તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોલે ફિલ્મનો રિયલ વીરુ:બિહારમાં પ્રેમિકા માટે પાણીની ટાંકી પર ચઢી ગયો રિયલ લાઇફ વીરુ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બિહારમાં સુપૌલમાં પ્રેમિકાને પામવા પ્રેમીએ શોલે ફિલ્મનો રીલ નહીં પણ રિયલ રોલ કર્યો છે. આ વ્યક્તિએ તે લોકપ્રિય ફિલ્મ શોલેમાં બસંતીના પ્રેમમાં જે રીતે વીરુ પાણીની ટાંકી પર ચઢીને આત્મહત્યા કરવાની વાત કરી હતી, તેવી જ રીતે ફિલ્મી અંદાજમાં એક યુવક પાણીની ટાંકી પર ચઢીને રાતે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી હાઈવોલ્ટેજ ડ્રામ કર્યો હતો.

ફાયર બિગ્રેડની ગાડી બોલાવવામાં આવી પણ યુવક નીચે ન આવ્યો
આ ઘટના મધુબનીના અંધરામથ પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં શુક્રવારે રાત્રે 8 વાગે એક યુવક, પ્રેમિકા સાથે લગ્ન કરવાની માગને લઈને પાણીની ટાંકી પર ચઢીને આત્મહત્યા કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. પ્રશાસને લગ્ન કરાવવાનું આશ્વસન આપીને નીચે ઉતરવા માટે કહ્યું. યુવક કેટલીકવાર તે છોકરીને સામે લાવવાની તો કેટલીકવાર તે છોકરીના પિતાને સામે લાવવાની વાતો કરતો રહ્યો. આ રીતે સવાર થઈ ગઈ. લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. ફાયર બિગ્રેડની ગાડી બોલાવવામાં આવી પણ યુવક નીચે ન ઉતર્યો.

માતાપિતા આ લગ્નને મંજૂરી નહોતા આપતા
​​​​​​​હકીકતમાં પ્રકાશને પોતાની જ ગામની એક છોકરીની સાથે પ્રેમ હતો. બંને પુખ્ત વયના છે, પરંતુ તેમના માતાપિતા આ લગ્નને મંજૂરી નહોતા આપતા. અગાઉ પણ પ્રકાશે હોળીના દિવસે પાણીની ટાંકી પર ચઢીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોના સમજાવ્યા બાદ તે માની ગયો હતો. તેમ છતાં જ્યારે લોકોએ તેના લગ્ન તે છોકરી સાથે ન કરાવ્યા તો તેને ગુસ્સામાં આવીને ફરી એક વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

શુક્રવારની રાત્રે તે સુપૌલ જીલ્લાના નિર્મલી અનુમંડલની હોસ્પિટલની પાસે બનેલી પાણીની ટાંકી પર ચઢી ગયો. ઉપર ચઢતા પહેલા પ્રશાંતે એક સુસાઈડ નોટ પણ લખી હતી. તે પત્ર તેને પ્રેમ પ્રસંગમાં ટાંકી પર ચઢવાનો ખુલાસો કર્યો હતો.

માહિતી મળતા જ ત્યાં પોલીસ પહોંચી ગઈ અને તેને વારંવાર નીચે ઉતરવા માટે વિનંતી કરવા લાગી પરંતુ પ્રશાંત તેની વાત પર અડગ રહ્યો જ્યાં સુધી છોકરીને ત્યાં બોલાવીને તેના લગ્ન નહીં કરાવવામાં આવે ત્યાં સુધી તે પાણીની ટાંકીથી નીચે નહીં ઉતરે. બીજી તરફ સવાર થઈ ગઈ પરંતુ તે ટાંકી પર બેસી રહ્યો. તેમજ જિલ્લા પ્રશાસને ઘણી મહેનત બાદ તેને સવારે 8 વાગે પાણીની ટાંકીથી નીચે ઉતાર્યો.