તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Rome Fiumicino Airport The First Airport In The World To Receive COVID19 5 Star Airport Rating By Skytrax

કોરોનામાં પ્રવાસ:ઈટલીનું ફ્યુમિચિનો એરપોર્ટ કોવિડ-19ના દરેક પ્રોટોકોલ લાગુ કરનારું દુનિયાનું પ્રથમ એરપોર્ટ, 40 લોકોની મહેનતને લીધે 5 સ્ટાર રેટિંગ મળ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈટલીની રાજધાની રોમનું ફ્યુમિચિનો એરપોર્ટ કોવિડ-19ના દરેક પ્રોટોકોલને કડક રીતે લાગુ કરનારું દુનિયાનું પ્રથમ એરપોર્ટ બની ગયું છે. ટ્રાન્સપોર્ટ રેટિંગ એજન્સી સ્કાયટ્રેક્સે 5 સ્ટાર રેટિંગ આપ્યું છે. આ એરપોર્ટ યુરોપના વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે. વર્ષ 2019માં અહીં 4.35 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા.

એરપોર્ટની સફળતા પાછળ 40 લોકોની બાયો-સેફ્ટી ટીમનો ફાળો છે, જેઓ પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સથી લઈને માસ્કનું પણ ધ્યાન રાખે છે. એરપોર્ટમાં એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધી સેનિટાઈઝેશન થાય છે.

કોરોના ટાઇમમાં ફ્યુમિચિનો એરપોર્ટમાં સુવિધા

  • એરપોર્ટમાં લિફ્ટ અને એસ્કેલેટર એવી જગ્યાઓ, જ્યાં પ્રવાસીઓનાં ચંપલનો સ્પર્શ થાય છે ત્યાં યુવી સેનિટાઈઝરથી સાફ-સફાઈ થાય છે.
  • એરપોર્ટ પર પ્રવાસીઓના આવવા-જવાના રૂટ વારંવાર બદલવામાં આવે છે.
  • ચેક-ઇન અને અરાઈવલ માટે ટર્મિનલ-3 પર વ્યવસ્થા કરેલી છે.
  • ફ્લાઈર ટ્રાન્સફર અને ડિપાર્ચર માટે અલગ વ્યવસ્થા કરી છે.
  • વેઈટિંગ એરિયામાં બે સીટ વચ્ચે સેફ્ટી બેરિકેડ લગાવ્યાં છે, જેથી સોશિયલ ડિસ્ટન્સ રહે.
  • ટોઇલેટમાં બે નળની વચ્ચે અંતર રાખ્યું છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં 3 દિવસ સુધી એરપોર્ટની દરેક પ્રવૃત્તિ પર ટ્રાન્સપોર્ટ રેટિંગ એજન્સી સ્કાયટ્રેક્સે નજર રાખી. એજન્સીના રિપોર્ટ પ્રમાણે, રોજની સરખામણીમાં 70 ટકા પ્રવાસીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ સુવિધાઓ અને સેનિટાઈઝેશનને લીધે ચેક પોઈન્ટ પર થોડી ભીડ દેખાઈ. દરેક ચેક પોઈન્ટ પર હાથને સેનિટાઈઝ કરવાની વ્યવસ્થા રાખી છે.

એરપોર્ટના CEO માર્કો ટ્રોનકોને કહ્યું હતું કે ઇન્ટરનેશનલ લેવલે અમારાં વખાણ કરવામાં આવ્યાં છે. ઇમર્જન્સી દરમિયાન આ અવોર્ડ મળવા પર અમે ખુશ છીએ. અહીં દરેક સરકારી પ્રોટોકોલને કડકાઈથી લાગુ કર્યા છે.

એજન્સી સ્કાયટ્રેક્સના જણાવ્યા પ્રમાણે, ફ્યુમિચિનો એરપોર્ટને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે. એનો અર્થ એ છે કે અહીં સફાઈ, મેઇન્ટેનન્સ અને સિક્યોરિટી દુનિયામાં સૌથી સારી છે. 4 સ્ટાર એટલે ગુડ અને 3 સ્ટાર એટલે એવરેજ. જે એરપોર્ટને 2 સ્ટાર મળે છે તેમને કોવિડ-19 પ્રોટોકોલને લાગુ કરવામાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે.

સ્કાયટ્રેક્સ બ્રિટનની એરલાઈન અને એરપોર્ટનું રેટિંગ અને રિપોર્ટ જાહેર કરતી એજન્સી છે. આ એજન્સી દર વર્ષે વર્લ્ડ એરલાઈન અવોર્ડ આપે છે. એજન્સીએ કોવિડ-19 એરપોર્ટ રેટિંગ પ્રોગ્રામની શરૂઆત ઓગસ્ટ મહિનામાં કરી હતી, હાલ એમાં યુરોપના દરેક એરપોર્ટ સામેલ છે. ઓક્ટોબર 2020માં મિડલ ઇસ્ટ અને એશિયાનાં એરપોર્ટનું રેટિંગ જાહેર કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો