તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરેન્ટ્સને અલર્ટ કરનારું રિસર્ચ:વીડિયો અને ટાઈપિંગની સરખામણીએ હાથથી લખવાથી જલ્દી શીખાય છે અને અક્ષરો સુધરે છે; અમેરિકાના સંશોધકોનો દાવો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં દુનિયાભરમાં કમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. તેને કારણે લખવા માટે પેન અથવા પેન્સિલનું ચલણ ઓછું થઈ રહ્યું છે અને ટાઈપિંગનો ક્રેઝ વધી રહ્યો છે. તેની સીધી અસર લખાણ પર થઈ રહી છે. તાજેતરમાં થયેલાં રિસર્ચ પ્રમાણે, કશુંક નવું શીખવા માટે ટાઈપિંગ કરતાં લખીને શીખવું વધારે સારું છે.

ઈ-લર્નિંગના સમયમાં બાળકો અને વયસ્કો હાથના લખાણથી અળગા થઈ રહ્યા છે. જોન હોપ્કિન્સ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, વીડિયો જોઈને અથવા ટાઈપિંગ કરીને કશુંક શીખવાની સરખામણમીએ હાથથી લખી શીખવું વધુ સારો વિકલ્પ છે.

42 લોકો પર રિસર્ચ થયું
સંશોધક બ્રેન્ડા રેપના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના પેરેન્ટ્સ અને એજ્યુકેટર કહે છે કે શા માટે વિદ્યાર્થીઓએ હેન્ડ રાઈટિંગમાં સમય પસાર કરવો જોઈએ. બ્રેન્ડાના જણાવ્યાનુસાર હાથ વડે લખીને શીખવા પર લખાણ સુધરે છે.

સાયકોલોજિકલ સાયન્સ જર્નલમાં પબ્લિશ થેયલાં રિસર્ચમાં હાથનું લખાણ કેટલું અસરકારક છે તેના માટે એક પ્રયોગ કરવામાં આવ્યો. આ પ્રયોગમાં 42 લોકો સામેલ કરવામાં આવ્યા. તેમને 3 ગ્રુપમાં વહેંચીને અરેબિક આલ્ફાબેટ શીખવાડવામાં આવ્યા. અલગ અલગ ગ્રુપના લોકોમાં એક ગ્રુપ આલ્ફાબેટ લખનાર, બીજું ગ્રુપ ટાઈપ કરનાર અને ત્રીજું ગ્રુપ વીડિયો જોઈને સમજનાર હતું.

તમામ 42 લોકોએ વીડિયો જોઈ, લખી અને સાંભળી આલ્ફાબેટ્સ શીખ્યા. ત્યારબાદ વીડિયો જોઈ આલ્ફાબેટ શીખનારને સ્ક્રીન પર આલ્ફાબેટ્સ રાખી પૂછવામાં આવ્યું કે આ એજ આલ્ફાબેટ્સ છે જે તેમણે શીખ્યા કે કેમ. અક્ષરોને લખીને સમજનારા લોકોને પેપર પર આલ્ફાબેટ્સ કોપી કરવા માટે કહેવામાં આવ્યું. તો ટાઈપ કરનાર લોકોને કી બોર્ડ પર આલ્ફાબેટ્સ શોધવા માટે કહેવામાં આવ્યું.

6 વખત આ પ્રકારની એક્સર્સાઈઝ કરવામાં આવી. તેમાં સામે આવ્યું કે ત્રણેય ગ્રુપના લોકોએ ભૂલો કરી. જોકે હાથથી લખનારા ગ્રુપે અન્ય 2 ગ્રુપની સરખામણીએ વધારે ઝડપથી આલ્ફાબેટ્સ શીખી લીધા. તેમાંથી કેટલાક એવા હતા જેમણે માત્ર 2 જ સેશનમાં આલ્ફાબેટ શીખી લીધા.