તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંસક ગેમ:પાકિસ્તાનમાં પબજી ગેમનો સીન રિક્રિયેટ કરવાની લાયમાં યુવકે બે ફેમિલી મેમ્બર પર ગોળી ચલાવી મોતને ઘાટ ઉતાર્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પબજી ગેમની ખરાબ અસર ઘણા લોકો પર થઈ છે, ઘણા લોકોએ આત્મહત્યા કરી તો ઘણાએ બીજાના જીવ લીધા. પાકિસ્તાનમાં લાહોર શહેરમાં શોકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આરોપી આખો દિવસ ગેમ રમ્યા કરતો હતો અને ગેમનો સીન રિક્રિયેટ કરવાની લાયમાં તેણે બે ફેમિલી મેમ્બર પર ગોળી ચલાવી દીધી.

ઘરના ઝઘડામાં તે હિંસક બની ગયો અને ઓપન ફાયરિંગ શરુ કર્યું. આ ફાયરિંગમાં તેની ભાભી અને મિત્રનું મોત થયું, જ્યારે તેની માતા, બહેન અને ભાઈ ઘવાયા છે. આરોપી ક્યાંકથી પિસ્તોલ લઇ આવ્યો હતો અને ગેમમાં જેમ દુશ્મનોને મારે છે એમ ફેમિલી પર ફાયરિંગ કર્યું હતું.

હાથમાં પિસ્તોલ લઈને ફરતો જોઈને આજુબાજુના લોકો ગભરાઈ ગયા હતા અને તેને પોલીસને હવાલે કર્યો. પોલીસે કહ્યું, ઓનલાઈન ગેમ પબજી લોકોમાં ઘણી ફેમસ છે. ફેમિલી મેમ્બરે તેમના છોકરાઓનું ધ્યાન રાખવું જોઈએ. પબજી ગેમના બંધાણી થતા અટકાવવા જોઈએ. આરોપીએ ગેમનો સીન રિક્રિયેટ કર્યો હતો. ક્યાંકથી પિસ્તોલ ખરીદીને ઓપનલી ફાયરિંગ કર્યું હતું.

ભારતમાં તો પબજી ગેમ પર હાલ પ્રતિબંધ છે, પણ શરુઆતના દિવસોમાં અનેક લોકોએ ગેમને લીધે જીવ ગુમાવ્યા છે. ગેમને લીધે યુવકો વધારે અગ્રેસિવ અને વાયોલન્ટ બની ગયા. ઘરેથી પબજી ગેમની ના પાડતાં લોકોએ આત્મહત્યા પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો