• Gujarati News
  • Lifestyle
  • Rovers Will Be Sent To The Dark Parts Of The Moon, Fearing To Reveal Many Secrets Of Space

ISRO-જાપાનનું સંયુક્ત મિશન:ચંદ્રનાં અંધકારમયી ભાગોમાં રોવર્સ મોકલવામાં આવશે, અંતરિક્ષનાં ઘણા રહસ્યો ખુલવાની આશંકા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચંદ્રના અંધકારમયી ભાગ પર રિસર્ચ કરનારી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) જાપાની સ્પેસ એજન્સી JAXA સાથે મળીને કામ કરવાનું આયોજન કરી રહી છે. તેની સાથે જ ISRO શુક્ર ગ્રહ અને સૂર્ય માટે પણ મિશનની તૈયારી કરી રહ્યું છે. આ માહિતી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીનાં ડાયરેક્ટર અનિલ ભારદ્વાજે હાલ દેહરાદૂનમાં એક કોન્ફરન્સમાં આપી હતી.

ચંદ્ર પર લેન્ડર અને રોવર મોકલવામાં આવશે
ભારદ્વાજે જણાવ્યું છે કે, ‘ISRO એમ પણ ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલવાની ફાઈનલ સ્ટેજમાં છે. તેને 2023માં લોન્ચ કરવામાં આવી શકે. આ પછી સ્પેસ એજન્સી ચંદ્રનાં તે વિસ્તારોને એક્સપ્લોર કરવા ઈચ્છે છે કે, જ્યાં હંમેશા અંધારું જ રહે છે. તેને પરમનેન્ટલી શૈડોડ રિજન્સ (PSR) તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્સપર્ટની માનીએ તો અહીથી અંતરીક્ષનાં અનેક રહસ્યો ખુલવાની સંભાવના છે.’

ISROનું ચંદ્રયાન-3 મિશન 2023માં લોન્ચ થઈ શકે છે
ISROનું ચંદ્રયાન-3 મિશન 2023માં લોન્ચ થઈ શકે છે

ભારદ્વાજે આગળ જણાવ્યું કે, ISRO અને JAXA ભેગા મળીને ચંદ્ર પર લેન્ડર અને રોવરનું કોમ્બિનેશન મોકલી શકે. શરુઆતી પ્લાનિંગ મુજબ આ બંને વસ્તુઓ ISRO દ્વારા બનાવવામાં આવી છે. તો તેને ચંદ્ર પર લેન્ડ કરાવવાની જવાબદારી જાપાની રોકેટની રહેશે. તેને ચંદ્રમાનાં દક્ષિણ ધ્રુવની પાસે લેન્ડ કરાવવામાં આવશે, જે પછી રોવર PSR વિસ્તારોમાં જશે.

શુક્ર અને સૂર્ય પર પણ રિસર્ચ થશે
મંગળ ગ્રહ પર મંગળયાન મિશન પૂર્ણ થયા બાદ હવે ISROની નજર શુક્ર પર છે. શુક્રને પૃથ્વીનાં ‘જોડિયા ગ્રહ’ તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં આબોહવામાં પરિવર્તન ગ્રહોને કેવી અસર કરે છે તેના માટે શુક્રની કેસ સ્ટડી યોગ્ય છે.

ISRO પૃથ્વીના જોડિયા ગ્રહ શુક્ર પર સંશોધન કરવા માગે છે
ISRO પૃથ્વીના જોડિયા ગ્રહ શુક્ર પર સંશોધન કરવા માગે છે

આ સિવાય સ્પેસ એજન્સી આદિત્ય L-1 નામનાં મિશન પર કામ કરી રહી છે. તેના માધ્યમથી 400 કિલોગ્રામનાં સેટેલાઈટને સૂર્યની કક્ષામાં છોડવામાં આવશે. આ કક્ષા ધરતીથી 15લાખ કિલોમીટર દૂર સ્થિત છે. આ મિશનની મદદથી વૈજ્ઞાનિક સૂર્યથી નીકળતી હવાઓ, રેડિએશન, હિ઼ટીંગ પેટર્ન, સોલાર સ્ટોર્મ અને તેની ઋતુને સમજવાનો પ્રયાસ કરશે.