• Gujarati News
  • Lifestyle
  • Royal Mint Reveals Plans To Recycle Discarded Smartphones And Laptops To Recover Gold, Silver And Precious Metals

કચરામાંથી કનક મળશે:હવે ભંગાર બની ચૂકેલા ઈ-વેસ્ટ રિસાયકલ કરી સોના-ચાંદી સહિતની ધાતુઓ ગણતરીની સેકન્ડમાં અલગ કાઢી શકાશે, બ્રિટને નવી પદ્ધતિ શોધી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનની સરકારી ફર્મ રોયલ મિન્ટ'એ ઈ વેસ્ટ રિયાકલ કરવાની નવી પ્રોસેસ શોધી
  • આ પ્રોસેસથી અલગ કરાયેલું સોનું 99.9% શુદ્ધ છે

તમારા બગડી ગયેલા સ્માર્ટફોન્સ અને લેપટોપ જેવાં ઈ વેસ્ટને તમે કચરામાં ફેંકી દેતા હશો. તમને જાણીને નવાઈ લાગશે કે તમારા આ કચરામાંથી સોના-ચાંદી જેવી ધાતુ મળે છે. જી હા સિક્કા બનાવનાર બ્રિટનની સરકારી ફર્મ 'રોયલ મિન્ટ' કચરામાંથી કનક બનાવવાનું કામ શરૂ કરી રહી છે. કંપની ઈ વેસ્ટ રિસાયકલ કરી સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓ અલગ કરશે. રોયલ મિન્ટે કેનેડાની એક્સિર કંપની સાથે પાર્ટનરશિપ કરી છે. તેનું ટ્રાયલ સફળ રહ્યું છે.

રોયલ મિન્ટનું કહેવું છે કે, નવી ટેક્નોલોજીની મદદથી વેસ્ટ ગેજેટ્સના સર્કિટ બોર્ડમાંથી ગણતરીની સેકન્ડમાં મેટલ અલગ કાઢી શકાશે. ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઈ વેસ્ટમાંથી 99% સુધી મેટલ અલગ કરી શકાશે.

દુનિયાનું 7% ગોલ્ડ ઈ વેસ્ટમાં

દુનિયાભરમાં દર વર્ષે 5 કરોડ ટન ઈ-વેસ્ટ નીકળે છે. તેમાંથી માત્ર 20% જ રિસાયકલ કરવામાં આવે છે. આ જ રીતે ઈ વેસ્ટ વધતો રહ્યો તો 2030 સુધી આંકડો 7 કરોડ ટને પહોંચશે. નિષ્ણાતોનું માનવું છે કે દુનિયાભરમાં ટોટલ ગોલ્ડનો 7% ભાગ ઈ વેસ્ટમાં હોઈ શકે છે. ઈ વેસ્ટ રિસાયકલ ન કરવામાં આવે તો આ ગોલ્ડ બર્બાદ થઈ શકે છે.

99.9% સોનું અલગ કરવામાં સફળતા મળી
ઈ વેસ્ટમાંથી કિંમતી ધાતુ અલગ કરવા માટે અત્યાર સુધી તેને ઊંચા તાપમાને પીગાળવામાં આવતા હતા પરંતુ રોયલ મિન્ટે તેને રૂમ ટેમ્પ્રેચરમાં જ અલગ કરવાની પ્રોસેસ શોધી કાઢી છે.

રોયલ મિન્ટે સાઉથ વેલ્સમાં ટ્રાયલ કર્યું. ટ્રાયલ દરમિયાન રૂમ ટેમ્પ્રેચર પર અમુલ્ય ધાતુ ઈ વેસ્ટમાંથી અલગ કરવામાં આવી. આ પ્રોસેસમાં અલગ કરવામાં આવેલું સોનું 99.9% શુદ્ધ છે. આ સિવાય ચાંદી, પેલેડિયમ અને તાંબાને પણ અલગ કરી શકાય છે.

રિયાયકલની નવી રીત ઈકો ફ્રેન્ડલી
રોયલ મિન્ટના ચીફ એક્ઝિક્યુટિવ એની જેસોપનું કહેવું છે કે આ પ્રોસેસ મોટી ઉપલબ્ધિ છે. ભવિષ્યમાં ઈંગ્લેન્ડ કિંમતી ધાતુઓનું હબ બની શકે છે. તે અર્થવ્યવસ્થા મજબૂત કરવાનું કામ કરશે.

રોયલ મિન્ટના ચીફ ગ્રોથ ઓફિસર સિએન મિલાર્ડ જણાવે છે કે આ એક ક્રાંતિકારી પગલું છે. ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે. મિલાર્ડનો દાવો છે કે ઈ વેસ્ટ રિસાયકલ કરવાની આ પ્રોસેસ ઈકો ફ્રેન્ડલી છે. તેનાથી પર્યાવરણ પર કોઈ ખરાબ અસર થતી નથી.