• Gujarati News
  • Lifestyle
  • Researchers Conducted A Unique Scientific Experiment On A Dead Spider, People Went Crazy After Seeing The Video

નેક્રોબોટિક્સ:મૃત કરોળિયા પર સંશોધકોએ કર્યો અનોખો વૈજ્ઞાનિક પ્રયોગ, વીડિયો જોઈને લોકો ચકરાવે ચડ્યા

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમને કરોળિયાથી જરાપણ ડર લાગતો હોય તો આ કલીપ ના જોશો.યુએસએની રાઇસ યુનિવર્સિટીએ તેમની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં થોડાં સંશોધકોએ ભેગા મળીને મૃત કરોળિયાને ઉપયોગમાં લઈને એક એવું ડિવાઇસ બનાવ્યું કે, જેણે હાલ લોકોને,વિચારતા કરી દીધા છે, કે આવું કેવી રીતે હોઈ શકે? આજે અમે તમને એક અનોખા અને એકદમ વિચિત્ર વૈજ્ઞાનિક પ્રયોગ વિશે જણાવીશું કે, જે જોયા પછી તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

આ પ્રયોગનું વર્ણન કરવા માટે કેપ્શન પણ ઉમેર્યું, લેબમાં 'મૃત કરોળિયા પર પ્રયોગ'
રાઈસ યુનિવર્સિટીનાં સંશોધકોએ રોબોટિક ગ્રિપર માટે કાચા માલ તરીકે મૃત કરોળિયાનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢી છે. મદદનીશ પ્રોફેસર ડેનિયલ પ્રેસ્ટન અને તેમના મિકેનિકલ એન્જિનિયરોનાં સંશોધન જૂથને તેમની પ્રયોગશાળામાં એક 'મૃત કરોળિયો' મળ્યો અને આશ્ચર્ય થયું, કે જ્યારે કરોળિયા મૃત્યુ પામે છે ત્યારે તેમના પગમાં વળાંક શા માટે હોય છે? આ સંશોધનમાં બહાર આવ્યું કે, કરોળિયા તેમના પગ હાઇડ્રોલિક દબાણ સાથે લંબાવે છે અને તેની આ ક્ષમતા તે મૃત્યુ પામ્યા પછી ગુમાવે છે. પ્રેસ્ટનના જૂથે સોયનો ઉપયોગ કરીને મૃત કરોળિયાને હાઇડ્રોલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટેપ કર્યું. હવાના દબાણ સાથે તેઓ કરોળિયાના પગને લંબાવી શકે છે અને દબાણ છોડવાથી તેના પગ પાછા ખેંચાય છે, જેનાથી તે વસ્તુઓને પકડી શકે છે. પ્રેસ્ટનની ટીમે તેના નવા પ્રયોગને એક નામ પણ બનાવ્યું છે: 'નેક્રોબોટિક્સ.'

જયારે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું કે, શા માટે તે આ ડિવાઇસમાં મૃત કરોળિયાનો ઉપયોગ કરે છે? તેના જવાબમાં પ્રેસ્ટને કહ્યું કે, એક મોટું કારણ 'go green' છે. તેમણે ઉમેર્યું, અમે કોઈ એવી વસ્તુ નથી કરી રહ્યા કે જેના કારણે કોઈને પણ તકલીફ થાય. અમે ફક્ત આ ડિવાઈસમાં એક નવી ક્રાંતિ લાવવાના હેતુસર એક પ્રયોગ કર્યો છે. રાઈસ યુનિવર્સિટી એક અખબારી અહેવાલ દ્વારા જણાવે છે કે,આ પ્રયોગ કેટલાક માટે દુખાવા સમાન બની શકે છે? આ પ્રયોગમાં ડિવાઈસમાં જે રીતે મૃત કરોળિયાને મુકવામાં આવ્યું છે, તે જોઈને એવું જ લાગે કે તે જીવંત છે, પરંતુ રાહતની વાત એ છે કે, તે નથી.

વીડિયો પર એક નજર નાખો જે દર્શાવે છે, કે સંશોધકો જુદી-જુદી નાની વસ્તુઓને ઉપાડવા માટે મૃત સ્પાઈડરનો ઉપયોગ કેવી રીતે કરે છે?

આ વીડિયો 25 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે. શેર કરવામાં આવ્યો ત્યારથી, વીડિયોને એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને સંખ્યા વધી રહી છે. આ વીડિયોએ લોકોને વિવિધ કોમેન્ટ્સ પોસ્ટ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા છે. એક યુટ્યુબ યુઝરે કમેન્ટ કરી, 'આ જોયા પછી મને એ જોવાનો ડર લાગશે કે તમે લોકો હેલોવીન માટે કેવી રીતે સજાવટ કરો છો?' બીજાએ શેર કર્યું,'નેક્રોમેન્સી ક્લિચ છે, નેક્રો-રોબોટિક્સ જોકે...' ત્રીજાએ કમેન્ટ કરી, 'છેવટે અમે સાયબોર્ગ સ્પાઈડર ઝોમ્બિઓ પર પૂર્ણ થવાની એક પગલું નજીક છીએ.વિચાર્યું કે અમારી પાસે તે અત્યાર સુધીમાં હશે.'