તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Russian Billionaire Travels 725 Km After Booking A Helicopter For Rs 2 Lakh To Eat A Burger Worth Rs 4,000

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહ!:રશિયાના અબજપતિએ 4000 રૂપિયાનું બર્ગર ખાવા 2 લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવી 725 કિમી ટ્રાવેલ કર્યું

5 મહિનો પહેલા

મનપસંદ ભોજન કરવા માટે શહેરના એક ખૂણેથી બીજી જગ્યાએ જવામાં કોઈ મોટી વાત નથી, પરંતુ હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે રશિયાના અબજપતિએ બર્ગર ખાવા માટે 725 કિમીનો સફર કર્યો. આ અબજપતિએ 4000 હજાર રૂપિયાનું બર્ગર ખાવા માટે 2 લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવ્યું. રશિયાના મોસ્કોમાં રહેતા 33 વર્ષીય અબજપતિ વિક્ટર માર્ટીનોવ ગર્લફ્રેન્ડ સાથે યુરોપમાં આવેલા આઈલેન્ડ ક્રેમિઅન પર વેકેશન માણવા ગયો હતો. ત્યાં બંનેને લોકલ ફૂડ ના ભાવ્યું તો તેઓ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર હેલિકોપ્ટરમાં સફર કરીને બર્ગર ખાવા પરત આવ્યા.

વિક્ટર માર્ટીનોવે કહ્યું કે, હું અને મારી ગર્લફ્રેન્ડ ઓર્ગેનિક ફૂડ ખાઈને કંટાળી ગયા હતા અમારે મોસ્કોનું નોર્મલ ફૂડ ખાવું હતું. ક્રેમિઅન આઈલેન્ડ પર ક્યાય મેકડોનલ્ડસ નથી અને અમને હેમબર્ગર ખાવાની બહુ જ ઈચ્છા થઇ હતી. આથી અમે હેલિકોપ્ટર બુક કરાવી રશિયાના ક્રાસ્નોડોર શહેરમાં લેન્ડ કર્યું. આઈલેન્ડથી આ શહેર સુધીનું અંતર આશરે 350 કિમી છે પણ તેમણે હેલિકોપ્ટરમાં રાઉન્ડ ટ્રિપમાં 725 કિમીનો સફર માત્રને માત્ર બર્ગર ખાવા માટે કર્યો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો