તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Rajma Will Control Blood Sugar, Gram Deficiency Will Complete Protein Deficiency And If You Want To Control Weight, Eat Lentils.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોજનમાં દાળ કેમ જરૂરી:રાજમા બ્લડ સુગર કન્ટ્રોલ કરશે, ચણાથી પ્રોટીનની અછત પૂરી થશે અને વજન કન્ટ્રોલ કરવા મસુરની દાળ ખાઓ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાળને હંમેશાં પ્રોટીનનો એક સારો સોર્સ માનવામાં આવ્યો છે, પરંતુ તેમાં ઘણા એવા પોષક તત્વો છે જે બીમારીઓથી દૂર રાખે છે. ભોજનમાં દાળની વેરાયટી વધારવામાં આવે તો દિલની બિમારી અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવાની સાથે વજન કન્ટ્રોલ પણ કરી શકાય છે. જાણો કઈ દાળ ભોજનમાં સામેલ કરવી જોઈએ...

રાજમા: વજન ઘટાડવાની સાથે બ્લડ સુગર કન્ટ્રોલ કરવા ઇચ્છો છો તો રાજમા ડાયટમાં સામેલ કરી શકો છો. તેમાં એન્ટિઓક્સિડન્ટ, ફાઈબર ઉપરાંત ઘણા પ્રકારના વિટામિન પણ હોય છે. રાજમા કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરીને હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે.

મગની દાળ: તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પૂરતી માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે. મગની દાળમાં ફેટ ઓછી અને પ્રોટીન વધારે હોય છે. આ દાળ તે લોકો માટે વધારે ફાયદાકારક છે જેને ઇમ્યુનિટી એટલે કે રોગ સામે લડવાની શક્તિ ઘણી ઓછી છે.

મસૂરની દાળ: આ હાડકા અને દાંત મજબૂત બનાવે છે કારણકે તેમાં વધારે કેલ્શિયમ હોય છે. તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે. પ્રોટીન ઉપરાંત ફાઈબર હોવાને લીધે પેટ માટે ફાયદાકારક છે. આ દાળમાં ફેટ ઓછી હોય છે આથી વેટ લોસ માટે સારો વિકલ્પ છે.

અડદની દાળ: આ દાળ મહિલાઓએ ચોક્કસ ખાવી જોઈએ કારણકે તે પ્રોટીન, આયર્ન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ અને પોટેશિયમની અછત પૂરી કરે છે. ફાઈબર હોવાને લીધે તે પાચન સારું બનાવે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ હાર્ટ માટે ફાયદાકરક છે. આયર્ન તમને એનર્જેટિક રાખે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો