તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક ફૂલ એસા ભી:ઇંગ્લેન્ડમાં પ્રથમવાર ‘મૂનફ્લાવર’ ખીલ્યું, દુનિયાનાં લાખો લોકો લાઈવ સ્ટ્રીમમાં તેને ખીલતા જોઈ ખુશ થઈ ગયા

7 દિવસ પહેલા

ભાગ્યે જ જોવા મળતું એમેઝોનિઅન કેકટસ એટલે કે ‘મૂનફ્લાવર’ ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ સુંદર ફૂલ પ્રથમવાર ઇંગ્લેન્ડમાં ખીલ્યું અને 2 કલાક પછી મુરઝાઈ ગયું. લાખો લોકોએ કેમ્બ્રિજ યુનિવર્સિટીના બોટનિક ગાર્ડનમાં લાઈવ સ્ટ્રીમમાં તેને ખીલતા જોયું. આ સ્ટ્રીમિંગ 12 કલાક ચાલ્યું હતું.

કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં એક્સપર્ટે આખું અઠવાડિયું રાતે ધ્યાન રાખ્યું છે જેથી તેઓ મૂનફ્લાવરને ખીલતા જોઈ શકે. મૂનફ્લાવર સામાન્ય રીતે સનસેટ પછી અને સૂર્યોદય પહેલાં ખીલવાનું શરૂ કરે છે. આ ફૂલ એક થડમાં વીંટાયેલા છોડમાં ખીલ્યું.

વ્હાઇટ કલરનું ફ્લાવર 11 ઇંચ લાંબું છે. મૂનફ્લાવર એમેઝોન જંગલમાં પાણીની આજુબાજુની જગ્યાએ ખીલે છે. ખીલ્યા બાદ તેની સ્મેલ આજુબાજુ ફેલાઈ ગઈ હતી અને 2 કલાક પછી તે મૂરઝાવા પણ લાગ્યું.

સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ પોસ્ટ કરવામાં આવ્યા જે યુઝર્સને ઘણા ગમી રહ્યા છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં એક્સપર્ટે કહ્યું કે, આ છોડનું નામ વૈજ્ઞાનિક નામ સેલેનિસેરસ વિટ્ટી છે. તે સૂર્યાસ્ત પછી ખીલવાનું શરૂ કરે છે અને સૂર્યોદય સુધીમાં પૂરું ખીલી જાય છે, ઇંગ્લેન્ડમાં શનિવારે બપોર પછી ફૂલ ખીલવાનું શરૂ થયું હતું. તેની લંબાઈ 28 સેમી હતી.

આ ફૂલ ઝાડનાં થડ પર ઉગ્યું હતું. બોટનિક ગાર્ડનનાં સુપરવાઈઝર એલેક્સ સમર્સે કહ્યું, હું બહુ એક્સાઈટેડ છુંછે. અમારા કલેક્શનમાં આ ફૂલ સામેલ થવું એ ભાગ્યે જ થતી ઘટના છે. ઇંગ્લેન્ડમાં પહેલી વખત મૂનફ્લાવર ખીલ્યું છે. નવેમ્બર મહિનામાં અમે કેકટસ છોડને તેની જાતે ઉગતા જોયો હતો. રિસર્ચર્સને લાગી રહ્યું છે કે હવે મૂનફ્લાવર દર વર્ષે ખીલશે.

દુનિયાને મૂનફ્લાવર વિશે બ્રિટિશ બોટનિકલ આર્ટિસ્ટ માર્ગરેટ મીએ જણાવ્યું હતું. તેમણે સૌપ્રથમ મૂનફ્લાવર 1964માં જોયું હતું.

દુનિયાના 2 લાખ લોકોએ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં ગાર્ડનમાં મૂનફ્લાવરને ખીલતા લાઈવ સ્ટ્રીમમાં જોયું. આતુરતાથી તેને ખીલવાની રાહ જોઈ રહેલા યુઝર્સ તે જોયા પછી ખુશ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો