• Gujarati News
  • Lifestyle
  • Provides Sanitary Pads To Women In Public Toilets At Irfa, Naushera, Srinagar, From His Own Savings

પ્રેરણા:શ્રીનગરના નૌશેરાની ઈરફાના સાર્વજનિક શૌચાલયોમાં મહિલાઓને સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવે છે, પોતાની બચતમાંથી આ કામ કરે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તે જરૂરિયાતમંદ મહિલાઓને સેનિટરી પેડ આપે છે અને જાહેર શૌચાલયમાં પણ તેને ઉપલબ્ધ કરાવે છે
  • ઈરફાના એક બાસ્કેટમાં સેનિટરી પેડ અને અન્ય વસ્તુઓની સાથે બેબી ડાયપર પણ રાખે છે

ઈરફાના શ્રીનગરના નૌશેરામાં રહે છે. તે જરૂરિયાતમંદ મહિલાઓને સેનિટરી પેડ આપે છે અને જાહેર શૌચાલયમાં પણ તેને ઉપલબ્ધ કરાવે છે. 2013માં જ્યારે તેના પિતાનું નિધન થઈ ગયું હતું ત્યારે તેને મહિલાઓને મેન્સ્ટ્રુઅલ હાઈજીનનું મહત્ત્વ સમજાવવા માટે આ કામની શરૂઆત કરી. તે પોતાની બચતમાંથી સેનિટરી પેડ ખરીદે છે. ઈરફાના જણાવે છે કે- દરેક ઘરે જઈને સેનિટરી પેડનું વિતરણ કરવું મુશ્કેલ છે. તેથી હું પેડ, હેન્ડ વોશ અને સેનિટાઈઝર જેવી જરૂરી વસ્તુઓ જાહેર શૌચાલયમાં ઉપલબ્ધ કરાવું છું. ઈરફાના શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે.

ઈરફાનાએ જણાવ્યું કે, તે પોતાની નોકરીમાંથી દર મહિને 5000ની બચત કરીને આ કામ કરે છે. તે આ કામ રજાના દિવસે અને રવિવારે પણ કરે છે. ઈરફાના એક બાસ્કેટમાં સેનિટરી પેડ અને અન્ય વસ્તુઓની સાથે બેબી ડાયપર પણ રાખે છે. તેને આ કિટને 'ઈવા સેફ્ટી ડોર' નામ આપ્યું છે જેને તે શ્રીનગરની લગભગ 15 શૌચાલયમાં આપી ચૂકી છે. પોતાના પ્રયાસોથી તે અન્ય પબ્લિક વોશરૂમમાં પણ તેને ઉપલબ્ધ કરાવવા માગે છે. લોકડાઉન દરમિયાન જ્યારે સાર્વજનિક શૌચાલયો બંધ હતા ત્યારે ઈરફાનાએ શહેરની મહિલાઓને ફ્રીમાં સેનેટરી કિટનું વિતરણ કર્યું હતું. ઈરફાના દ્વારા શ્રીનગરની ગરીબ મહિલાઓ માટે કરવામાં આવેલા કામની પ્રશંસા થઈ રહી છે.