ગાજર નામ સાંભળીને તમારા મગજમાં શું આવે છે? બજારમાં વેચાતા પીળા ગાજર, જેમાંથી તમે સલાડ બનાવીએ છીએ અથવા લાલ ગાજર છો જે હલવા માટે બેસ્ટ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સિવાય પણ તમામ રંગોના ગાજર હોય છે, જે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. દેશી કાળા ગાજર દેખાવમાં બાકીના ગાજરની સરખામણીએ ભલે આકર્ષક ન પણ હોય;પરંતુ તેના ફાયદા સુંદર દેખાતા ગાજર કરતાં અનેક ગણા વધારે છે.
આટલા પ્રકારનાં ગાજર હોય છે
લાલ ગાજર : બજારમાં જોવા મળતા આ સૌથી સામાન્ય ગાજર છે.તે સ્વાદમાં મીઠા અને રસદાર હોય છે. તેનો ઉપયોગ કાચો ખાવા અને હલવો બનાવવા માટે થાય છે.
પીળા ગાજર : લાલ ગાજર કરતા થોડા હાર્ડ હોય છે. આ ગાજર સ્વચ્છ દેખાવને કારણે સામાન્ય રીતે સલાડમાં ઉપયોગ કરવામાં આવે છે.
નારંગી ગાજર : પીળા ગાજરની જેમ તેનો ઉપયોગ સલાડ અને શાકભાજીમાં કરી શકાય છે.
કાળા અથવા દેશી ગાજર : ગાજરનું દેશી વર્ઝન કહી શકાય. તેનો આકાર અને કદ નિશ્ચિત નથી હોતા. કેટલાક ગાજર આડા-અવળા તો કેટલાક ગોળ પણ હોઈ શકે છે .તેઓ દેખાવમાં થોડા વિચિત્ર છે.પરંતુ તે અન્ય ગાજર કરતાં સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.
ખતરનાક આર્ટિફિશિયલ કલરથી રંગવામાં આવે છે ગાજરને
વધુ ચમકદાર અને આકર્ષક બનાવવા માટે તેને ર્ટિફિશિયલ રંગોથી રંગવામાં આવે છે. જેના કારણે ગાજર દેખાવમાં સુંદર બને છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક બની જાય છે.
તો તરફ ગાજરને વધુ રંગીન અને સારી સાઇઝના બનાવવા માટે અનેક પ્રકારના હાઇબ્રિડ બીજ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેના કારણે ગાજરના મૂળ પોષક તત્ત્વોમાં ઘટાડો થયો છે.
કાળા ગાજર સૌથી વધુ ફાયદાકારક
ડાયટિશિયન ડૉ. પ્રિયંકા સિંહ જણાવે છે કે, 'કાળા ગાજરમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, મેંગેનીઝ, વિટામિન-બી જેવા પોષક તત્ત્વો મળી આવે છે. કાળા ગાજરમાં જોવા મળતા પોષક તત્ત્વો અન્ય ગાજર કરતાં ઘણા વધારે હોય છે. કાળા ગાજરમાં ઠંડકની અસર હોય છે, છતાં તેને શિયાળાની ઋતુમાં પણ ખાઈ શકાય છે. તેમાં વિટામિન C, K, B1, B2, B3, B6 અને E મળી આવે છે. જે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને રોગોથી બચાવે છે.
કાળા ગાજરથી ફાઈબરની ચરબી ઓછી થશે
કાળા ગાજરમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ફાઈબર શરીરમાં ચરબીને વધતી અટકાવે છે. જેના કારણે કાળું ગાજર વજન ઘટાડવામાં પણ મદદગાર સાબિત થઇ શકે છે. આ સાથે જ તેમાં જોવા મળતું આયર્ન આંખોની રોશની વધારે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.