખ’ રાખ્યું યુનિફોર્મમાં બે પેચ પોકેટ પણ છે.

અજરખ રાજસ્થાન અને ગુજરાતમાં થતા બ્લોક પ્રિન્ટિંગની એક પેટર્ન છે તે મિનરલ્સ અને શાકભાજીની ડાઈથી તૈયાર કરવામાં આવે છે. આ સુંદર યુનિફોર્મનો ફોટો સબ્યાસાચીએ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. ડિઝાઈનરે યુનિફોર્મના માધ્યમથી રાજસ્થાનના હેરિટેજની ઝલક દેખાડી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો