તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Renowned Beautician Shahnaz Hussain Is Telling You How To Get Rid Of Sweat Odor In Summer, These Hair Care Tips Will Also Help You

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરેલુ ઉપાયથી ફ્રેશનેસ મેળવો:પ્રખ્યાત બ્યુટિશિયન શહેનાઝ હુસૈન પાસેથી જાણો ઉનાળામાં પરસેવાની દુર્ગંધ દૂર કરવાની રીત, હેર કેરની આ ટિપ્સ પણ તમને મદદ કરશે

7 દિવસ પહેલા
 • કૉપી લિંક

એવા લોકો જે ગરમીની સિઝન શરૂ થતાં જ પરસેવાની દુર્ગંધથી પરેશાન રહે છે. ઘણી વખત આ કારણથી તમારી ઈમ્પ્રેશન બધાની સામે ખરાબ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો દેશની પ્રખ્યાત બ્યુટિશિયન શહેનાઝ હુસૈન પાસેથી જાણો,પરસેવાની દુર્ગંધને દૂર કરવાની રીતઃ

કોલોનનો ઉપયોગ કરો
ગરમીની સિઝનમાં પરફ્યુમની જગ્યાએ કોલોનનો ઉપયોગ કરવો. તેની સુગંધ લાંબા સમય સુધી રહે છે. ન્હાતા પહેલા કોલોનના કેટલાક ટીપાં પાણીમાં નાખવા. આ પાણીથી સ્નાન કરવાથી આખો દિવસ સુગંધ આવતી રહેશે અને ફ્રેશનેશનો અહેસાસ થશે.

બેકિંગ સોડાની પેસ્ટ લગાવો
બેકિંગ સોડા પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે અસરકારક છે. એક બાઉલમાં એક ચમચી બેકિંગ સોડા લઈને તેને પાણીમાં ઉમેરો. તેમાં લીંબુના રસના કેટલા ટીપાં પણ મિક્સ કરી શકો છો. આ પેસ્ટને દસ મિનિટ સુધી અંડર આર્મ્સ પર લગાડો અને પછી ધોઈ લો. તમે ઈચ્છો તો બેકિંગ સોડામાં ટેલકમ પાઉડર મિક્સ કરીને લગાવી શકો છો. ​​​​​​​

ફટકડી અને ફુદીનાના પાંદડા નાખો
​​​​​​​
ન્હાવાના પાણીમાં એક ચમચી ફટકડી નાખો. હવે ફુદીનાના પાંદડાને વાટી લો અને તેને પાણીમાં નાખો. આ પાણીથી ન્હાવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. ન્હાતા સમયે પાણીમાં ગુલાબ જળ મિક્સ કરો. તે પણ દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે.

વાળમાં પરસેવાના કારણે આવતી દુર્ગંધ દૂર કરવા માટે અપનાવો આ ઉપાયઃ

 • એક મગમાં લીંબુનો રસ અને ગુલાબજળ મિક્સ કરી લો. તેને હેર વોશ કર્યા બાદ વાળમાં લગાવો. તેનાથી દુર્ગંધ દૂર થશે.
 • જો તમારે બહાર જવાનું છે અને વાળ ધોવાનો સમય નથી તો એક કપડા પર કોલોન લગાવો. આ કપડાને વાળની ચારેય તરફ લપેટી લો. હવે વાળમાં કાંસકો ફેરવો. આ રીતે વાળમાંથી સુગંધ આવવા લાગશે.

જો વધારે પરસેવો થઈ રહ્યો હોય તો આ આયુર્વેદિક ઉપાય પણ અજમાવો:

 • દરરોજ લીંબુ પાણી પીવું
 • જમ્યા પહેલાં અને બાદમાં આદુની ચા પીવી.
 • જમ્યા બાદ આદુના નાના ટુકડા પર એક ચપટી મીઠું નાખીને ચાવવું.
 • જમ્યા પછી હૂંફાળું પાણી પીવું પણ તમારા માટે ફાયદાકારક રહેશે.
 • સ્પાઈસી ફૂડ ટાળવું અને એક જ વખતમાં વધારે ન ખાવું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો