આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 5 વર્ષ ડેટિંગ કર્યા પછી આખરે બંનેએ 14 એપ્રિલે સાત ફેરા લઈ લીધા. આ લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા હતા. તેમજ કપલના આઉટફિટ અને જ્વેલરી પણ ટ્રેડિશનલ લુકથી અલગ હતા. આલિયાએ સબ્યસાચીની ડિઝાઈન કરવામાં આવેલી જ્વેલરી પહેરી હતી.
1 કરોડ રૂપિયાથી વધુની જ્વેલરી
આલિયાએ અનકટ ડાયમંડ જ્વેલરી પહેરી હતી. તેમાં હેન્ડ સ્ટ્રંગ પર્લ્સ પણ હતા. જ્વેલરી ડિઝાઈનર નવનીત કૌરે જણાવ્યું કે, આ કુંદન પોલકા સેટ છે. આ અનકટ ડાયમંડ કહેવાય છે. આ એક લક્ઝરી જ્વેલરી હોય છે. તેને તૈયાર કરવામાં 3થી 6 મહિનાનો સમય લાગે છે. તેનું નકશી કામ 24 કેરેટ ગોલ્ડનું છે. તેનો લુક ઘણો રોયલ હોય છે સાથે જ તેનાથી શરીરને ઠંડક મળે છે. તેની કિંમત 1 કરોડથી વધુ હોય છે. તેમજ નાના કુંદન પોલકા સેટ 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
કલીરા પણ બધા કરતા અલગ
આલિયાએ પોતાના લગ્નમાં ટ્રેડિશનલ દુલ્હનના લુકને બદલી નાખ્યો હતો. તેમના લગ્ન પંજાબી રીત-રિવાજથી થયા. પંજાબી કલ્ચરમાં કલીરા ઘણા લાંબા પહેરવામાં આવે છે, પરંતુ આલિયાના કલીરા ઘણા નાના અને હળવા વજનના હતા.
મંગળસૂત્ર પર 8 નંબર દેખાયો
આલિયાએ પોતાની જ્વેલરી સાથે મેચિંગનું મંગળસૂત્ર પહેર્યું હતું. આ ગોલ્ડ ચેનમાં કેટલાક કાળા મોતી હતા અને એક પેન્ડેન્ટ હતું જેમાં નાના ડાયમંડ લગાવવામાં આવ્યા હતા. આ પેન્ડેન્ટ પર 8 નંબર દેખાઈ રહ્યો હતો. હકીકતમાં રણબીર કપૂર 8 નંબરને પોતાનો લકી નંબર માને છે. તેમજ તેની માતા નીતુ કપૂરનો લકી નંબર પણ 8 છે.
આલિયા જ નહીં આ એક્ટ્રેસિસે પણ પહેરી અનકટ જ્વેલરી
બોલિવૂડમાં માત્ર આલિયા જ નહીં, બાકીની એક્ટ્રેસ પણ પોતાના લગ્નમાં કુંદન પોલકા સેટ એટલે કે અનકટ ડાયમંડની જ્વેલરી પહેરી ચૂકી છે. તેમાં એશ્વર્યા રાય, મૌની રોય, અનુષ્કા શર્મા, ગીતા બસરા જેવી ઘણી હીરોઈન સામેલ છે.
આલિયા જેવી જ્વેલરી 1500 રૂપિયામાં
દિલ્હીના સદર બજારમાં આર્ટિફિશિયલ જ્વેલરીનું કામ કરનાર રાજુએ જણાવ્યું કે નકલી કુંદન પોલકા સેટ ભાડા પર 1500થી 3000 રૂપિયામાં મળે છે. તેમજ જો તેને તોઈ ખરીદવા માગે છે તો આખો સેટ 4થી 5 હજારમાં મળી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.