તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Researchers From Shillong's North Eastern Hill University Created 'Book Sanitizing Machine, Ultraviolet Ray And Heat Technology To Sanitize Books'

કોરોના ફ્રી કેમ્પસ બનાવવા માટે ઇનોવેશન:શિલોંગની નોર્થ-ઇસ્ટ હિલ યુનિવર્સિટીના સંશોધકોએ ‘બુક સેનિટાઇઝિંગ મશીન’ બનાવ્યું, અલ્ટ્રા વાયોલેટ રે અને હીટ ટેક્નોલોજીથી બુક્સ સેનિટાઇઝ થશે

એક મહિનો પહેલા

UGCએ 1 ઓક્ટોબરથી દેશભરમાં કોલેજ-યુનિવર્સિટીને નવા સેશન માટે ક્લાસ ચાલુ કરવાના આદેશ આપ્યા છે. જોકે કોરોના સંક્રમણને લીધે વિદ્યાર્થીઓને હજુ પણ ચિંતા સાલવી રહી છે.

દેશભરમાં કોવિડ-19 સંક્રમિત લોકોની સંખ્યા 58 લાખથી વધી ગઈ છે. આ સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ સુરક્ષિત રહીને કેમ્પસમાં ભણી શકે, આ માટે અલગ-અલગ સંસ્થાઓ તેમની રીતે શક્ય એટલા પ્રયત્નો કરી રહ્યા છે. શિલોંગમાં આવેલી નોર્થ-ઇસ્ટ હિલ યુનિવર્સિટી( NEHU)ના સંશોધકોએ વિદ્યાર્થીઓને સંક્રમણથી બચાવવા માટે બુક સેનિટાઈઝિંગ મશીન બનાવ્યું છે.

3 વિભાગે ભેગા મળીને ઇનોવેશન કર્યું
યુનિવર્સિટીમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બેઝિક સાયન્સ અને સોશિયલ સાયન્સના વિભાગે ભેગા મળીને આ સ્પેશિયલ મશીન ડેવલપ કર્યું છે.

45 મિનિટમાં 150 બુક્સ સેનિટાઈઝ થઇ જશે
મશીનમાં એક રાઉન્ડમાં 150 બુક્સ સેનિટાઈઝ થઇ શકે છે. આ એક રાઉન્ડ 45 મિનિટનો હશે. એક બુકને સેનિટાઈઝ કરવાનો ખર્ચ આશરે 20 પૈસાનો છે. આ સેનિટાઈઝિંગ મશીન ઓટો કંટ્રોલ્ડ મોડમાં કામ કરશે.

બુક્સને કોઈ નુકસાન પણ નહિ થાય
મશીન ડેવલપ કરનારી ટીમના એક મેમ્બર ડૉ. અસીમ સિંહાએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે મશીનથી રીડિંગ મટીરિયલ ડેમેજ થવાનું કોઈ જોખમ નથી. આ એક કમ્પોઝિટ મશીન છે, જે બુક્સને સેનિટાઈઝ કરીને અલ્ટ્રાવાયોલેટ રે અને હીટ ટેક્નોલોજીથી બુકને સેનિટાઈઝ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો