અમેરિકા:રસ્તા પર થવા લાગ્યો રૂપિયાનો 'વરસાદ', લોકોએ કાર રોકીને રૂપિયા લૂંટ્યા

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રકમાં રાખવામાં આવેલી બેગ ખુલી ગઇ. ત્યારબાદ સાઉથ કૈલિફોર્નિયાના કાર્લ્સબૈડમાં રસ્તા પર નોટનો વરસાદ થવા માંડ્યો. - Divya Bhaskar
ટ્રકમાં રાખવામાં આવેલી બેગ ખુલી ગઇ. ત્યારબાદ સાઉથ કૈલિફોર્નિયાના કાર્લ્સબૈડમાં રસ્તા પર નોટનો વરસાદ થવા માંડ્યો.
  • અધિકારીઓએ જણાવ્યું કે ટ્રકનો એક ગેટ અચાનક ખૂલી ગયો, જેના કારણે રોકડ ભરેલી બેગ બહાર પડી ગઈ
  • ટ્રકમાં રાખવામાં આવેલી બેગ ખુલી જતા રસ્તામાં પૈસાનો વરસાદ થયો

ઘણી વખત એવી ઘટનાઓ બને છે, જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. કંઈક આવું જ તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં થઈ છે. અહીં કાર્લ્સબેડ રસ્તા પર જઈ રહેલા લોકો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે રસ્તા પર નોટોનો વરસાદ થવા લાગ્યો. આ સાંભળીને તમને નવાઈ લાગી હશે પરંતુ હકીકતમાં સાઉથ કેલિફોર્નિયાના રસ્તા પર આવો નજારો જોવા મળ્યો છે.

રસ્તા પર નોટોનો વરસાદ
એક ટ્રકમાં બંધ કરવામાં આવેલી નોટો રસ્તા પર પડતી હતી. પછી શું હતુ. આખા હાઈવે પર ચક્કાજામ થયો. લોકો કાર ઉભી રાખી રાખીને નોટ લૂંટી રહ્યાં હતા. કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવી લીધો. જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ, આ ઘટના સવારે 9:15 વાગ્યે ઘટી હતી. જ્યારે એક ટ્રક સૈન ડિએગોથી ફેડરલ ડિપોઝીટ ઈન્શ્યોરન્સ કોર્પના એક ઓફિસ તરફ જતી હતી. ટ્રકમાં રાખવામાં આવેલી બેગ ખુલી ગઇ. ત્યારબાદ સાઉથ કૈલિફોર્નિયાના કાર્લ્સબૈડમાં રસ્તા પર નોટનો વરસાદ થવા માંડ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણી નોટ નીચે પડી છે. લોકો પોતાની ગાડીઓ સાઈડમાં ઊભી રાખી અને હાઈવે પર ઉતરીને આ નોટ લેવા માંડ્યા.

જેને પણ આ નજારો જોયો તે આશ્ચચકિત થઈ ગયો
ડેમી બેગબી નામની બોડી બિલ્ડરે આ ઘટનાનો વીડિયો શૂટ કર્યો છે અને તેને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જ્યાં અનેક વાહનો થંભી ગયા છે અને રોકડ રસ્તાઓ પર પડી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોતે તેના હાથમાં નોટો પકડી છે. તેના હાથમાં રોકડ સાથે કહે છે, “મેં અત્યાર સુધી જોયેલી આ સૌથી અદ્ભુત વસ્તુ છે. દરેક વ્યક્તિ રસ્તા પરથી રોકડ ઉપાડવા માટે પોતાની કાર રોકી રહી છે.

રોકડથી ભરેલી બેગ બહાર પડી ગઇ હતી
આ ઘટના અંગે વાતચીત કરતા સાર્જન્ટ કર્ટીસ માર્ટીને કહ્યું, કારનો એક દરવાજો ખુલ્યો અને રોકડા રૂપિયાથી ભરેલી બેગ બહાર પડી ગઇ. ઘટનાસ્થળ પરથી બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સાર્જન્ટ માર્ટીને ચેતવણી આપી કે જેણે પણ ત્યાંથી પૈસા ઉપાડ્યા છે, તે પાછા આપી દે નહીંતર તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાસ્થળે ઉપસ્થિત રહેલા લોકો દ્વારા બનાવવામાં આવેલા વીડિયોનો ઉલ્લેખ કરીને સાર્જન્ટ માર્ટીને કહ્યું કે સીએચપી અને એફબીઆઈ મામલાની તપાસ કરી રહ્યાં છે. ઘટનાના બે કલાક બાદ કેલિફોર્નિયા હાઈવેને ફરીથી ખોલી દેવામાં આવ્યો.

ઘણા લોકોએ અધિકારીઓને રોકડ પરત કરી હતી
જો કે અધિકારીઓએ લોકોને રોકડ પરત કરવાની અપીલ કરી છે. સાન ડિએગો ટ્રિબ્યુન અનુસાર, તેમણે જણાવ્યું નથી કે આ ઘટનામાં કેટલી રકમનું નુકસાન થયું છે. શુક્રવારે બપોર સુધીમાં ઘણા લોકોએ શેરીઓમાંથી ઉપાડેલી રોકડ કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ (CHP) ને પરત કરી દીધી હતી. તેમણે કહ્યું કે લોકોએ મોટી માત્રામાં રોકડ ઉપાડી હતી અને તેઓ તેને પરત પણ કરી રહ્યા છે.