તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમ માટે પૈસા જ બધુ નથી:આવક અને પૈસા પર ફોકસ રાખતા લોકોનાં જીવનમાં પ્રેમની ઊણપ રહી જાય છે, તેઓ સંબંધો મજબૂત કરવામાં સફળ થતાં નથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિશિગન અને ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધકોએ મળીને 434 લોકો પર રિસર્ચ કર્યું
  • સંશોધકોનું માનવું છે કે લોકો પૈસા કમાવવા પર વધારે ફોકસ કરતા હોવાથી પાર્ટનરની જરૂરિયાતો પર ધ્યાન નથી આપી શકતા

પ્રેમથી નિભાવવામાં આવતાં સંબંધો તૂટવાનું એક કારણ પૈસા હોઈ શકે છે પરંતુ આ વિશે થયેલાં એક નવાં રિસર્ચમાં તેનું એક અલગ જ તારણ જોવા મળી રહ્યું છે. નવાં રિસર્ચ પ્રમાણે પોતાની કમાણી અને પૈસા પર ફોકસ રાખતાં લોકો સંબંધો ટકાવી રાખવામાં સફળ થતાં નથી. આવા લોકો પોતાના પાર્ટનર સાથે વધુ મજબૂત સંબંધ નથી બનાવી શકતા. છેવટે બંને અલગ રસ્તે જાય છે. આ રિસર્ચ મિશિગન અને ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધકોએ મળીને કર્યું છે.

રિસર્ચ

  • સંશોધકોએ રિસર્ચમાં પરીણિત, રિલેશનશિપમાં અથવા લાંબા સમયથી પાર્ટનર હોય તેવાં 434 લોકોને સામેલ કર્યા. તેમની સાથે વાતચીત કરી એ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે પાર્ટનર સાથે કેટલી વખત તેમની મગજમારી થાય છે અથવા પાર્ટનર સાથે કઈ બાબતે તેઓ સંમત થતા નથી.
  • આ સિવાય રિસર્ચમાં સામેલ લોકોને ફાઈનાન્શિયલ સક્સેસનો ઉલ્લેખ ધરાવતા આર્ટિકલ વાંચવા માટે કહેવામાં આવ્યું. અથવા એવા આર્ટિકલ વાંચવા અપાયા જેમાં ફાઈનાન્શિયલ સક્સેસની ક્વોલિટી ઓફ લાઈફ પર અસર ન પડે.
  • સંશોધકોએ પાર્ટનર વચ્ચે થયેલા તર્ક વિતર્ક અને પૈસા વચ્ચે કનેક્શન મળ્યું. સંશોધકોનું માનવું છે કે લોકો પૈસા કમાવવા પર વધારે ફોકસ કરતા હોવાથી પાર્ટનરની જરૂરિયાતો પર ધ્યાન નથી આપી શકતા. આ કારણ જ પાર્ટનરને અલગ કરે છે.
  • મિશિગનના અસિસ્ટન્ટ પ્રોફેસર અને સાયકોલોજિસ્ટ દેબોરાહ ઈ વાર્ડનું કહેવું છે કે, આવું ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ ફાઈનાન્શિયલ સક્સેસને જ પોતાની પ્રાથમિકતા બનાવી લે છે.

ડાયરીમાં લખેલા જવાબોથી સબંધો સમજાયા
રિસર્ચમાં સામેલ 434 લોકોમાંથી 74% લોકોને ડાયરી આપવામાં આવી. 6 અઠવાડિયાંમાં આ ડાયરી ભરવા માટે કહેવામાં આવ્યું. આ ડાયરીમાં કેટલાક સવાલોના જવાબ લખવાના હતા. રિસર્ચમાં સામે આવ્યું કે જ્યારે એક પાર્ટનરમાં પૈસા કમાવાની વધારે ઈચ્છા જોવામાં આવી ત્યારે તેમના પાર્ટનરે તેમને દિલથી સપોર્ટ ન કર્યો.

અન્ય સમાચારો પણ છે...