• Gujarati News
  • Lifestyle
  • Questions On Women's Organ Display Under The Pretext Of Advertising, Learn All About Undergarments

સ્પોર્ટ્સ બ્રા પર વિવાદ:જાહેરાતના બહાને મહિલાઓના અંગ પ્રદર્શન પર સવાલ, જાણો અન્ડરગાર્મેન્ટ્સની તમામ વાતો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલાં અન્ડરગાર્મેન્ટ્સ બનાવતી કંપનીએ સ્પોર્ટ્સ બ્રા અભિયાનને પરત લેવું પડ્યું હતું. આ અભિયાનમાં મહિલાઓનાં શરીરના ઉપરના ભાગને ખરાબ રીતે દેખાડવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં સ્પોર્ટ્સ બ્રા બનાવતી એડિડાસ કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમે માનીએ છીએ કે મહિલાઓને બ્રેસ્ટ શેપ અને સાઈઝ પ્રમાણે કમ્ફર્ટ જરૂરી છે. તેથી જ અમારી નવી સ્પોર્ટ્સ બ્રા રેન્જમાં બ્રાની 43 સ્ટાઈલની બ્રા છે જેથી દરેક વ્યક્તિને અનુકૂળ બ્રા મળી શકે.

બ્રાની નવી રેન્જના પ્રચાર અભિયાન માટે બનાવવામાં આવેલા પોસ્ટરોમાં મહિલાઓના શરીરના ઉપરનાં ભાગોને કપડાં વગરનાં દેખાડવામાં આવ્યા હતા. જે ત્રણ પોસ્ટર ચર્ચાનો વિષય બન્યા હતા. એક પોસ્ટરમાં લગભગ 20 મહિલાઓનાં શરીર બતાવવામાં આવ્યા હતા. અન્ય બે પોસ્ટરમાં પણ 60થી વધુ નેકેડ બોડી દર્શાવવામાં આવ્યા છે.

યુકેની એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટી(ASA) દ્વારા આ પોસ્ટરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પોસ્ટરને લઈને ASA પાસે લગભગ 24 ફરિયાદો આવી હતી. આ ફરિયાદોમાં કહેવામાં આવ્યું છે કે આ જાહેરાતોમાં બિનજરૂરી રીતે નગ્નતા દેખાડવામાં આવી છે. આ સાથે મહિલાને શરીરના અમુક ભાગો સુધી સીમિત કરીને એક વસ્તુ તરીકે રજૂ કરવામાં આવી હતી.

આ અંગે સ્પોર્ટ્સ બ્રા કંપનીએ કહ્યું હતું કે, પોસ્ટરમાં જે તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં મહિલાઓની ઓળખ છુપાવવા માટે તેમના ચહેરાને હટાવી દેવામાં આવ્યા છે. જાહેરખબર પર પ્રતિબંધ મૂકવા પાછળ ASAની દલીલ એ હતી કે, આ રીતે મહિલાઓનું પ્રદર્શન કામુક છે કે નહીં તે અમે ધ્યાનમાં લીધું નથી પરંતુ મહિલાઓના બ્રેસ્ટ દેખાડવાને નગ્નતા ગણવામાં આવશે.

બ્રેજિયરથી બ્રા સુધીની કહાની
એક સ્ટડી અનુસાર, વર્ષ 1900માં કોર્સેટ સાથે સાથે બ્રાની પણ જરૂરિયાત અનુભવાઈ હતી. મહિલાઓના બ્રેસ્ટને ટેકો આપવો જરૂરી માનવામાં આવતો હતો. આ પછી ચોળીના આકારમાં એક નાની સાઇઝનું બ્રેજિયર બનાવવામાં આવ્યું હતું. પરંતુ 1920 પછી તેનું ટૂંકું નામ બ્રા લોકપ્રિય બન્યું હતું. એક સર્વે પરથી ખબર પડી હતી કે, 42% લોકોએ કહ્યું કે તેઓ બ્રા ખરીદતી વખતે બે બાબતોનું ખાસ ધ્યાન રાખે છે - ફિટિંગ અને કમ્ફર્ટ.

ખોટી સાઈઝની બ્રા પહેરવાથી થાય છે અનેક તકલીફ
ધ હોંગકોંગ પોલીટેકનિક યુનિવર્સિટીના સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ટાઈટ બ્રાની સ્ટ્રેપને કારણે માથાના દુખાવાની સમસ્યા પણ જોવા મળી છે. તે નર્વ ડેમેજનું કારણ પણ બને છે.

2012માં યોજાયેલી લંડન મેરેથોનમાં બ્રેસ્ટ સપોર્ટ અને સ્પોર્ટ્સ બ્રાને લઈને એક તપાસ કરવામાં આવી હતી. મહિલા દોડવીરો પર કરવામાં આવેલા આ અભ્યાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. 91% મહિલા દોડવીરોએ સખત શારીરિક પ્રવૃત્તિ દરમિયાન સ્પોર્ટ્સ બ્રા પહેરવાનું સ્વીકાર્યું હતું. તેમાંથી 86% લોકોએ સ્પોર્ટ્સ બ્રાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી.

મનસ્થલી વેલનેસ ક્લિનિકના ફાઉન્ડર ડો, જ્યોતિ કપૂરના જણાવ્યા અનુસાર, 'મને નથી લાગતું કે મહિલાઓ કે પુરુષોના ઇનરવેરની જાહેરાતમાં શરીરને ખરાબ રીતે દેખાડવામાં આવ્યું છે. પ્રોડ્કટને લઈને કહ્યું હતું કે, પ્રોડક્ટનો ઉપયોગ જણાવવો જરૂરી છે. જો જાહેરાત સાવધાની સાથે કરવામાં આવે તો તે કદરૂપી લાગતી નથી."

ડો. જ્યોતિ વધુમાં કહે છે કે, ખુબસુરત હોવાનાં કારણે મહિલાઓ લોકોનું ધ્યાન આસાનીથી ખેંચી લે છે. મહિલાઓને કારણે ફ્રિજ, ટીવીની જાહેરાત પણ વધુ આકર્ષક લાગે છે તેથી જાહેરાતમાં પુરુષ મોડેલ કે મહિલા મોડેલ હોવું ખોટું નથી.

લંડન મેરેથોનમાં હાથ ધરાયેલા અભ્યાસમાં, મહિલા દોડવીરોએ સ્વીકાર્યું કે લાર્જર બ્રેસ્ટ (ડી-કપ) દોડવીરોને શારીરિક પ્રવૃત્તિ દરમિયાન સ્પોર્ટ્સ બ્રા પહેરવાનું મહત્વનું લાગ્યું હતું. આ અભ્યાસમાં સામેલ લગભગ 33% ખેલાડીઓએ સ્વીકાર્યું કે તેઓ તાલીમ દરમિયાન બ્રા પહેરતા નથી.
લંડન મેરેથોનમાં હાથ ધરાયેલા અભ્યાસમાં, મહિલા દોડવીરોએ સ્વીકાર્યું કે લાર્જર બ્રેસ્ટ (ડી-કપ) દોડવીરોને શારીરિક પ્રવૃત્તિ દરમિયાન સ્પોર્ટ્સ બ્રા પહેરવાનું મહત્વનું લાગ્યું હતું. આ અભ્યાસમાં સામેલ લગભગ 33% ખેલાડીઓએ સ્વીકાર્યું કે તેઓ તાલીમ દરમિયાન બ્રા પહેરતા નથી.

જ્યાં સુધી મહિલાઓને વસ્તુ દેખાડવાનો સવાલ છે ત્યારે તેનો સંપૂર્ણ દોષ જાહેરાતને ના આપી શકાય. આ પાછળ સમાજનો દ્રષ્ટિકોણ પણ હોય છે. મહિલાઓ વિશે વિચારવામાં આવે તો તેના સ્વરૂપને જોવાનો નજરીયો ઘરથી જ શરૂ થાય છે. ઘરમાંથી જ સુધારો કરવાની જરૂરત છે.

લંડન મેરેથોનમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, મહિલા દોડવીરોએ સ્વીકાર્યું હતું કે, લાર્જર બ્રેસ્ટ (ડી કપ)ના દોડવીરોને સ્પોર્ટ્સ બ્રા પહેરવી યોગ્ય લાગી હતી.