તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Researchers Built A Lightweight Drone With Tiny Microphones That Can Find Screaming Humans In A Natural Disaster

લાઈફ સેવર ડ્રોન:જર્મનીના વૈજ્ઞાનિકોએ કુદરતી આફતમાં ફસાયેલા લોકોનો અવાજ ઓળખતો ડ્રોન બનાવ્યો, તે સુગંધથી વ્યક્તિનું લોકેશન જાણી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ લાઈફ સેવર ડ્રોન તૈયાર કર્યો છે
  • તેમાં રહેલું માઈક્રોફોન આફતમાં ફસાયેલા માણસોનો અવાજ સાંભળી રેસ્ક્યુ ટીમને અલર્ટ કરે છે

જર્મનીના વૈજ્ઞાનિકોએ એવો ડ્રોન તૈયાર કર્યો છે કે જે કુદરતી આફતમાં ફસાયેલા લોકોની પોકાર સાંભળી તેમનું રેસ્ક્યુ કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ આ ડ્રોન માણસ, પશુઓ અને પોતાના જ પંખાના અવાજ વચ્ચે ફરક સમજી શકે છે. ટ્રાયલમાં માણસની ચીસો, તાળીઓ અને કોઈ વસ્તુની ટક્કરનો અવાજ સંભળાવવામાં આવ્યો અને તેનું ટેસ્ટિંગ સફળ રહ્યું. આ ડ્રોનને વોશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો છે.

પીડિતોને સુંઘી પણ શકે છે
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ડ્રોનને એવી રીતે તૈયાર કરાયો છે કે તે કુદરતી આફતમાં ફસાયેલા લોકોની સુગંધ ઓળખી શકે છે. જેવી રીતે કોઈ શ્વાન સુગંધ વડે માણસને ઓળખી લે છે. તેને તૈયાર કરનાર ટીમ મેમ્બર વેરેલા કહે છે કે, કોઈ ઈમારત પડી જાય તો તે રેસ્ક્યુ ટીમને અલર્ટ કરે છે.

આ રીતે તૈયાર થયો ડ્રોન

  • વૈજ્ઞાનિકોએ મુસીબતમાં ફસાયેલા લોકોના અલગ અલગ પ્રકારના અવાજો ડ્રોનના ડેટાબેઝમાં સામેલ કર્યા. તેમાં ચીસો પાડવાનો, તાળી વગાડવાનો અને કિક મારવા જેવા સાઉન્ડ રેકોર્ડ કરવામાં આવ્યા. AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની મદદથી ડ્રોનને આ પ્રકારના અવાજ માટે ટ્રેન કરવામાં આવ્યો.
  • વૈજ્ઞાનિકોએ તેના ડેટાબેઝમાં ચકલીઓનો કલરવ, પવનનો સનસનાટ અને ડ્રોનના મોટરનો અવાજ પણ ઈન્સ્ટોલ કર્યો જેથી આપત્તિ સમયે તેને માણસ અને આ પ્રકારના અન્ય અવાજો વચ્ચે કન્ફ્યુઝ ન થાય.
  • વેરેલા કહે છે કે, તેમાં નાનું ડિજિટલ માઈક્રોફોન અટેચ છે, જે અવાજો સાંભળી શકે છે. આ ડ્રોન ફીલ્ડ ટેસ્ટમાં સફળ રહ્યો છે. ટેસ્ટિંગ દરમિયાન ગણતરીની સેકન્ડમાં જ તેણે સંશોધકોનો ચીસો પાડવાનો અવાજ ઓળખી લીધો.

રેસ્ક્યુ ટીમની મદદ કરશે
ભૂકંપ જેવી કુદરતી આફતમાં 1-1 સેકન્ડ લોકોના જીવ બચાવવા માટે મહત્ત્વની હોય છે. તેવામાં આ નવો ડ્રોન ઘણો મદદગાર સાબિત થશે. ડ્રોન ઓછા સમયમાં સરળતાથી મોટા ક્ષેત્રમાં પહોંચી શકે છે. તે રેસ્ક્યુ ટીમ માટે ખુબ મદદગાર ટૂલ સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...