એક રશિયન સર્જને મહિલાઓને દેશભક્તિવાળા બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરવાની ઓફર કરી છે. તેમાં દેશનો ઝંડો અને સેનાનું કેમોફ્લેઝ હશે. રશિયા-યુક્રેનના યુદ્ધને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. આ દરમિયાન લોકો પોતપોતાના દેશનું સમર્થન કરવા માટે વિવિધ કામ કરી રહ્યા છે. લોકોના સાહસ અને ત્યાગ સાથે સંબંધિત એવી તમામ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. કેટલીક સ્ટોરી એવી પણ વાઈરલ થઈ છે જેમાં સોશિયલ મીડિયા યુઝર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
રશિયા હોય કે યુક્રેન બંને તરફના લોકો પોતાના દેશનું સમર્થન કરી રહ્યા છે અને પોતપોતાની અનોખી રીતે યુદ્ધના સત્યને બહાર લાવી રહ્યા છે. બેઝમેન્ટમાં કોન્સર્ટથી લઈ લાઈવ શોમાં વિરોધ પ્રદર્શન સુધી બધું થઈ રહ્યું છે.
અત્યારે, રશિયાનો એક પ્લાસ્ટિક સર્જન પોતાની વિચિત્ર અને અનોખી ઓફરના કારણે ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. કોસ્મેટિક સર્જન યેવગેની ડોબરેન્કિને પોતાના ક્લાઈન્ટ્સને એક એવા પ્લાસ્ટિક બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરવાની ઓફર કરી છે જેના પર રશિયાનો ઝંડો અને સેનાનું કેમોફ્લેઝ હોય. રિપોર્ટના અનુસાર, 35 વર્ષીય આ સર્જન એવા પેટ્રિયોટીક બ્રેસ્ટની ઓફર કરી રહ્યો છે જેમાં દેશનો ઝંડો લાગેલો હોય જે તમારી દેશભક્તિ દર્શાવે છે.
'રોસગાર્ડ' નામના આ પેટ્રિયોટીક બ્રેસ્ટને ઈમ્પ્લાન્ટ કરતા સમયે સિલિકોન ભરવામાં આવે છે. આ કોટિંગમાં ક્લાઈન્ટના ઘણા પ્રકારના સ્ટાઈલિસ્ટ ઓપ્શનને સામેલ કરવામાં આવ્યા છે તેમાં રશિયાનો ત્રિરંગો અને આર્મી કેમોફ્લેઝ પણ સામેલ છે.
બ્રેસ્ટની ઉપર કપડાં પહેરવાની જરૂર નહીં પડે
યેવગેનીએ આ ટ્રાન્સપ્લાન્ટને પ્રમોટ કરતો એક વીડિયો બતાવ્યો જેમાં એક મોડલ કહી રહી છે કે આ બ્રેસ્ટને ઈમ્પ્લાન્ટ કર્યા પછી તમને દેશભક્તિનો અનુભવ થશે. એટલે સુધી કે જો તમે ઉપર કોઈ કપડાં પણ નથી પહેરતા તો પણ કોઈ ફરક નહીં પડે.
સર્જને આવી જ એક બીજી વીડિયો ક્લિપમાં કહ્યું કે, તેણે હજુ સુધી આવી કોઈ સર્જરી કરી નથી.
દેશના મૂડને ધ્યાનમાં રાખી બ્રેસ્ટ બનાવ્યા
યેવગેનીએ જણાવ્યું કે, બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટનું અનોખું કોટિંગ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તમામ જરૂરી પરીક્ષણોમાં સફળ થયું છે. મેં વિચાર્યું કે આ પ્રકારની પેટ્રિયોટીક થીમ એકદમ નવી અને ફ્રેશ હશે. મેં મારી સંપૂર્ણ કરિયરમાં 7000 બ્યુટીઝ બનાવી છે. પેટ્રિયોટીક બ્રેસ્ટ અત્યારના મૂડ પ્રમાણે છે જે દેશના જવાનોનું મનોબળ વધારવામાં મદદ કરી શકે છે. યેવગેનીએ કહ્યું, પ્રોમોશનલ કોઈ સ્ટન્ટ નથી અને પહેલાથી જ તેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.