તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Read Apple Fruit Health Benefits; According To Research, Alzheimer Dementia Can Boost Memory Abilities

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફરજન પર નવું રિસર્ચ:ઓછી થતી યાદશક્તિથી બચવું હોય તો સફરજન ખાઓ, તેને છાલ સાથે ખાવાથી વધારે ફાયદો થાય છે, જ્યૂસ અસરકારક નથી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંગ્રેજીમાં એક કહેવત છે, ‘એન એપલ એ ડે કીપ્સ ડૉક્ટર અવે’ એટલે કે રોજ એક સફરજન ખાઓ છો તો ડૉક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. વૈજ્ઞાનિકોએ હાલમાં કરેલ એક રિસર્ચમાં સફરજન ખાવાના અનેક ફાયદા કહ્યા છે.

રિસર્ચ પ્રમાણે, સફરજનમાં બે એવા તત્વો હોય છે જે યાદશક્તિ ઘટતા અટકાવે છે. આ તત્વ અલ્ઝાઈમર્સ અને ડિમેશિયા જેવા રોગનું જોખમ ઘટાડે છે. આ દાવો જર્મનીના જર્મન સેન્ટર ફોર ન્યૂરોડીજનરેટિવ ડિસીઝના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

સફરજનને છાલ સાથે ખાવાથી ફાયદાકારક, જ્યુસ અસરકારક નથી
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, સફરજનની છાલમાં ક્વરસેટિન હોય છે અને હાઈડ્રોક્સીબેન્ઝોઈક એસિડ તેના પલ્પમાંથી મળે છે. આથી તેને છાલ સાથે ખાવું જોઈએ. એપલનો રસ પીવાથી કોઈ ફાયદો થતો નથી.

3 પોઇન્ટથી સમજો, સફરજન મગજ માટે કેવી રીતે ફાયદાકારક છે:

  • વૈજ્ઞાનિકોએ કહ્યું, એપલમાં ક્વરસેટિન હોય છે અને હાઈડ્રોક્સીબેન્ઝોઈક એસિડ હોય છે. તેઓ મગજના ન્યૂરોન્સને એક્ટિવ રાખે છે.
  • તેને પરિણામે મગજથી મોકલાયેલા સંદેશ શરીરના દરેક ભાગ સુધી ઇલેક્ટ્રિકલ સિગ્નલ દ્વારા પહોંચે છે અને યાદશક્તિ ઘટવાનું જોખમ ઓછું થઈ જાય છે.
  • એટલું જ નહિ, પણ આપણી શીખવાની ક્ષમતા પણ વધે છે. આ રિસર્ચ ઉંદર પર કરવામાં આવ્યું. રિસર્ચમાં ખબર પડી કે, સફરજનમાં મળતા તત્વને લીધે બ્રેનમાં વધારે ન્યૂરોન જનરેટ કર્યા અને કોશિકાઓને ડેમેજ થવાથી બચાવી શકી.

સફરજન ખાવાના પાંચ ફાયદા, રિસર્ચમાં પણ સાબિત થયા
1. હાર્ટ માટે ફાયદાકારકસફરજન ખાવાથી હૃદય રોગનું જોખમ ઓછું થઇ જાય છે.

આ દાવો 20 હજારથી વધારે લોકો પર કરવામાં આવેલા રિસર્ચ પછી કરવામાં આવ્યો છે. જર્નલ ઓફ ન્યૂટ્રિશનમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, સફરજનમાં ફાઈબર અને પોલિફિનોલ મળે છે. તે કોલેસ્ટેરોલ ઓછું કરીને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તેનાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે અને હૃદય રોગ થવાની શંકા પછી થઇ જાય છે.

2. કેન્સરનું જોખમ ઘટાડે છે
એન્ટિઓક્સીડન્ટ અને ફ્લેવોનોઈડ્સ જેવા તત્વોના કારણે સફરજનમાં એવા ઘણા ગુણ હોય છે, જે કેન્સરનું સર્જન થતાં રોકે છે. 41થી વધારે રિસર્ચના એક રિવ્યૂ પ્રમાણે, દરરોજ સફરજન ખાવાથી ફેફસાંનાં કેન્સરનું જોખમ ઘટે છે. વધારે માત્રામાં શાકભાજી અને ફળ ખાવાથી ઘણા કેન્સર જેમ કે પેટ અને કોલોનથી સુરક્ષિત રહે છે.

3. વજન ઘટાડવું છે તો સફરજન ખાઓ
વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીનું રિસર્ચ કહે છે કે, આ બીમારીને રોકી શકે છે જે આગળ વધીને મેદસ્વિતા વધારે છે. દરરોજ સફરજન ખાવાથી આંતરડામાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. તે પાચન ક્ષમતા વધારે છે અને સોજા રોકે છે. માણસને પેટ ભરેલું હોય તેવું મહેસૂસ થાય છે, તેથી મેદસ્વિતા કન્ટ્રોલ થઈ શકે છે.

4. ફેફસાંને સ્વસ્થ રાખે છે
બ્રિટનમાં થયેલાં રિસર્ચ પ્રમાણે, સફરજન તમારા ફેફસાંને સ્વસ્થ રાખે છે. એવા લોકો જે દરરોજ 5 સફરજન ખાય છે તેમનાં ફેફસાં વધારે સારી રીતે કામ કરે છે. નોટિંઘમ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સફરજન ફેફસાં અને શ્વાસ સંબંધિત બીમારીઓનું જોખમ ઘટાડે છે. તેમાં એવા પોષક તત્વ છે જે ઘણા પ્રકારે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

5. બ્રેન પાવર વધે છે
એક રિસર્ચ કહે છે કે, સફરજન તમારો બ્રેન પાવર વધારે છે. તેના વિશે એક અફવાહ છે કે જેટલું કેફિન એક કપ કોફીમાં હોય છે તેના કરતાં વધારે સફરજનમાં હોય છે, પરંતુ તે વાસ્તવિકતા નથી. તેમાં પ્રાકૃતિક સુગર હોય છે જે એનર્જી આપે છે. જો હવે તમને બપોરે કોફી પીવાનું મન થાય તો તેને બદલે એક સફરજન ખાઓ. તે વધુ ફાયદાકારક છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો