બ્રિટન બાદ હવે અમેરિકામાં મંકીપૉક્સ:ટેક્સાસમાં દુર્લભ મંકીપૉક્સનો પ્રથમ દર્દી મળ્યો, વાઈરસનો આ સ્ટ્રેન નાઈજિરિયામાં જોવા મળ્યો છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દુર્લભ બીમારીનો દર્દી નાઈજિરિયાથી પરત આવ્યો હતો
  • WHOના જણાવ્યા પ્રમાણે, મંકીપૉક્સ એક જૂનોટિક વાઈરલ ડિસીઝ છે
  • વાઈરસ સંક્રમિત પશુઓમાંથી માણસોમાં પહોંચે છે

અમેરિકાના ટેક્સાસમાં દુર્લભ બીમારી મંકીપૉક્સનો દુર્લભ કેસ સામે આવ્યો છે. તેની પુષ્ટિ અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી CDCએ કરી છે. આ દુર્લભ બીમારીનો દર્દી નાઈજિરિયાથી પરત આવ્યો હતો. તે અટલાન્ટા અને જ્યોર્જિયામાં રોકાયો હતો. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે એ માલુમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સફર દરમિયાન દર્દીના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતું. આ પહેલાં જૂનમાં મંકીપૉક્સના 2 કેસ બ્રિટનમાં સામે આવ્યા હતા.

ટેક્સાસમાં મંકીપૉક્સ વાઈરસનો આ પ્રથમ કેસ છે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દર્દી ટેક્સાસથી ડેલ્લાસ લવ ફીલ્ડ એરપોર્ટ પર 9 જુલાઈએ પહોંચ્યો હતો. તેને નજદીકની એક હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યો. ત્યારે તેની સ્થિતિ સારી હતી. CDCના જણાવ્યા પ્રમાણે દર્દીમાં મંકીપૉક્સનો એ સ્ટ્રેન મળ્યો છે જે ખાસ કરીને નાઈજિરિયા સહિત પશ્ચિમ અમેરિકામાં જોવા મળે છે. મંકીપૉક્સના છેલ્લા 6 કેસોમાં પણ નાઈજિરિયાનું કનેક્શન જોવા મળ્યું હતું. આ વાઈરસ કેવી રીતે ફેલાય છે તે વૈજ્ઞાનિક સમજી શક્યા નથી.

શું છે મંકીપૉક્સ વાઈરસ
મંકીપૉક્સ એક દુર્લભ બીમારી છે તે સ્મૉલપૉક્સ સાથે મળતી આવે છે. WHOના જણાવ્યા પ્રમાણે, મંકીપૉક્સ એક જૂનોટિક વાઈરલ ડિસીઝ છે. અર્થાત વાઈરસ સંક્રમિત પશુઓમાંથી માણસોમાં પહોંચે છે. મોટા ભાગના કેસ સેન્ટ્રલ અને પશ્ચિમ આફ્રિકાના વનોમાં જોવા મળે છે. મંકીપૉક્સ વાઈરસ સંક્રમિત પશુના લોહી, પરસેવો અને લાળના સંપર્કમાં આવવા પર માણસોમાં ફેલાય છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, મંકીપૉક્સ વાઈરસ સ્મૉલપૉક્સના સમૂહ સાથે કનેક્શન ધરાવે છે.

આ લક્ષણો જણાય તો અલર્ટ થઈ જાઓ
મંકીપોક્સના લક્ષણો સ્મોલપોક્સ જેવા જ છે. ચામડી પર રેશિસ અથવા ચકામા, તાવ, માથાનો દુખથાવો, પીઠમાં દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને થાક લાગે તો અલર્ટ થઈ જવાની જરૂર છે. આ તમામ લક્ષણો મંકીપૉક્સ વાઈરસથી સંક્રમિત થયા હોવાનો ઈશારો કરે છે.

સંક્રમણના 1થી 5દિવસની અંદર ચકામા દેખાવા લાગે છે
બ્રિટનની સ્વાસ્થ્ય એજન્સી NHSનું કહેવું છે કે, સંક્રમણના 1થી 5 દિવસમાં ચામડી પર ચકામા દેખાવા લાગે છે. આ તેના પ્રારંભિક લક્ષણ છે. તેની શરૂઆત ચહેરા પરથી થાય છે. ધીરે ધીરે શરીરના અન્ય ભાગોમાં પણ આવા ચકામા થવા લાગે છે. ધીરે ધીરે આ ચકામામાં રસી ભરાઈ જાય છે.

11% સુધી રહે છે મૃત્યુનું જોખમ
WHOના જણાવ્યા પ્રમાણે, મંકીપૉક્સના કેસમાં મૃત્યુનું જોખમ 11% રહે છે. સ્મોલપોક્સથી સુરક્ષા માટે 'વેક્સિનિયા ઈમ્યુન ગ્લોબ્યુલિન' નામની રસી લેવામાં આવે છે. મંકીપૉક્સ પણ આ જ સમૂહનો હોવાથી આ જ રસી દર્દીને આપવામાં આવે છે.

1970માં પ્રથમ વખત આ વાઈરસની ઓળખ થઈ
આ વાઈરસની ઓળખ પ્રથમ વખત 1970માં ડેમોક્રેટિક રિપબ્લિક કોન્ગોમાં થઈ. ત્યારબાદ તે ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાતો ગયો. 2003માં પ્રથમ વખત અમેરિકામાં આ વાઈરસનો કેસ સામે આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...