તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Russian Artist Oksana Pashchenko Discovers Unique Way To Make Pregnancy Memorable, Shows Disney Princess's Life Through Drawing

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સો. મીડિયા વાઇરલ:રશિયન આર્ટિસ્ટ ઓક્સાનાએ પ્રેગ્નન્સીને યાદગાર બનાવવા અલગ રીત શોધી, ડ્રોઈંગની મદદદથી ડિઝની પ્રિન્સેસની લાઈફ દેખાડી

9 દિવસ પહેલા

આર્ટિસ્ટ લોકો ઘણીવાર તેમના વિચાર અને કલ્પના રજૂ કરવા ડ્રોઈંગની મદદ લે છે આ ડ્રોઈંગ ઘણીવાર એટલા બધા પોપ્યુલર બની જાય છે કે સોશિયલ મીડિયા પર છવાય જાય છે. આવી જ એક આર્ટિસ્ટ છે રશિયાની ઓક્સાના પશચેન્કો. ઓક્સાના પ્રેગ્નન્ટ બની તો ત્યારે તેણે પોતાની સરખામણી ડિઝનીની પ્રિન્સેસ સાથે કરી વિચાર્યું કે તેઓ એક માતાની રીતે કેવી દેખાતી હશે?

ઓક્સાનાએ કહ્યું કે, મને આ થીમના ડ્રોઈંગની પ્રેરણા માતા બની ત્યારે આવી. મેટરનિટી લીવ દરમિયાન મેં મારો સંપૂર્ણ સમય ડ્રોઈંગને આપ્યો. ઓક્સાનાને ચિલ્ડ્રન્સ, લવ, મધરહૂડ થીમ પર ડ્રોઈંગ કરવા ગમે છે. તેણે પોતાની કલ્પનાની જિંદગીને ડ્રોઈંગનું રૂપ આપ્યું.

તમારી ફેવરિટ ડિઝની પ્રિન્સેસનું હેપ્પીલી એવર આફ્ટર કેવું લાગે છે? આ તમે રશિયન લેડી આર્ટિસ્ટના ડ્રોઈંગમાં જોઈ શકો છો. ડિઝની પ્રિન્સેસને બેબી બમ્પમાં જોઈ શકાય છે. અન્ય એક ડ્રોઈંગમાં પ્રિન્સેસ ન્યૂ બોર્ન બેબી સાથે રમતી દેખાઈ રહી છે.

એક ડ્રોઈંગમાં જેસ્મિન પોતાનો બેબી બમ્પ અલાદ્દીન સાથે ટચ કરી રહી છે. એક પેન્ટિંગમાં જેસ્મિનના ખોળામાં બેબી છે. જેણે ટાઇગર ડિઝાઇનનો ડ્રેસ પહેર્યો છે. ઓક્સાનાએ બ્યુટી એન્ડ બીસ્ટમાં ‘બેલ’ નામની પ્રિન્સેસને બ્લુ ગાઉનમાં પોતાના રાજકુમાર સાથે દેખાડી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો