તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Russian Scientists Are Working To Produce Hypoallergenic MILK After Cloning Cow And Editing Her Genes To Remove Protein That Causes Lactose Intolerance

રશિયાએ દેશની પ્રથમ ‘ક્લોનિંગ કાઉ’ બનાવી:દૂધની એલર્જી માટે જવાબદાર જનીનમાંથી પ્રોટીન દૂર કર્યા, આ પ્રોટીનથી પાચનક્રિયામાં તકલીફ થતી હતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્લોનિંગ કાઉની પ્રોસેસ સરળ નથી - Divya Bhaskar
ક્લોનિંગ કાઉની પ્રોસેસ સરળ નથી
  • દુનિયાભરમાં 70% લોકોને કોઈને કોઈ દૂધની એલર્જી છે
  • એલર્જીનું કારણ બનતું પ્રોટીન લેક્ટોઝ ઇંટોલેરન્સ દૂર કરવામાં આવ્યું

રશિયાનાં વૈજ્ઞાનિકોએ દેશની પ્રથમ ‘ક્લોનિંગ કાઉ’ બનાવી છે. આ ગાયના જનીનમાં ફેરફાર કર્યા છે જેથી તેના દૂધથી માણસોને એલર્જી ના થાય. દુનિયાભરમાં 70% લોકો એવા છે જેમને દૂધથી કોઈને કોઈ એલર્જી છે. આ એલર્જી કંટ્રોલ કરવા માટે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા છે.

આ રીતે તૈયાર થઈ ક્લોનિંગ કાઉ
ગાયનાં ક્લોન તૈયાર કરવા માટે તેના ભ્રૂણનાં જનીનમાં જોઈએ એવા ફેરફાર કર્યા. એ પછી ભ્રૂણને ગાયનાં ગર્ભમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું. વાછરડાનો જન્મ થતા ચેક કરવામાં આવ્યું કે, તેમાં ફેરફાર થયા છે કે નહીં. રશિયામાં પણ આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારનાં પ્રયોગ મોટાભાગે ઉંદર પર વધારે કરવામાં આવે છે. બીજા પશુમાં ક્લોનિંગનો ખર્ચો વધારે આવતા તેમના બ્રીડિંગમાં પણ મુશ્કેલી આવે છે.

દૂધથી એલર્જીનું જોખમ આ રીતે ઓછું થશે
સંશોધકોનું કહેવું છે કે, એલર્જીનું જોખમ ઘટાડવા માટે એલર્જીનું કારણ બનતું પ્રોટીન લેક્ટોઝ ઇંટોલેરન્સ દૂર કરવામાં આવ્યું. આ જનીનને લીધે માણસોમાં દૂધ પછી શકતું નથી.

ગાયમાં ફેરફાર દેખાયા
જે ગાય પર પ્રયોગ કર્યા હતા, તેનો જન્મ એપ્રિલ, 2020માં થયો હતો. તેનું વજન આશરે 63 કિલો છે. આ પ્રયોગમાં સામેલ અર્નેસ્ટ સાયન્સ સેન્ટર ફોર એનિમલ હસ્બેડ્રીની સંશોધક ગેલિના સિંગિનાએ કહ્યું, ક્લોનિંગ કાઉએ મે મહિનાથી જ દૂર આપવાનું શરુ કર્યું હતું. તેનામાં ઝડપથી ફેરફાર દેખાઈ રહ્યા છે.

ન્યૂઝીલેન્ડમાં પણ ક્લોનિંગ કાઉ
સંશોધકોએ જણાવ્યું કે, હાલ એક ગાયનું ક્લોનિંગ કરવામાં આવ્યું છે કારણકે ટેસ્ટની શરુઆત કરી છે. ભવિષ્યમાં આવી ડઝન ગાય તૈયાર કરી શકાય છે. અમારો લક્ષ્ય ગાયનાં દૂધથી એલર્જી ના થાય તેવી બ્રીડ તૈયાર કરવાનો છે. આ પ્રોસેસ સરળ નથી.

ગરમીથી બચાવવા જનીનમાં ફેરફાર કરીને શરીરનો રંગ આછો કર્યો
ગરમીથી બચાવવા જનીનમાં ફેરફાર કરીને શરીરનો રંગ આછો કર્યો

આની પહેલાં ન્યૂઝીલેન્ડમાં વૈજ્ઞાનિકોએ ક્લોનિંગ કાઉ બનાવી હતી. તેમના જનીનમાં ફેરફાર કરીને શરીરનો રંગ લાઈટ રાખ્યો હતો. આછો રંગ હોવાને લીધે સૂરજના કિરણો પરાવર્તિત થઈ જાય છે અને ગરમીથી બચાવે છે.

અન્ય સમાચારો પણ છે...