• Gujarati News
  • Lifestyle
  • Rare Disease Causes UP Teen To Eat Hair For Years, Doctors Remove 2 Kg Lump From Stomach

ઉત્તર પ્રદેશ:માનસિક રોગથી પીડિત ટીનેજર પોતાના જ વાળ તોડીને ખાતી હતી, ડૉક્ટરે 2 કિલોનું વાળનું ગૂંચળું કાઢી જીવ બચાવ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્જરી કરતા ડૉક્ટરની ટીમને દોઢ કલાક લાગ્યો
  • અચાનક પેટમાં દુખાવો ઉપડતા આખી ઘટના ખબર પડી

ઉત્તર પ્રદેશમાં ટીનેજરની અજીબોગરીબ ટેવને લીધે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. ડૉક્ટરે સર્જરી કરીને માંડ-માંડ 17 વર્ષની છોકરીનો જીવ બચાવ્યો છે. આ છોકરીને પોતાના જ વાળ ખાવાની ટેવ હતી તેને લીધે તેને પેટમાં અસહ્ય દુખાવો રહેતો હતો. લખનૌમાં બલરામપુર હોસ્પિટલમાં ડૉક્ટરની ટીમે છોકરીના પેટમાંથી 2 કિલોનું વાળનું ગૂંચળું કાઢ્યું.

છેલ્લા બે વર્ષથી દર્દી બીમાર રહેતી હતી. તેના પરિવારે એક વાત પણ નોટિસ કરી કે, છોકરીનો હેરફોલ વધી ગયો હતો. 10 દિવસ પહેલાં તેને પેટમાં દુખાવો અને ઉલ્ટીઓ થતી હતી.

બાળપણથી માનસિક બીમારીથી પીડિત છે
બલરામપૂર હોસ્પિટલમાં અલ્ટ્રા સાઉન્ડ એક્ઝામિનેશન દરમિયાન તેના પેટમાં વાળનું ગૂંચળું દેખાયું. CT સ્કેન પછી તેના પેટમાં વાળ હોવાની વાત પાક્કી થઇ ગઈ. સર્જરી કરનારા ડૉક્ટર્સ 20 સેમી અને 2 કિલોનું વાળનું ગૂંચળું જોઈને ચોંકી ગયા હતા. આ દર્દીને બાળપણથી માનસિક બીમારી હતી જેને લઈને તે પોતાના જ વાળ ખાતી હતી. સર્જરી દોઢ કલાક સુધી ચાલુ હતી. હાલ દર્દીની તબિયત સારી છે અને તેને પેટમાં કોઈ દુખાવો થતો નથી.

આ બીમારીને લીધે દર્દીનું વજન ઘટી ગયું હતું
વાળનાં ગૂંચળાએ તેના પેટમાં જગ્યા રોકી લીધી હતી અને તેને લીધે ખોરાક પાસ થતો નહોતો. આથી તેનું વજન પણ અચાનક ઘટી ગયું હતું. આ છોકરી ટ્રાઈકોબેઝૉર નામની બીમારીથી પીડિત હતી. આ બીમારીમાં દર્દી પોતાના જ વાળ તોડીને ખાય છે.

વાળ વર્ષો સુધી પચતા નથી
ડૉક્ટરે જણાવ્યું કે, દર્દીના પેટમાં વાળના ગૂંચળાને લીધે તેની પાચનપ્રક્રિયા પર અસર થઇ હતી. વાળ એક એવી વસ્તુ છે કે વર્ષો સુધી પચતી નથી અને તે પેટમાં જગ્યા રોકવાનું શરૂ કરી લે છે. આ તકલીફનું સોલ્યુશન સર્જરી જ છે. વાળનું ગૂંચળું વધારે હોય તો દર્દીનો જીવ પણ જોખમમાં મૂકાય શકે છે.

અન્ય સમાચારો પણ છે...