સમુદ્રમાંથી ગંદકી થશે દૂર:રોબોટ ફિશથી પ્લાસ્ટિકના પ્રદૂષણમાં થશે ઘટાડો, 13 મીમી. લાંબી માછલી ઉઠાવશે 5 કિલો પ્લાસ્ટિક

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનું પ્રમાણ કુદકે ને ભૂસકે વધી રહ્યું છે. પ્લાસ્ટિકના લીધે અનેક બિમારીનો સામનો કરવો પડે છે. અમુક જગ્યાએ તો સિંગલ યુઝ પ્લાસ્ટિકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે ચીનની સિચુઆન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સમુદ્રમાં રહેલા માઇક્રોપ્લાસ્ટિક્સને સાફ કરવા માટે રોબોટિક માછલી બનાવી છે. આ માછલી પાણીમાં તરીને એક જગ્યાએથી પ્લાસ્ટિકના ટુકડા ઉપાડીને બીજી જગ્યાએ રાખી શકે છે.

શું છે માઇક્રોપ્લાસ્ટિક?
માઇક્રોપ્લાસ્ટિકના 5 મિલીમીટર અથવા તેનાથી નાના ટુકડા હોય છે. આ ટુકડા એટલા નાના હોય છે કે, નરી આંખે જોઇ શકાતા નથી. તો વૈજ્ઞાનિકો આ કણોની અસર ઘટાડવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. આ માઇક્રોપ્લાસ્ટિક પાણી, ખાવા-પીવાની વસ્તુઓ અને જમીનની સપાટી જેવા સ્થળો હોય છે. જેથી સરળતાથી શરીરમાં પ્રવેશી જાય છે.

કેવી રીતે કામ કરે છે રોબો માછલી?
રોબોટ માછલી ફકત 13 મિલીમીટર લાંબી છે. માછલીની પુંછડીમાં લેઝર લાઇટ સિસ્ટમ હોય છે, જેની મદદથી આ માછલી તરે છે. રોબોટ માછલી 1 સેકન્ડમાં 30 મિલીમીટર સુધી આગળ વધી જાય છે. ગાર્ડિયનનાં રિપોર્ટ અનુસાર, આ રોબોટ બનાવવા માટે સંશોધકોએ એવી સામગ્રીનો ઉપયોગ કર્યો છે, જેનાથી આ માછલી એકદમ ફ્લેક્સિબલ બની ગઇ છે.

આશ્ચર્યની વાત એ છે કે, રોબોટ ફિશ એકવારમાં 5 કિલો જેટલું પ્લાસ્ટિક ઉઠાવી શકે છે. આ સાથે જ આ રોબો ફિશ માઇક્રોપ્લાસ્ટિકના તરતા ટુકડા જેમાં કાર્બનિક રંગો, એન્ટિ-બાયોટિક્સ અને ભારે ધાતુઓ હોય છે. આ વસ્તુઓ માછલીની સામગ્રી પર પ્રતિક્રિયા આપે છે.

રોબો માછલી પોતાના ઘાવને પણ મટાડી શકે છે
રિસર્ચમાં સામેલ યુઆન વાંગે જણાવ્યું હતું કે, રોબો માછલી સેલ્ફ હીલ એટલે કે પોતાના ઘાવને દૂર કરવા સક્ષમ છે. રોબોટ માછલીને બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીને કારણે કોઈનુકસાન થવા પર પોતાની મેળે 89 ટકા સુધી રિકવર થઇ જાય છે. સમુદ્રના વાતાવરણમાં રોબોટ માછલી ખરાબ થવાની પણ આશંકા રહે છે.

સમુદ્રમાં કરોડો મેટ્રિક ટન કચરો
એવી આશંકા છે કે, સમુદ્રમાં દર વર્ષે 50 લાખથી 1.3 કરોડ મેટ્રિક ટન પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધી રહ્યું છે. જેમાં પ્લાસ્ટિકના ભંગારથી લઈને માઇક્રોપ્લાસ્ટિક સુધીની વસ્તુઓ છે. જાપાનની ક્યુશુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2021 સુધીમાં સમુદ્રમાં લગભગ 24 લાખ કરોડ માઇક્રોપ્લાસ્ટિક્સના ટુકડાઓ છે. તે જંતુઓથી લઈને મનુષ્ય સુધીના દરેક લોકો માટે જોખમી છે.