તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Ranchi's 25 Year Old Archie Sen, Feeding 200 Street Dogs Daily, Also Arranges For Vaccines, Multivitamins, Collar Belts And Doctors

પશુપ્રેમી:રાંચીની 25 વર્ષીય આર્ચી સેન 200 સ્ટ્રીટ ડોગ્સને રોજ ભોજન કરાવે છે, તેમના માટે વેક્સિન, મલ્ટીવિટામિન્સ, કોલર બેલ્ટ અને ડૉક્ટરની વ્યવસ્થા કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્ચીના આ કામમાં તેના પિતા સંજીત કુમાર પણ મદદ કરે છે
  • તેણે શહેરમાં અલગ-અલગ લોકેશન પર સ્ટ્રીટ ડોગ્સ માટે 50 વોટર પોટ રાખ્યા છે

રાંચીમાં મુરહાબાદી ગ્રાઉન્ડમાં આર્ચી સેન આવે તેવા તરત જ સ્ટ્રીટ શ્વાસ તેની આજુબાજુ ગોઠવાઈ જાય છે. હાલના સમયે મોટાભાગના લોકો મહામારીને લીધે ઘરની બહાર નીકળતા નથી તેવામાં આર્ચીનું કામ વખાણલાયક છે. આર્ચીએ આ કામની શરુઆત તેના ઘરની આજુબાજુના 2-3 ડોગ્સને ખવડાવવાથી કરી હતી. એ પછી ધીરે-ધીરે શ્વાનની સંખ્યા વધી ગઈ.

હાલ તે રોજ 200 ડોગ્સને ભોજન કરાવે છે. આર્ચીએ આ ડોગ્સ માટે વેક્સિનેશનની પૂરી વ્યવસ્થા કરી છે. આર્ચીના આ કામમાં તેના પિતા સંજીત કુમાર પણ મદદ કરે છે. તેઓ નિવૃત્ત મેકેનિકલ એન્જિનિયર છે.25 વર્ષીય આર્ચીને પ્રાણીઓથી વધારે પ્રેમ છે. તેણે શહેરમાં અલગ-અલગ લોકેશન પર સ્ટ્રીટ ડોગ્સ માટે 50 વોટર પોટ રાખ્યા છે. 150 ડોગ્સની સુરક્ષા માટે તેમને કોલર બેલ્ટ્સ પણ પહેરાવ્યા છે.

આર્ચીએ કહ્યું, લોકડાઉન દરમિયાન જ્યારે સ્ટ્રીટ ડોગ્સ ઘરમાંથી ફેંકેલા ભોજન પર નિર્ભર હતા, ત્યારે મેં તેમને ઘરનું બનાવેલું ભોજન કરાવવાની જવાબદારી લીધી. આર્ચીએ સૌપ્રથમ મોરહાબાદી ગ્રાઉન્ડમાં રસ્તા પર રખડતા ડોગ્સને ચાર પેકેટ બિસ્કિટ ખવડાવ્યા. બીજે દિવસે તેણે ફરીથી બિસ્કિટ ખવડાવ્યા. થોડા દિવસ પછી આર્ચીને લાગ્યું કે આ ડોગ્સને માત્ર બિસ્કિટ જ નહીં પણ ભરપૂર ભોજનની જરૂર છે. આર્ચી આ તમામ ડોગ્સ માટે ભોજન, વેક્સિન, મલ્ટીવિટામિન્સ, કોલર બેલ્ટ અને જરૂર પડે ત્યારે ડૉક્ટરની વ્યવસ્થા પણ કરે છે.