તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Risk Of Transmission Of Superbug Bacteria From High tech Toilets, Antibiotics Also Ineffective

જાપાનીઝ વૈજ્ઞાનિકોનું રિસર્ચ:હાઈટેક ટોઈલેટથી સુપરબગ બેક્ટેરિયાનાં સંક્રમણનું જોખમ, એન્ટિબાયોટિક દવાઓ પણ તેમનાં પર બેઅસર

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાળા સર્કલમાં દેખાતા આ વૉટર જેટથી મલ્ટિડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાય છે. આ એવા બેક્ટેરિયા હોય છે જેના પર એકથી વધારે એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નથી. - Divya Bhaskar
કાળા સર્કલમાં દેખાતા આ વૉટર જેટથી મલ્ટિડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાય છે. આ એવા બેક્ટેરિયા હોય છે જેના પર એકથી વધારે એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નથી.
  • સુપરબગ એવા બેક્ટેરિયા હોય છે જેના પર એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નથી.
  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ બેક્ટેરિયાનું સંક્રમણ રોકવા માટે ટોઈલેટ યોગ્ય રીતે ડિસઈન્ફેક્ટ કરવું જરૂરી

જો તમે હાઈ ટેક ટોઈલેટનો ઉપયોગ કરો છો તો તમારે હવે ચેતી જવાની જરૂર છે. જાપાનના વૈજ્ઞાનિકોના રિસર્ચ પ્રમાણે હાઈ ટેક ટોઈલેટ ખતરનાક બેક્ટેરિયા 'સુપર બગ'નું ઘર બની શકે છે. સુપરબગ એવા બેક્ટેરિયા હોય છે જેના પર એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નથી. બેક્ટેરિયા ફેલાવાનું સૌથી વધારે જોખમ વૉટર જેટ (નોઝલ)થી છે. તેનો ઉપયોગ મળ સાફ કરવા માટે થાય છે.

80% જાપાનીઝ ઘરોમાં હાઈ ટેક ટોઈલેટ
જાપાનના આશરે 80% ઘરોમાં હાઈટેક ટોઈલેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય એશિયાના કેટલાક ભાગોમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ રિસર્ચ કરનાર ટોક્યો મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલનું કહેવું છે કે ટોઈલેટ વોટર જેટ પર મલ્ટિડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા સ્યુડોમોનાસ એરુગિનોસા મળી આવ્યા છે. તે એટલા માટે ખતરનાક છે કારણ કે તેનાથી લોકોમાં સંક્રમણ ફેલાવાનું જોખમ વધે છે.

ટોઈલેટની સફાઈમાં ફેરફાર જરૂરી
સંશોધક ડૉ. ઈતારુ નકમુરા કહે છે કે, આ એવો રિપોર્ટ છે જે જણાવે છે કે હોસ્પિટલમાં સંક્રમણ રોકવા માટે હાઈટેક ટોઈલેટ પર પણ નજર રાખવાની જરૂરિયાત છે. જો વૉટર જેટથી સંક્રમણ ફેલાવાની શરૂઆત થાય તો સાફ-સફાઈની ગાઈડલાઈનમાં ફેરફાર કરવાની સાથે ટોઈલેટને ડિસઈન્ફેક્ટ પણ કરવું જોઈએ. આમ ન થાય તો દર્દી અને હેલ્થ કેર વર્કર્સમાં સંક્રમણ ફેલાઈ શકે છે.

સંશોધકોનું કહેવું છે કે, જાપાનના હાઈ ટેક ટોઈલેટમાં પેન્સિલ જેવું નોઝલ છે જે માણસના મળ સાફ કરવાની સાથે પોતાને પણ સ્વચ્છ કરે છે. તેમ છતાં તેના પર બેક્ટેરિયા પોતાનું ઘર બનાવી શકે છે.

દર્દીઓમાં ફેલાઈ રહ્યું હતું સંક્રમણ
સપ્ટેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધી ટોક્યો મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલના હેમેટોલોજી વૉર્ડમાં ટોઈલેટના વોટર જેટ પર સંશોધકોને બેક્ટેરિયા મળ્યા. સંશોધકોની ટીમે ટોઈલેટમાંથી 6 વખત સેમ્પલ લીધા. આ ટોઈલેટ્સનો ઉપયોગ દર્દીઓ કરી રહ્યા હતા. તેમાંથી 2 દર્દી મલ્ટિડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયાના સંક્રમણથી પીડિત હતા. તો 2 દર્દી સેપ્સિસની ગંભીર સ્થિતિથી મુશ્કેલીમાં હતા. જિનેટિક ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજીની મદદથી એ જાણી શકાયું કે સંક્રમિત દર્દી અને પર્યાવરણમાં રહેલા મલ્ટિડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા એક જ પ્રકારના છે કે કેમ.

ડૉ. નકમુરા જણાવે છે કે, રિસર્ચ દરમિયાન જોવાં મળ્યું કે, ટોઈલેટના નોઝલથી મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા સ્યુડોમોનાસ એરુગિનોસા દર્દીઓમાં ફેલાઈ રહ્યો છે. આ સંક્રમણ ગંભીર થઈ શકે છે. ટોઈલેટની યોગ્ય સફાઈ કરવાથી સંક્રમણ રોકી શકાય છે.