સ્વાસ્થ્ય માટે આશ્ચર્યનો ભાવ જરૂરી:કેન્સર-હૃદય રોગનાં લક્ષણો ઓછાં કરે છે, સ્ટ્રેસ પણ ઘટે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જયારે આપણે કોઈ સારું ગીત સાંભળીએ છીએ તો, આપણે ખુદ આશ્ચર્યચકિત થઇ જઈએ છીએ. આ રીતે જો કોઈ ખેલાડી મેચમાં સારું પ્રદર્શન કરે છે, તો તમે તેનાં વખાણ કરતાં થાકતા નથી. આ જ રીતે, આશ્ચર્યજનક પરિસ્થિતિ તમને જીવનમાં વધુ આનંદ આપે છે. તેનાથી ચિંતા ઓછી થાય છે અને વ્યક્તિ પોતાના વિશે વધુ જાણી શકે છે.

હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના ગ્રેટર ગુડ સાયન્સ સેન્ટરમાં કરવામાં આવેલા સંશોધનમાં ખુલાસો થયો છે. આ સંશોધનના મુખ્ય સંશોધક ડાકાર કેલ્ટનરે 26 દેશોમાં 3 લાખ લોકોનો સર્વે કર્યો હતો. જેમાં તેણે જોયું કે સતત આશ્ચર્યથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. કરુણા અને ઉદારતા વધે છે અને મગજ તેજ થાય છે.

આશ્ચર્યનો અનુભવ કેન્સરનાં લક્ષણો ઓછાં કરે છે
2018માં જ્હોન ટેમ્પલટન ફાઉન્ડેશનના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, આશ્ચર્યનો અનુભવ કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસનાં લક્ષણોને ધીમા કરે છે. તો આશ્ચર્ય તણાવ અને ચિંતાને પણ ઘટાડે છે. 2021ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આશ્ચર્યનો અનુભવ કરવાથી લોકોને પોતાના વિશે વધુ જાણવામાં મદદ મળે છે. તે વધુ ધીરજનો પણ વિકાસ થાય છે.

એક સંશોધન અનુસાર, સામાન્ય વ્યક્તિ અઠવાડિયામાં બે વાર આશ્ચર્ય અનુભવે છે. પોતાની સરખામણીમાં બીજાની સફળતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. 2018ના સર્વેમાં જાણવા મળ્યું હતું કે, જે લોકો જીવનમાં વધુ આશ્ચર્ય અનુભવે છે તેઓ વધુ વિનમ્ર હોય છે.

લોકોએ એકલા ફરવામાં પણ આશ્ચર્ય શોધ્યું
કેલ્ટનર કહે છે કે મહામારી દરમિયાન લોકો એકલા હતા અને વધુ ઉદાસ ગીતો સાંભળવા માગતા હતા.એકલા ફરવાથી અને ગીતો સાંભળવાથી પણ લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. લોકોએ કોરોના દરમિયાન આશ્ચર્ય જાળવી રાખવા માટે છોડની સંભાળ લેવાનું શરૂ કર્યું હતું.