પ્રિન્સે મોટી ઉંમરની મહિલા સાથે સંબંધ બાંધ્યા:બ્રિટિશ પ્રિન્સ હેરીની બુકનું રેકોર્ડબ્રેક વેચાણ, 17 વર્ષની ઉંમરે ડ્રગ્સ લીધુ, ખુલાસાથી વિવાદ વધ્યો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનની રોયલ ફેમિલીનાં પ્રિન્સ હેરીની બુક ‘સ્પેયર’ વેચાણમાં નવા રેકોર્ડ બનાવી રહી છે. 10 જાન્યુઆરીએ રિલીઝનાં દિવસે જ બ્રિટન, અમેરિકા અને કેનેડામાં રેકોર્ડબ્રેક 4 લાખ કોપીઝનું વેચાણ થયુ. આ બુકમાં હેરીએ 17 વર્ષની ઉંમરે ડ્રગ્સ લેવાની, પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે સંબંધ બાંધવાની, મોટા ભાઈ વિલિયમથી માર ખાવાની, મેગન સાથે લગ્ન કરીને શાહી પરિવારને છોડવાની બાબતો સહિત અનેક અન્ય બાબતોનાં પણ ખુલાસા કર્યા હતા.

દાદાનાં નિધન સમયે ‘સ્પેયર’ લખવાનો વિચાર આવ્યો, જેથી પિતા અને ભાઈ વાસ્તવિકતા જાણે
હેરીએ બુકમાં લખ્યું છે કે, ‘બે વર્ષ પહેલા એપ્રિલમાં જ્યારે દાદાનાં અંતિમ સંસ્કારમાં બ્રિટન ગયા હતા ત્યારે જ મે ‘સ્પેયર’ લખવાનું મન બનાવી લીધુ હતું. તે કહે છે કે, ‘ન તો મારા પિતા કે ન તો મારા ભાઈએ સમજવાનો પ્રયાસ કર્યો કે, હુ અને મેગન કેલિફોર્નિયા કેમ ચાલ્યા ગયા?’

પ્રિન્સ હેરી અને મેગન મર્કલનાં સંબંધથી પરિવાર ખૂબ જ નારાજ હતો
પ્રિન્સ હેરી અને મેગન મર્કલનાં સંબંધથી પરિવાર ખૂબ જ નારાજ હતો

દાદી એલિઝાબેથનાં નિધન વિશે કોઈએ જાણ ન કરી, ન્યૂઝ રિપોર્ટથી જાણવા મળ્યુ
સ્પેયરમાં પ્રિન્સ હેરીએ બુકમાં લખ્યું છે, ‘દાદી ક્વીન એલિઝાબેથનાં નિધનનાં સમાચાર મને ન્યૂઝમાંથી જાણવા મળ્યા. જ્યારે હું ફ્લાઈટમાંથી ઊતરી રહ્યો હતો ત્યારે મેં મોબાઈલમાં મેગનનો મેસેજ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે, ‘મેસેજ વાંચો એટલે મને કોલ કરજો.’’

પ્રિન્સ હેરીએ આગળ લખ્યું કે, ‘આ પછી મે BBC ન્યૂઝ જોઈ. મારી દાદીનું નિધન થઈ ચૂક્યુ હતું અને હવે મારા પિતા બ્રિટનનાં કિંગ હતા. મે એક કાળી ટાઈ પહેરી અને ભારે વરસાદમાં વિમાનમાંથી નીચે ઉતર્યો. મારા પિતાએ મને ફોન કર્યો. મારા પિતાએ મને ફોન કર્યો અને કહ્યું કે, ‘મારું બાલ્મોરલમાં સ્વાગત છે પણ મેગન મારી સાથે ન હોવી જોઈએ.’’

પ્રિન્સ હેરીનાં દાદી એલિઝાબેથ દ્વિતીય, જેમનું ગયા વર્ષે નિધન થયું હતું
પ્રિન્સ હેરીનાં દાદી એલિઝાબેથ દ્વિતીય, જેમનું ગયા વર્ષે નિધન થયું હતું

માતા પ્રિન્સેસ ડાયનાના નિધનને લઈને પ્રશ્નો ઊઠ્યા
બુકમાં પ્રિન્સ હેરીએ પોતાની માતા અને દિવંગત પ્રિન્સેસ ડાયનાની કાર એક્સિડન્ટની ઘટના વિશે લખતાં તેઓએ કહ્યું કે, ‘આ ઘટના અંગે જ્યારે તપાસ ચાલી રહી હતી ત્યારે બંને ભાઈઓને આ અંગે કોઈપણ સાથે વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.’ પ્રિન્સ હેરીએ લખ્યું કે, ‘એવું માનવામાં આવ્યું હતું કે, મારી માતાની કાર જે ડ્રાઈવર ચલાવી રહ્યો હતો તેણે દારુ પીધો હતો, જેના કારણે આ ઘટના ઘટી.’

પ્રિન્સ હેરીએ નારાજગી જાહેર કરતાં લખ્યું કે, ‘આખરે તે અજાણયા લોકોને કેમ સરળતાથી છોડી દેવામાં આવ્યા કે, જે મારી માતાની કારનો પીછો કરી રહ્યા હતા? તેઓને જેલની સજા કેમ ન ફટકારવામાં આવી? કોણે તેઓને છોડ્યા અને જેણે છોડ્યા તેને જેલની સજા કેમ ના થઈ?’

પ્રિન્સ ચાર્લ્સ, જે હવે બ્રિટનનાં રાજા છે અને પ્રિન્સેસ ડાયના કે, જેઓ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા
પ્રિન્સ ચાર્લ્સ, જે હવે બ્રિટનનાં રાજા છે અને પ્રિન્સેસ ડાયના કે, જેઓ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા

નાની ઉંમરમાં જ ડ્રગ્સ લીધા, મોટી ઉંમરની મહિલા સાથે સંબંધ બાંધ્યા
હેરીએ લખ્યું કે, ‘એકવાર રજાના દિવસોમાં હું મારા એક વ્યક્તિનાં ઘરે ગયો. ત્યા મને લાઈન (કોકીન) ઓફર કરવામાં આવી. જેને પીને મને બીજાની જેમ ખુશી મહેસૂસ ન થઈ. 17 વર્ષની ઉંમરમાં હું કંઈપણ કરવા માટે તૈયાર હતો.’

પ્રિન્સ હેરીએ દાવો કર્યો હતો કે, 17 વર્ષની ઉંમરમાં એક પબની પાસે ખુલ્લા પાર્કમાં તેઓએ પોતાનાથી મોટી ઉંમરની મહિલા સાથે સંબંધ બાંધ્યા, જેને ઘોડા ખૂબ જ પસંદ હતા.

25 તાલિબાની લડવૈયાઓને મારી નાખવાનો કોઈ જ અફસોસ નથી
પ્રિન્સ હેરીનું કહેવું છે કે, ‘બ્રિટિશ આર્મીમાં કામ કરતી વખતે તેઓ કુલ 6 મિશનનાં ભાગ હતા. આ દરમિયાન તેમણે 25 તાલિબાન લડવૈયાઓને મારી નાખ્યા હતા. તેઓને તેના વિશે કોઈ શરમ કે અફસોસ નથી. બ્રિટીશ સૈન્યએ તેઓને શીખવ્યું હતું કે, લડવૈયાઓને માણસો તરીકે નહીં પણ ચેસનાં પ્યાદા તરીકે જોવું.

મેગન સાથે લગ્નની વાત કરતાં વિલિયમે માર્યો હતો
પ્રિન્સ હેરીએ ‘સ્પેયર’માં જણાવ્યું હતું કે, તેઓએ શાહી પરિવારમાં પોતાની અને અમેરિકી અભિનેત્રી મેગન મર્કલ સાથે લગ્નની વાત કરી તો તેઓ વચ્ચે તીખો ઝઘડો થઈ ગયો. પ્રિન્સ હેરીએ લખ્યું કે, ‘સૌથી પહેલા તો વિલિયમે ગુસ્સામાં રાડો નાખી પછી તે મારી પાસે આવ્યો. આ આખી ઘટના એકદમ ઝડપી બની રહી હતી કે, વિચારવાનો પણ સમય ન મળે. તેઓએ મારો કોલર પકડ્યો પછી મારો હાથ તોડી નાખ્યો અને મને જમીન પર પટકી દીધો. હું કૂતરાનાં બાઉલ પાસે પડ્યો અને તે મારી કમરની નીચે આવતા તૂટી ગયો અને તેના ટૂકડા મારા શરીરમાં ઘૂસી ગયા. મે એક ક્ષણ માટે ત્યા જ બેભાન અવસ્થામાં પડ્યો.

પ્રિન્સ હેરીએ જ્યારે પરિવારને મેગન માર્કલ સાથે લગ્ન વિશે જણાવ્યું તો મોટા ભાઈ વિલિયમને ખૂબ ગુસ્સો આવ્યો હતો
પ્રિન્સ હેરીએ જ્યારે પરિવારને મેગન માર્કલ સાથે લગ્ન વિશે જણાવ્યું તો મોટા ભાઈ વિલિયમને ખૂબ ગુસ્સો આવ્યો હતો

નાઝી પહેરવેશ પહેરાવીને ભાઈ અને ભાભીએ મજાક ઉડાવ્યું
પ્રિન્સ હેરીએ તેના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ અને ભાભી કેટ મિડલ્ટન પર નાઝી પહેરવેશ પહેરાવવાનો આક્ષેપ લાગ્યો હતો. તેઓએ જણાવ્યું કે, ‘જ્યારે તે અંદાજિત 20 વર્ષનો હતો ત્યારે એક પાર્ટીમાં જવા માટે તે પાયલોટ અને નાઝી પહેરવેશને લઈને મૂંઝવણમાં હતો. એટલા માટે તેઓએ પ્રિન્સ વિલિયમ અને તેની પત્ની કેટ મિડલસ્ટનને આ વિશે પૂછ્યુ હતું ત્યારે બંનેએ તેને નાઝી પહેરવેશ પહેરાવવા માટે કહ્યું અને તેઓનું મઝાક ઊડાવ્યુ હતું. વર્ષ 2005માં ઘટિત આ ઘટનાનો ફોટો પણ સામે આવ્યો હતો.’