મેટ્રોની જેમ બસ-ટ્રક ચલાવવાનો વિચાર:જર્મની-સ્વીડનમાં 3 વર્ષથી ચાલી રહી છે, ભારતમાં આવતા વર્ષથી કામ થશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીની મેટ્રો હોય કે કોલકાતાની ટ્રામ, આ બંનેમાં એક વસ્તુ સામાન્ય છે અને તે છે આ બંનેની કામ કરવાની અને ચલાવવાની રીત. ભારતમાં ચાલનારા આ બંને અલગ-અલગ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓવરહેડ વાયરથી ચાલે છે.

દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉતર ભારત આ સમયે વાયુ પ્રદૂષણની ઝપેટમાં છે. તેની પાછળ હવામાન અને વાહનોનું પ્રદૂષણ પણ જવાબદાર છે. જેને રોકવા માટે દિલ્હીમાં ડીઝલથી ચાલતા વાહનોની એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી હતી.

જો જર્મનીનાં મોડેલ પર કામ કરીએ તો પ્રદૂષણનાં લેવલને ઘટાડી શકાય છે. જર્મનીમાં મોટી ગાડીઓ જેમ કે, ટ્રક અને બસ એ જ મોડલ પર ચાલી રહ્યા છે જેમ ભારતમાં મેટ્રો ચાલી રહી છે એટલે કે, મોટા વાહનોથી પ્રદૂષણ ફેલાવવાનું પ્રમાણ ઘટી રહ્યું નથી.

ડિઝલથી ઈલેક્ટ્રિકમાં સ્વિચ થતું એન્જિન
વર્ષ 2019માં જર્મનીનાં ફ્રેન્કફર્ટ પર લગભગ 10 કિલોમીટર લાંબો ઈલેક્ટ્રિફાઈડ બનાવ્યો હતો. ટ્રક ચાલકો આ હાઈવે પર આવતાની સાથે જ લેન પરથી જ પોતાના વાહનનો મોડ બદલી નાખે છે. ગાડીનાં ડેશબોર્ડ પર લાગેલા બટનને પ્રેસ કરતાં જ ગાડીની છત સાથે જોડાયેલો પેંટોગ્રાફ બહાર નીકળીને ઓવરહેડ ઈલેક્ટ્રિક કેબલ સાથે કનેક્ટ થઈ જાય છે. ત્યારબાદ ગાડીનું એન્જિન પણ ડિઝલ મોડથી ઈલેક્ટ્રિક મોડમાં શિફ્ટ થઈ જાય છે. 10 કિલોમીટર લાંબી આ લેનમાંથી બહાર નીકળ્યા પછી આ ગાડીઓ ફરીથી ડિઝલ એન્જિન પર શિફ્ટ થઈ જાય છે.

ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણનું નિવારણ ઈ-વ્હીકલ છે
આ સમયે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ આખા વિશ્વની ચિંતાનો વિષય છે. વર્તમાન સમયમાં ગાડીઓમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો અને ઈંઘણ બચાવવાનો વિકલ્પ શોધવામાં આવી રહ્યા છે. એવામાં ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજન ફ્યૂલ સેલવાળી ગાડીઓ નિવારણ સ્વરુપે બહાર આવી રહી છે.

ઈ-વ્હીકલ અને બેટરીવાળી ગાડીઓ કરતાં કેવી રીતે લાભદાયી છે?
ભારતમાં આ સમયે ઈ-વ્હીકલ પર વધારે પડતું ફોકસ કરવામાં આવી રહ્યું છે. ટાટા અને મારુતિ જેવી ભારતની મોટી-મોટી કાર મેકર્સ કંપનીઓ આ બજારમાં આવી રહી છે પરંતુ, તેની બેટરી ખૂબ જ મોંઘી આવે છે અને તે બગડી જાય તો ઈ-પોલ્યુશનનું કારણ બની શકે. લાંબા અંતરનાં સફર માટે વધુ રેન્જ આપનારી બેટરીઓ ખૂબ જ મોંઘી હોય છે. આ કારણોસર જ જર્મની ઈ-હાઈવે પર કામ કરે છે.

ધ્વનિ પ્રદૂષણમાં પણ ઈ-હાઈવેથી ફાયદો
ઈ-હાઈવેનાં કારણે ફક્ત વાયુ પ્રદૂષણમાં જ ઘટાડો જોવા મળશે એવું નથી પણ ધ્વનિ પ્રદૂષણમાં પણ ફાયદો જોવા મળશે. જર્મનીમાં એન્વાયરમેન્ટલ સંશોધકોએ જોયું કે, 120 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચાલવા છતાં પણ ઈલેક્ટ્રિક મોડ પર ચાલી રહેલી ગાડીઓ ઓછો અવાજ કરે છે.

લાંબા અંતર માટે બેટરીનો ઓપ્શન મોંઘો સાબિત થઈ શકે
બેટરીથી ચાલનારી મોંઘી ગાડીઓની એવરેજ રેન્જ 320 કિમી હોય છે જ્યારે ટ્રક જેવા ભારે વાહનોએ લાંબુ અંતર કાપવાનું હોય છે. આ લાંબુ અંતર કાપવા માટે વાહનોને જે ક્ષમતાની બેટરીની જરુરિયાત પડે છે તે બેટરી કે હાઈડ્રોજન બનાવવું મોંઘુ સાબિત થઈ શકે છે. જર્મની અને સ્વીડનમાં ચાલતાં વાહનોનાં ઓવરહેડ કેબલ સાથે જોડાયેલા હોવાનાં કારણે બેટરી પણ ચાલતા વાહનની સાથે ચાર્જ થાય છે.

રસ્તા પર 1 કિમી વાયર પાથરવામાં કેટલો ખર્ચ થશે?
જર્મન સરકારે ઇલેક્ટ્રિફાઇડ હાઇવેના નિર્માણનાં ખર્ચ અંગે આપેલી માહિતી મુજબ એક કિલોમીટરનાં ઓવરહેડ કેબલનાં નિર્માણમાં આશરે 22 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. આ પછી ટ્રક કે બસમાં વપરાતી સિસ્ટમનો ખર્ચ આવે છે. જો કે, આ સિસ્ટમ ખૂબ જ સરળ અને કિફાયતી હોય છે. જર્મન ઇલેક્ટ્રોનિક જાયન્ટ સિમેન્સે આ પરીક્ષણ માટે હાર્ડવેર આપ્યું છે. આ તે જ સાધનો છે જેનો ઉપયોગ વર્ષોથી વીજળી પર ટ્રેનો ચલાવવા માટે કરવામાં આવે છે. મોટી વાત એ છે કે, ટ્રકની બેટરી પણ પાવર સપ્લાયથી ચાર્જ કરવામાં આવે છે.

ભારતમાં 1300 કિમી લાંબા ઇ-હાઇવે પર કામ ચાલી રહ્યું છે
ગયા વર્ષે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 1 લાખ કરોડ રૂપિયાનાં ખર્ચે એક લેનનો ઈ-હાઈવે હશે. તેની લંબાઈ લગભગ 1300 કિલોમીટર હશે. જર્મનીમાં ઇલેક્ટ્રિક હાઇવે બનાવતી કંપની સિમેન્સ ભારતમાં ઇ-હાઇવે પર કામ કરી રહી છે.’ આ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ હાઈડ્રોલિક ટ્રેલર ઓનર્સ એસોસિએશન (HTOA)નાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘આ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હશે. સાથે જ તે ઈચ્છે છે કે, દિલ્હી અને જયપુર વચ્ચે ઈ-હાઈવે બનાવવામાં આવે. હાઈવે ઉપરાંત દિલ્હી જેવા શહેરોમાં પણ ઓવરહેડ કેબલ પાથરી શકાશે. આનાથી ખર્ચ પણ ઓછો થશે અને પ્રદૂષણ પણ ઘટશે.’