તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Returning From The Market, The Woman Was Shocked To See A Fox In The Washing Machine At Home, Offering Pasta To The Fox For Breakfast.

લંડન:માર્કેટમાંથી પરત આવતાં જ ઘરમાં વૉશિંગ મશીનમાં શિયાળ જોઈ મહિલા ચોંકી ગઈ, શિયાળને નાસ્તામાં પાસ્તા ઓફર કર્યા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લંડનમાં રહેતી નતાશા પ્રયાગના ઘરમાં આ વિચિત્ર ઘટના બની
  • નતાશાના રસોડામાં ઈન્સ્ટોલ વૉશિંગ મશીનમાં શિયાળ છૂપાયેલું હતું

તમે તમારાં ઘરમાં એન્ટ્રી કરોને અચાનક મહેમાનને જોઈને સરપ્રાઈઝ મળે તો! આમ તો આવી સરપ્રાઈઝ તમામ લોકોને ગમતી હોય છે પરંતુ જો આ મહેમાન એક શિયાળ નીકળે તો? આવી ઘટના લંડનમાં નતાશા પ્રયાગ નામની યુવતીના ઘરમાં બની છે. નતાશા અને તેનો પતિ માર્કેટમાં ફરી ઘરે પરત ફર્યા તો તેના વૉશિંગ મશીનમાં શિયાળે તેનું ઘર જમાવ્યું હતુ. નતાશાએ તેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જ તે જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે.

નતાશાના ઘરમાં આ શિયાળ આંટાફેરા મારી રહ્યું હતું. તેને ખબર પડી કે કારમાંથી ઉતરી કપલ ઘરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તો શિયાળ ડરીને સંતાવવાની જગ્યા શોધવા લાગ્યું. રસોડામાં ઈન્સ્ટોલ કરેલા વૉશિંગ મશીનમાં શિયાળને સેફ સ્પેસ મળી ગઈ અને તે વૉશિંગ મશીનના ટબમાં સંતાઈ ગયું.

ઘરમાં ક્યાંય જગ્યા ન મળતાં શિયાળ વૉશિંગ મશીનમાં સંતાઈ ગયું
ઘરમાં ક્યાંય જગ્યા ન મળતાં શિયાળ વૉશિંગ મશીનમાં સંતાઈ ગયું

શિયાળને જોઈને પહેલાં તો નતાશા ગભરાઈ ગઈ હતી. તેના મનમાં ખયાલ આવ્યો કે આ મૂવમેન્ટને કેમેરામાં કેદ કરવી જોઈએ. નતાશાએ વૉશિંગ મશીનમાં છૂપાયેલા શિયાળનો ફોટો કેપ્યર કર્યો.

ટબમાં આરામ કરતું માસૂમ શિયાળ
ટબમાં આરામ કરતું માસૂમ શિયાળ

પાસ્તા ઓફર કરતાં જ શિયાળ મશીનમાંથી બહાર આવ્યું
શિયાળને વોશિંગ મશીનમાંથી બહાર લાવવા માટે કપલે વ્હીસલ વગાડી તેને રિઝવવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસ સફળ રહ્યો નહિ. તેવામાં નતાશાનો વિચાર આવ્યો કે શિયાળ ભૂખ્યું હશે તો તેને કંઈક ફૂડ ઓફર કરવામાં આવે. નતાશાએ ફ્રિજમાં રહેલા પાસ્તા ઘરની બહાર ટેબલ પર મૂક્યા.

પાસ્તાની સુગંધથી શિયાળ વોશિંગ મશીનની બહાર આવ્યું. ટેબલ પર મૂકેલા પાસ્તા તેણે સુંઘ્યા અને ત્યાંથી ચાલતી પકડી, પરંતુ શિયાળ ફરી પરત આવ્યું અને ફરી પાસ્તા સુંઘીને દોડતું થયું.

નતાશા તેના પતિ સાથે
નતાશા તેના પતિ સાથે

જોકે કપલને આ મહેમાનથી કોઈ વાંધો પડ્યો નહોતો. તેમણે આ મૂવમેન્ટ એન્જોય કરી હતી. નતાશાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં આ શિયાળ ટોક ઓફ ધ ટાઉન બન્યું. ઈન્ટરનેટ પર વૉશિંગ મશીનમાં છૂપાયેલા શિયાળની તસવીરોને યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...