તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Renowned Beautician Shahnaz Hussain Suggests An Effective Remedy For Yellowing Of Teeth, Apply Apple Cider Vinegar Will Benefit From It

એક્સપર્ટ ટિપ્સ:જાણીતા બ્યુટિશિયન શહેનાઝ હુસૈન દાંતની પીળાશ દૂર કરવા માટે અસરકારક ઉપાય જણાવી રહ્યા છે, એપલ સાઈડર વિનેગર લગાવો તેનાથી ફાયદો થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુંદરતા વધારવામાં દાંતનું મહત્ત્વનું યોગદાન હોય છે. સંતુલિત આહાર, મોંની સ્વચ્છતા અને સારી ડેન્ટલ કેર દાંત સારા રાખે છે. આ રીતે તમે આત્મવિશ્વાસથી સ્મિત કરી શકો છો. ઘણી વખત ભોજનના કણ દાંતમાં ફસાઈ જાય છે જેનાથી દાંત ઝડપથી સડી જાય છે અને દાંતમાં સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે બ્રશ કરતા સમયે દાંતની વચ્ચે ડેન્ટલ ફ્લોસ અને માઉથવોશનો ઉપયોગ કરવો. રાત્રે સૂતા પહેલા બ્રશ કરવું. દેશના જાણીતા બ્યુટિશિયન દાંતની પીળાશ દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છે...

બેકિંગ સોડા
દાંતને સફેદ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો. તે દાંત પરના ડાઘાને દૂર કરે છે. તેને દાંત પર એક મિનિટ સુધી ઘસો અને પછી પાણીથી સારી રીતે ધોઈ લો. લીંબુના રસના કેટલાક ટીપાં તેને વધુ અસરકારક બનાવી શકે છે કેમ કે તેના રસમાં હળવું બ્લીચિંગ એજેન્ટ હોય છે.

સંતરાની છાલ
એક સંતરાને છોલીને તેના નીચેના ભાગને દાંત પર ઘસો. સફેદ ભાગમાં ડી-લિમેનિન હોય છે જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે.

હળદર
હળદરથી પણ બ્લીચિંગ કરી શકાય છે. આ એક પ્રાકૃતિક એન્ટિસેપ્ટિક હોય છે જે દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે. હળદરના મૂળની પેસ્ટ બનાવીને તેનો ઉપયોગ કરવો વધુ અસરકારક હોય છે. એક ચમચી હળદરમાં અડધી ચમચી નારિયેળનું તેલ અને બેકિંગ સોડા મિક્સ કરો. દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટની જેમ તેનો ઉપયોગ કરો.

એપલ સાઈડર વિનેગર
આ સાઈડરમાં એસિડ હોય છે જેનાથી દાંત સફેદ થાય છે. તેનો ઉપયોગ કોગળા કરવા માટે કરી શકાય છે અથવા તેને બેકિંગ સોડાની સાથે મિક્સ કરીને દાંત પર હળવા હાથેથી ઘસો.

એલોવેરા
તે ઘણી સમસ્યાઓ માટે ઘરેલુ ઉપાય છે. દાંત સફેદ કરવા માટે તેનો ઉપયોગ કરો. દાંતને સાફ કરવા માટે જો ટૂથપેસ્ટ બનાવવી હોય તો એલોવેરાને બેકિંગ સોડાની સાથે મિક્સ કરો. તેનાથી દાંતની ચમક વધે છે. તેમાં રહેલા એન્ટિઈન્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક ગુણો દાંત સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

એક્ટિવેટ ચારકોલ
દાંતને સાફ કરવા અને ઝેરી પદાર્થો દૂર કરવા માટે એક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ કરી શકાય છે. તે દાંતના ડાઘ દૂર કરે છે. ટૂથ પાઉડરની જેમ ચારકોલને દાંત પર ઘસો. થોડીવાર બાદ ચારકોલ થૂંકી દો અને પાણીથી સારી રીતે મોં ધોઈ લો.

લીંબુની છાલ
દાંતને સાફ કરવા માટે લીંબુની છાલના સફેદ ભાગનો ઉપયોગ કરો. લીંબુના રસના કેટલાક ટીંપાને છાલના સફેદ ભાગ પર લગાડીને દાંત પર ઘસો. લીંબુના રસમાં રહેલા ડી-લિમેનિન દાંતને સફેદ કરે છે.