તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિદેશી ધરતી પર ફરી એકવાર ભારતીયોઓ પોતાનો પ્રભાવ વધારી દેશનું ગૌરવ વધાર્યું છે. લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ પદનું ગૌરવ કર્ણાટકની રશ્મિ સામંતને મળ્યું છે. રશ્મિ પ્રથમ એવી ભારતીય મહિલા છે જેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ બનવાનું ગૌરવ મળ્યું હોય. તે ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્થિત લિનેકેર કોલેજમાં એનર્જી સિસ્ટમમાં MSc કરી રહી છે. રશ્મિને અધ્યક્ષ પદના ઈલેક્શનમાં 3780 મતોમાંથી 1966 વોટ મળ્યા છે.
રશ્મિનો મેનિફેસ્ટો
તેના મેનિફેસ્ટો અનુસાર, રશ્મિ યુનિવર્સિટી અને કોલેજ કોન્ફરન્સમાંથી એ મૂર્તિઓ દૂર કરવા માગે છે જે સામ્રાજ્યવાદી છે. સાથે જ મેન્ટલ હેલ્થ વેલફેર માટે ફંડિગ પણ વધારવામાં માગે છે.
રશ્મિની માતાનું નામ વત્સલા અને પિતાનું નામ દિનેશ સામંત છે. રશ્મિએ મણિપાલ અને ઉડ્ડુપીથી સ્કૂલિંગ કર્યું છે. તેના પિતા બિઝનેસમેન અને માતા હાઉસવાઈફ છે. રશ્મિએ મણિપાલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીથી ગ્રેજ્યુએશન કર્યું છે. ભારત માટે વધુ ગૌરવની વાત એ છે કે વર્ષ 2021-22 માટે વિદ્યાર્થી સંધની ચૂંટણીમાં ઉપાધ્યક્ષ પદ પર પણ ભારતીય મૂળની દેવિકા અને ટ્રસ્ટીના પદે ધીતિ ગોયલની વરણી થઈ છે.
ચૂંટણી જીતવા માટે 4 પ્રાયોરિટી નક્કી કરી હતી
રશ્મિને અન્ય ત્રણ ઉમેદવારો કરતાં પણ વધારે મત મળ્યા છે. રશ્મિએ ચૂંટણી જીતવા માટે 4 પ્રાયોરિટી નક્કી કરી હતી. રિપોર્ટ પ્રમાણે કુલ 4881 વિદ્યાર્થીઓએ 36,405 મતો આપ્યા હતા. તેમાંથી રશ્મિને પ્રેસિડન્ટ પદ માટે રશ્મિને 1966 મત મળ્યા. આ આંકડો અન્ય 3 ઉમેદવારોના કુલ મત કરતાં વધારે છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.