• Gujarati News
  • Lifestyle
  • Rickshaw Driver Killed For Bread, Younger Brother's Wife Killed The Elder Brother If She Gave The Child Food

રોટલી માટે હત્યા!:રોટલી માટે રીક્ષા ચાલકની હત્યા, તો નાના ભાઈની પત્નીએ બાળકીને જમવાનું આપ્યું તો મોટાભાઈ કરી દીધી હત્યા

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે મોંઘવારી એ હદે વધી ગઈ છે કે, લોકો ખાવાની વસ્તુ કે પૈસા માટે હત્યા કરતા અચકાતા નથી. દિલ્હીની કરોલ બાગ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ હત્યા પાછળનું કારણ એ છે કે, રોટલી. રોટલી ન આપવાને કારણે એક યુવકે ચાકુના ઘા મારીને રીક્ષા ચાલકની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ યુવક આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ પહેલી ઘટના નથી કે, રોટલીને લઈને હત્યા કરવામાં આવી હોય. આ પહેલાં પણ રોટલી કોઈની હત્યાનું કારણ બની ચુકી છે.

આરોપીની કરવામાં આવી ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ 40 વર્ષીય મુન્ના તરીકે થઇ છે. 26 જુલાઈના રોજ પોલીસને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ રસ્તા પર બેહોશ છે અને સ્થાનિક લોકોએ સારવાર માટે રિક્ષામાં આરએમએલ હોસ્પિટલ લઈ જવામાં આવતા મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટના મામલે કચરો વીણનાર ફિરોઝ ખાનને કરોલ બાગના એક પાર્કમાંથી ધરપકડ કરવામાં આવી છે.

બીજી રોટલી ન મળતા ચાકુ ના ઘા મારીને હત્યા કરી
ઘટનાસ્થળે નજરે જોનાર એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, તે મુન્ના સાથે રાતે લગભગ 10 વાગ્યે વિષ્ણુમંદિર માર્ગ પર બેઠો હતો. મુન્નો એક હોટેલમાંથી જમવાનું લાવ્યો હતો તે જમી રહ્યો હતો. તે જ સમયે એક દારૂડિયાએ રોટલી માગતા આપી દીધી હતી. આ બાદ આરોપીએ બીજી એક રોટલી માગી હતી, જે મુન્નાએ આપી ન હતી. આરોપી નશાની હાલતમાં હોય, જોરશોરથી રાડો પાડવા અને ગાળો આપવા લાગ્યો હતો. જ્યારે મૃતકે આ વાતનો વિરોધ કર્યો ત્યારે આરોપીએ એક ધારદાર ચાકુ કાઢ્યો અને મારીને ફરાર થઇ ગયો હતો. બાદમાં સ્થનિકે 400-500 મીટર સુધી પીછો કર્યો હતો પરંતુ હાથમાં આવ્યો ન હતો.

હોટેલમાં રોટલી ન આપ્યા હત્યા

એક મહિના પહેલાં બરેલીના કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સદર બજારમાં બર્થ-ડે પાર્ટી માટે રોટલી લેવા ગયેલા સિક્યોરિટી ગાર્ડને વિવાદ થતાં હોટેલ માલિકે તેના મિત્રો સાથે મળીને હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો સનીએ 150 રોટલીનો એડવાન્સ ઓર્ડર આપ્યો હતો. પરંતુ તે મોડી રાતે રોટલી લેવા પહોંચ્યો તો હોટેલ માલિક જિશાને 50 રોટલી જ આપી અને 100 રોટલી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ બાદ સનીએ ઝઘડો કર્યો હતો. આ બાદ જીશાને તેના મિત્રો વાહીદ, સભાસદઅબ્દુલ હમીદના દીકરા નાઝીમ સાથે મળીને લોખંડના સળિયા અને દંડથી સની અને તેના પિતરાઈ ભાઈને મારમાર્યા હતા. સારવાર દરમિયાન સનીનું મોત નીપજ્યું હતું.

બાળકને જમવાનું આપવા બાબતે મોટા ભાઈએ તેના નાના ભાઈ અને તેની પત્નીની હત્યા કરી આ ઘટના સપ્ટેમ્બર 2021ની છે, જ્યારે વારાણસીના એક વિસ્તારમાં મોટા ભાઈએ તેમના નાના ભાઈ અને તેની પત્નીને હથોડાના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી મોટા ભાઈ અને તેની પત્ની ફરાર થઇ ગયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે, મોટા ભાઈની 7 વર્ષની દીકરી શાઇસ્તા ખાવાનું માંગતી વખતે રડી રહી હતી. ત્યાં હાજર નાના ભાઈની પત્નીથી શાઇસ્તા રડી રહી હતી તે જોવાયું નહીં અને જમવાનું આપી દીધું હતું. જમવાનું આપ્યું તે મોટાભાઈની પત્નીએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, બંને ભાઈઓના રસોડા અલગ છે તો જમવાનું કેમ આપ્યું. આ બાદ વિવાદ વકર્યો હતો અને હત્યા કરી દીધી હતી.