• Gujarati News
  • Lifestyle
  • Reducing 250 Calories A Day And Exercising Can Reduce The Risk Of Heart Disease At An Advanced Age

હેલ્ધી હાર્ટ માટે વૈજ્ઞાનિકોની વૃદ્ધજનોને સલાહ:રોજ 250 કેલરી ઘટાડી અને કસરત કરીને વધતી ઉંમરે હૃદય રોગના ખતરાને ઘટાડી શકાય છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈજ્ઞાનિકોએ 60 અને 70 વર્ષની ઉંમરવાળા 160 ઓવરવેટ વૃદ્ધજનો પર 20 અઠવાડિયાં સુધી રિસર્ચ કર્યું
  • જે લોકોએ કસરતની સાથે કેલરી પણ ઘટાડી તેમનું વજન 9 કિલો ઘટ્યું

વૈજ્ઞાનિકોએ વૃદ્ધજનોને હાર્ટ હેલ્ધી રાખવા માટે સલાહ આપી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું, હૃદય રોગથી બચવા માટે સાંજે નાસ્તામાં ઘટાડો કરો. રોજ 250 કેલરી ઓછી લો અને હળવી કસરત કરો. આ આદતો વધતી ઉંમરમાં હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નોર્થ કેરોલિનાનાં વેક ફોરેસ્ટ સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ આ રિસર્ચ કર્યું છે.

160 ઓવરવેટ વૃદ્ધો પર રિસર્ચ થયું
વૈજ્ઞાનિકોએ 60 અને 70 વર્ષની ઉંમરવાળા 160 ઓવરવેટ વૃદ્ધજનો પર 20 અઠવાડિયાં સુધી રિસર્ચ કર્યું. તેમને ત્રણ ગ્રુપમાં વહેચવામાં આવ્યા. તેમાંથી એક તૃતિયાંશ વૃદ્ધોને રેગ્યુલર ડાયટની સાથે અઠવાડિયાંમાં 4 દિવસ 30 મિનિટ સુધી ટ્રેડમિલ કરવાનું કહેવામાં આવ્યું.

તો બીજા ગ્રુપને આ રૂટીન ફોલો કરવાની સાથે કેલરીમાં ઘટાડો કરવાનું કહ્યું. તેમાંથી અડધા લોકોને રોજ 250 અને અન્યને 600 કેલરી ઘટાડવાની સલાહ આપવામાં આવી.

હૃદયનું સ્વાસ્થ્ય સુધર્યું
રિસર્ચમાં ખબર પડી કે, જે વૃદ્ધોએ માત્ર કસરત કરી, તેમનું 1.7 કિલો વજન જ ઘટ્યું. જે લોકોએ કસરતની સાથે કેલરી પણ ઘટાડી તેમનું વજન 9 કિલો સુધી ઘટી ગયું. કેલરીમાં ઘટાડો થયો તો
હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધર્યું. તેનાથી શરીરની સૌથી મોટી ધમની સખત થતા પણ બચી ગઈ.

સંશોધકોએ કહ્યું, ઉંમર વધે તેમ ધમની સખત થતી જાય છે. તેને પરિણામે હાર્ટને પમ્પ કરવું મુશ્કેલ પડે છે. આથી હાર્ટ સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે.

સ્વસ્થ રહેવા માટે લાઈફસ્ટાઈલમાં ફેરફાર જરૂરી
સંશોધક ડૉ. ટીના બ્રિંકલેએ કહ્યું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાથી ધમનીને સખત થતા બચાવી શકાય છે અને હાર્ટ સારું રહે છે. માત્ર કસરત કરવાની સરખામણીએ, એરોબિક એક્ટિવિટીની સાથે કેલરીમાં ઘટાડો કરવાથી ધમની પર પોઝિટિવ અસર જોવા મળી છે. આ નાનો ચેન્જ વૃદ્ધજનોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...