• Gujarati News
  • Lifestyle
  • Ruchira Became India's First Woman Envoy To The UN, Inam Gambhir Had Called Pakistan A Terrorist

ભારતીય નારીનો દબદબો:UNમાં ભારતની પહેલી મહિલા દૂત બની રૂચિરા, ઈનમ ગંભીર પાકિસ્તાનને કહી દીધું હતું, આતંકવાદી

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા સ્થાયી પ્રતિનિધિ તરીકે રુચિરા કંબોજે કાર્યભાર સંભાળ્યો છે. તે ટીએસ તિરુમૂર્તિની જગ્યા લેશે. રૂચિરા આ સાથે જ ન્યુયોર્કમાં જોઈન્ટ હેડક્વાર્ટરના પ્રથમ કાયમી મહિલા એમ્બેસેડર બની ગયા છે.

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પણ ઘણા એવા રાજદ્વારીઓ રહ્યા છે, જેમને ચીન અને પાકિસ્તાન જેવા દેશોને જડબાતોડ જવાબ આપ્યો છે. ચાલો તમને એવી 4 મહિલા અધિકારીઓ વિશે જણાવીએ જેમનો અવાજ સંયુક્ત રાષ્ટ્રમાં ગુંજી ચુક્યો છે.

1987 સિવિલ સેવા બેચના ટોપર છે રૂચિરા કંબોજ
રૂચિરા કંબોજ ભારતીય વિદેશ સેવાના 1987 બેચના અધિકારી છે. તે 1987 સિવિલ સર્વિસીસ બેચની ટોપર પણ રહી છે. રૂચિરા ભૂટાનમાં ભારતની પ્રથમ મહિલા રાજદૂત રહી ચુકી છે. રૂચિરાએ કરિયરની શરૂઆત ફ્રાન્સમાં ત્રીજા સચિવ તરીકે શરૂ થઈ હતી. તેઓએ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરીનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

રૂચિરા કંબોજ
રૂચિરા કંબોજ

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર લાલઘૂમ થયા હતા સ્નેહા દુબે
યુએનમાં ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ ઈમરાન ખાનને જવાબ આપતા પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગુસ્સામાં આવીને કહ્યું હતું કે, સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશાથી ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. પાકિસ્તાને તરત જ પીઓકે છોડવું જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદીઓને જ ભરણપોષણ આપ્યું છે અને હંમેશા તેના પડોશીઓને નુકસાન જ પહોંચાડે છે.

સ્નેહાએ 12 વર્ષની ઉંમરમાં જ સિવિલમાં જવાનો નિર્ણય કર્યો હતો
સ્નેહાએ 12 વર્ષની ઉંમરમાં જ સિવિલમાં જવાનો નિર્ણય કર્યો હતો

યુએનમાં પાકિસ્તાનને જડબાતોબ જવાબ આપવા બાદ સ્નેહા દુબેનો વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળ્યો હતો અને લોકો તેના વખાણ કરતા થાકતા ન હતા. સ્નેહા દુબેએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં પહેલા જ પ્રયાસમાં સફળતા મેળવી હતી .IFS માટે પસંદ થયેલી સ્નેહાને ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા 2014માં સ્પેનની રાજધાની મેડ્રિડ એમ્બેસીમાં મોકલવામાં આવી હતી. સ્નેહાએ પુણેની ફર્ગ્યુસન કૉલેજ ઉચ્ચ શિક્ષણ અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માંથી સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાંથી એમ ફિલ કર્યું છે.

વિદિશા મૈત્રાએ પણ ઈમરાન ખાનને પાકિસ્તાનની ખામીઓ ગણાવી
2019,આ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈમરાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પછી તરત જ ભાષણ આપ્યું હતું. તે સમયે પણ ઈમરાને ભારતની ખોટી છબી રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વિદેશ મંત્રાલયની પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ ઈમરાનને જડબાતોબ જવાબ આપ્યો હતો.

વિદિશા મૈત્રાએ પાકિસ્તાનને જડબાતોબ જવાબ આપ્યો હતો
વિદિશા મૈત્રાએ પાકિસ્તાનને જડબાતોબ જવાબ આપ્યો હતો

વિદિશાએ કહ્યું હતું કે, ઈમરાન ખાનનું ભાષણ નફરતથી ભરેલું હતું અને તેણે જે પણ વાત કહી તે બિલકુલ ખોટી હતી. ઇમરાન ખાને દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ પાકિસ્તાને ખુલ્લેઆમ આતંકવાદી ઓસામા બિન લાદેનનો બચાવ કર્યો હતો. વિદિશાએ કહ્યું કે માનવાધિકારની વાત કરનાર પાકિસ્તાને પહેલા પોતાના દેશમાં લઘુમતીઓની હાલત જોવી જોઈએ, જેમની સંખ્યા 23 ટકાથી 3 ટકા સુધી પહોંચી ગઈ છે. ત્યાં ખ્રિસ્તીઓ, શીખો, અહમદિયાઓ, હિંદુઓ, શિયાઓ, પશ્તુન, સિંધીઓ અને બલોચ લોકો પર કડક નિંદાના કાયદા, સતાવણી અને બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે. પાકિસ્તાને ઈતિહાસને ભૂલવો જોઈએ નહીં અને યાદ રાખવું જોઈએ કે 1971માં તેણે પોતાના જ લોકોની હત્યા કરી હતી.

વિદિશા મૈત્રા 2009 બેચની ભારતીય વિદેશ સેવા અધિકારી છે. વિદિશાએ વર્ષ 2008માં સિવિલ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. વિદિશાએ સિવિલ સર્વિસ પરીક્ષામાં સમગ્ર દેશમાં 39મો રેન્ક મેળવ્યો હતો.

પૌલોમી ત્રિપાઠીએ પાકિસ્તાનને બતાવી હતી અસલિયત
2017ની વાત છે જ્યારેUNGAમાં ભારતીય મિશનની પ્રથમ સચિવ પૌલોમી ત્રિપાઠીએ પાકિસ્તાનની નકલી તસવીરનો પર્દાફાશ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે ગાઝાની તસવીર બતાવીને પાકિસ્તાન તેને કાશ્મીરની તસવીર કહી રહ્યું છે અને ત્યાંની સ્થિતિ પર દુઃખ વ્યક્ત કરી રહ્યું છે. પૌલોમીએ કહ્યું હતું કે પાકિસ્તાન આતંક અંગે દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે અને તેના દ્વારા મોકલવામાં આવેલા આતંકવાદીઓ કાશ્મીરમાં તોડફોડ કરી રહ્યા છે. 2018 યુએનમાં પાકિસ્તાનના રાજદૂત મલીહા લોધી દ્વારા ઉઠાવવામાં આવેલ કાશ્મીર મુદ્દા અને કલમ 370 નાબૂદ થયા પછી બાળકોની દયનીય સ્થિતિના દાવાને ફગાવી દીધો હતો.

પૌલોમી ત્રિપાઠી
પૌલોમી ત્રિપાઠી

મૂળ કોલકાતાની રહેવાસી પૌલોમીએ JNUમાંથી MA અને M Philનો અભ્યાસ કર્યો છે. તે સેન્ટર ફોર સ્ટડી ઓફ રિજનલ ડેવલપમેન્ટની વિદ્યાર્થીની હતી. પૌલોમીની વર્ષ 2006માં રેવન્યુ સર્વિસ માટે અને વર્ષ 2007માં ફોરેન સર્વિસ માટે પસંદગી થઈ હતી. 2009 થી 2013 સુધી પૌલોમીએ દૂતાવાસમાં સેવા આપી હતી.

ઈનમ ગંભીરે યુએન એસેમ્બલીમાં પાકિસ્તાનને ગણાવ્યું હતું આતંકવાદી
2005 બેચના IFS ઓફિસર ઈનમ ગંભીરે 2016માં યુએન જનરલ એસેમ્બલીમાં કાશ્મીર પર તત્કાલીન પાકિસ્તાની પીએમ નવાઝ શરીફની ખોટી દલીલોનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તે જ સમયે, 2017 માં તેણે યુએનમાં પાકિસ્તાનને આતંકવાદી પણ ગણાવી દીધું હતું.

ઈનમ ગંભીર યુએનમાં દેશની સૌથી યુવા કાયમી સચિવ છે.
ઈનમ ગંભીર યુએનમાં દેશની સૌથી યુવા કાયમી સચિવ છે.

ઈનમ ગંભીર યુએનમાં કાયમી મિશનના ભારતના પ્રથમ સચિવ છે.2008 થી 2011 સુધી ઇનમે આર્જેન્ટિનામાં ભારતીય દૂતાવાસ માટે કામ કર્યું હતું, તેની પ્રથમ વિદેશી પોસ્ટિંગ મેડ્રિડમાં થઈ હતી, જ્યાં તેણે સ્પેનિશ ભાષામાં નિપુણતા મેળવી હતી. તેઓ ભારત-પાકિસ્તાન સંબંધોના નિષ્ણાત તરીકે પણ જાણીતા છે.