તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Relieves Swelling, Pain, Acidity And Gas In The Joints. Water Kept In Copper Vessel, After Drinking Water For 8 Hours In A Copper Plate, Drink It Only If You Get More Benefits.

આયુર્વેદના ઉપાય:તાંબાના વાસણમાં ભરેલું પાણી સાંધામાં સોજો-દુખાવો, એસિડિટી અને ગેસથી રાહત આપે છે, તામ્રપાત્રમાં 8 કલાક સુધી પાણી રાખીને પીવાથી વધારે ફાયદા થાય છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી શરીરમાં કફ અને પિત્તનું સંતુલન રાખે છે. આવા પાણીને તામ્રજળ કહેવામાં આવે છે. તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક સુધી પાણી રાખ્યા પછી જ પીવું જોઈએ, એનાથી વધારે ફાયદા મળે છે. દિવસમાં બે કે ત્રણવાર તેનું પાણી પીવું યોગ્ય છે. બાકીના સમયે સાદું પાણી પણ પી શકો છો. કોલમ્બિયા એશિયા હોસ્પિટલનાં કન્સલ્ટન્ટ ડાયેટિશિયન ડૉ. અદિતિ શર્મા તામ્રજળના ફાયદા જણાવી રહ્યા છે..

તાંબાના વાસણમાં ભરેલા પાણીના 4 મોટા ફાયદા
1. ડાયેરિયા અને કમળાથી બચાવે છે
તાંબામાં ઓલિગો ડાયનેમિક ગુણ હોય છે, જેને કારણે આ બેક્ટેરિયાઈ-કોલાઇ અને એસ ઓરેસનો નાશ કરે છે. આ બંને જીવાણુ સામાન્ય રીતે પર્યાવરણમાં મળે છે. તે કબજિયાત અને કમળા જેવી બીમારી થવાનું મોટું કારણ છે. તાંબાનું પાણી પીવાથી તેનાથી બચી શકાય છે.

2. સાંધામાં સોજા કે દુખાવાથી આરામ મળે છે
અર્થરાઈટીસ અને રૂમેટાઈડ અર્થરાઈટીસથી થતા સાંધાના દુખાવા અને સોજામાં આરામ આપે છે. તાંબું હાડકાં અને ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. હાડકાંની બીમારીઓથી પીડિત દર્દીઓ માટે આ ફાયદાકારક છે.

3. એસિડિટી, ગેસ દૂર કરે છે અને કિડની સ્વસ્થ રાખે છે
એક જ જગ્યાએ કલાકો સુધી બેસી રહેવાને લીધે એસિડિટી, ગેસ અને અપચાની તકલીફ સામાન્ય થઇ ગઈ છે. તાંબું ભોજનના હાનિકારક બેક્ટેરિયાને નાશ કરી અને પેટના સોજાને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટનું અલ્સર, અપચો અને સંક્રમણથી પણ બચાવે છે અને પેટ સાફ રાખે છે. તે લીવર અને કિડનીની ક્ષમતા સારી બનાવે છે. શરીરના ઝેરી પદાર્થોની બહાર કાઢી અને પોષકતત્ત્વને અબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે.

4. મેમરી કંટ્રોલ કરે છે
આયુર્વેદમાં જણાવ્યું છે કે, જે લોકોને યાદશક્તિની તકલીફ હોય તેમણે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. તે માથાને ઉત્તેજિત કરે છે અને ભૂલવા જેવી બીમારીઓથી બચાવે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે, રોજ એક લીટર પાણીમાં 2 મિલીગ્રામ જેટલા તાંબાને લેવાથી શરીર માટે ફાયદાકારક છે. સંશોધકો પ્રમાણે, તાંબાના વાસણમાં ઘણા કલાકો સુધી રાખેલું પાણી તાંબાનો એક ભાગ શોષી લે છે. આ પાણી ઘણા ફાયદા પહોંચાડે છે.

અસલી તાંબાની પરખ કેવી રીતે કરવી?
ચુંબકની મદદથી તાંબાની શુદ્ધતા ઓળખી શકીએ છીએ. તાંબાના લોટા, ગ્લાસ કે બોટલ પર ચુંબક લગાવીને ચેક કરો. જે તે ચોંટી જાય છે તો તાંબું ભેળસેળયુક્ત છે. અસલી તાંબાનો રંગ ગુલાબી-નારંગી હોય છે. જો તાંબાની બોટલ કે લોટો તમારી પાસે પહેલેથી છે તો તેની પર લીંબું ઘસો અને પાણીથી સાફ કરી લો. જો તે ગુલાબી રંગ અને ચળકાટ ધરાવે છે તો તાંબું શુદ્ધ છે.

આવી રીતે તાંબાની સફાઈ કરો
વાસણના બધા ભાગને સ્ક્રબથી ઘસીને ધુઓ. સારી રીત એ છે કે લીંબુ ઘસીને સફાઈ કરવામાં આવે. લીંબુ ઘસીને થોડી મિનિટ માટે મૂકી દો અને પછી સાદા પાણીથી ધોઈ લો. તાંબાના વાસણને સાફ કરવા માટે તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો