તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયલ ગોલ્ડ બિરયાની:દુનિયાની સૌથી મોંઘી બિરયાની, એક ડિશની કિંમત 20 હજાર રૂપિયા, જાણો આ સ્પેશિયલ બિરયાની આટલી મોંઘી કેમ છે?

7 દિવસ પહેલા

દુબઈમાં ‘બોમ્બે બરો’ નામની રેસ્ટોરાંએ ગ્રાહકો માટે ખાસ પ્રકારની બિરયાની બનાવી છે. એનું નામ ગોલ્ડ બિરયાની છે. રોયલ ગોલ્ડ બિરયાનીની એક ડિશની કિંમત આશરે 20 હજાર રૂપિયા છે. રેસ્ટોરાંએ દાવો કર્યો છે કે આ દુબઇની સૌથી સ્પેશિયલ બિરયાની છે.

બિરયાની આટલી મોંઘી કેમ છે? વાંચો એની પાછળનાં 4 મોટાં કારણ

23 કેરેટ ગોલ્ડનો વરખ: બોમ્બે બરો રેસ્ટોરાંએ દાવો કર્યો કે રોયલ ગોલ્ડ બિરયાનીમાં 23 કેરેટ એડિબલ ગોલ્ડનો ઉપયોગ કર્યો છે. એડિબલ ગોલ્ડ એટલે કે સોનાનો વરખ, જે બિરયાનીને વધારે આકર્ષક બનાવે છે.

ઓર્ડર પહેલાં બિરયાનીના ચોખા સિલેક્ટ કરો: બિરયાનીમાં તમે કેવા પ્રકારના ચોખા ખાવાના શોખીન છો, એનો ઓપશન પણ રેસ્ટોરાંએ આપ્યો છે. ઓર્ડર પહેલાં તમે બિરયાની રાઈસ, કીમા રાઈસ વ્હાઇટ અને સેફ્રોન રાઈસ સિલેક્ટ કરી શકો છો. ચોખાની વરાઇટી સિલેક્ટ કર્યા બાદ એમાંથી બિરયાની બનાવી સર્વ કરવામાં આવે છે.

ગોલ્ડ લિફ કબાબ સાથે અન્ય ઘણી પ્રકારની ડિશ: ડિશમાં બિરયાની સાથે કાશ્મીર લેમ્પ, દિલ્હી ચોપ્સ, રાજપૂત ચિકન કબાબ, મુગલાઈ કોફ્તા અને મલાઈ ચિકન રોસ્ટ પણ મળશે. આ સાથે જ બેબી પોટેટો, બાફેલા ઈંડાં, કાજુ, ફ્રાય કાંદા, મિન્ટ રાઇતા અને ચટણીનો ટેસ્ટ માણવા પણ મળશે.

ડિશમાં ત્રણ કિલો વજન ચોખાનું છે: રેસ્ટોરાંના જણાવ્યા પ્રમાણે, બિરયાનીમાં માત્ર 3 કિલો વજન બિરયાનીનું છે. એક વ્યક્તિ આ માંડ-માંડ ખાઈ શકે તેમ છે. આ બિરયાનીનો ટેસ્ટ માણવા ગ્રાહકોએ ઓછામાં ઓછી 45 મિનિટ પહેલાં ઓર્ડર આપવો પડશે, ત્યારે જ એ તમારા માટે બનીને રેડી થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો