તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Protein Protein Is Better Than Non Veg, It Reduces The Risk Of Death By 24%; Know How To Complete Protein Deficiency

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોટીનનો ફંડા:નોનવેજ કરતાં શાકભાજીમાંથી મળતું પ્રોટીન બેસ્ટ છે, તેનાથી મૃત્યુનું જોખમ 24% ઘટે છે, જાણો પ્રોટીનની ઉણપ કેવી રીતે પૂરી કરશો?

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે પ્રોટીનની ઉણપ પૂરી કરવા નોન-વેજ ખાઓ છો તો અલર્ટ થવાની જરૂર છે. નવા રિસર્ચ પ્રમાણે, નોનવેજની જગ્યાએ શાકભાજીથી પ્રોટીન(પ્લાન્ટ પ્રોટીન)ની ઉણપ પૂરી કરીએ તો મૃત્યુનું જોખમ 24% ઓછું થઈ જાય છે.

આ સમજવા માટે 50 વર્ષથી વધારે ઉંમરના 4 લાખ લોકો પર 16 વર્ષ સુધી સ્ટડી કરવામાં આવી. સંશોધકો પ્રમાણે, જો 1000 કેલરી પ્લાન્ટમાં પ્રોટીનની 10 ગ્રામ માત્રા છે તો મૃત્યુનું જોખમ 12% સુધી ઓછું થાય છે. પ્લાન્ટ પ્રોટીનનું પ્રમાણ ડાયટમાં વધારીને તેના ફાયદાને વધારી શકાય છે.

રિસર્ચ કરનારા અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માંસપેશીઓની મજબૂતાઈ અને તાકાત માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. પ્રોટીનના સોર્સથી ખબર પડે છે કે માણસની ઉંમર કટલી વધારે હશે. જે લોકો પ્રોટીનની ઉણપ પૂરી કરે છે તેમને મૃત્યુનું જોખમ 13થી 24% સુધી ઓછું હોય છે.

રોજ કેટલું પ્રોટીન જરૂરી?
સ્વાસ્થ્ય અને પોષણ ક્ષેત્રમાં કામ કરતા ડૉ. નંદન જોશી કહે છે કે, શારીરિક રૂપે સક્રિય ના રહેવું અને શરીરમાં ઓછા પ્રોટીનને લીધે યુવાનોમાં માંસપેશીઓ નબળી થઇ રહી છે. 30 વર્ષની ઉંમરે તેમાં તકલીફ થવાનું શરુ થઇ જાય છે. દર 10 વર્ષમાં 3-5% માંસપેશીઓ ડેમેજ થઈ જાય છે. રોજ કસરત અને પ્રોટીન તેને રિપેર કરવાનું કામ કરે છે અને એક્ટિવ રાખે છે. કોઈ પણ વ્યક્તિએ તેના વજન પ્રમાણે પ્રોટીન લેવું જોઈએ. તમારું વજન 60 કિલો છે તો રોજ 60 ગ્રામ પ્રોટીન ડાયટમાં લેવું જોઈએ.

પ્રોટીનની અછત કેવી રીતે પૂરી કરશો? ડાયટિશિયન અને ક્લિનિકલ ન્યૂટ્રીશનિસ્ટ ડૉ. નીતિશા શર્માએ કહ્યું કે, શાકાહારીઓ માટે દૂધ, શાકભાજી, મગફળી, નટ્સ અને દાળ બેસ્ટ ઓપ્શન છે. એક જ જગ્યાએ દિવસભર વધારે સમય પસાર કરવો, શરીર સક્રિય ન રાખવું અને પ્રોટીનનું ઘટતું સ્તર માંસપેશીઓને નબળું કરી રહ્યું છે. બાળપણથી લઇને વૃદ્ધાવસ્થા સુધી પ્રોટીન જરૂરી છે.

વર્ષોથી વૈજ્ઞાનિક, વેજિટેરિયન ડાયટને મહત્ત્વ આપી રહ્યા છે. તેમના પ્રમાણે માત્ર પ્રોટીન જ નહિ પણ અન્ય ઘણા પોષકતત્વોની અછત શાકાહારી ભોજનથી પૂરી કરી શકાય છે. શાકાહારી કેમ સારું છે જાણો...

4 કારણ:
1. વાઈરલ ડિસીઝનું જોખમ ઓછું થઈ જાય છે

2013માં આઈ યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ કહે છે કે, દુનિયાભરમાં 90%થી વધારે માંસ ફેક્ટરી ફાર્મામાંથી આવે છે. આ ફાર્મમાં પ્રાણીઓને જેમ-તેમ ભરીને રાખવામાં આવે છે અને સાફ-સફાઈનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. તેને લીધે વાઈરલ ડિસીઝ ફેલાવાનું જોખમ વધી જાય છે. હાલમાં ગુજરાતમાં ફેલાયેલો વાઈરલ રોગ કાંગો ફીવરમાં પણ સંક્રમણ પ્રાણીઓથી માણસને જોખમ હોવાનું ખબર પડી છે.

2. દિલ વધારે ખુશ રહે છે અને બીમાર ઓછું થાય છે
નોનવેજની સરખામણીએ વેજિટેરિયન ડાયટ તમને વધારે સ્વસ્થ રાખે છે, આના પર રિસર્ચ પણ થઈ ગયું છે, અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રીશનમાં પબ્લિશ રિસર્ચ કહે છે કે, હ્રદય રોગનું જોખમ ઘટાડવું હોય તો શાકાહારી ભોજન કરવું જોઈએ.

ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં 44,561 લોકો પર રિસર્ચ થયું. તેમાં ખબર પડી કે નોનવેજની જગ્યાએ વેજ ડાયટ લેતા હતા તે લોકોને હ્રદય રોગને લીધે હોસ્પિટલમાં દાખલ કરવાની શક્યતા 32 ટકા ઓછી છે. તેમનામાં કોલેસ્ટેરોલનું લેવલ અને બ્લડ પ્રેશર એ બંને ઓછું હતું.

3. ફળ અને શાકભાજીનું પ્રમાણ વધે છે તો કેન્સરનું જોખમ ઘટે છે
અત્યાર સુધીના અનેક રિસર્ચમાં ખબર પડી ગઈ છે કે, ભોજનમાં જો ફળ અને શાકભાજીનું પ્રમાણ વધે છે તો કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે. ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં થયેલા રિસર્ચ પ્રમાણે, જો ડાયટમાં રેડ મીટ દૂર કરીએ તો કોલોન કેન્સરનું જોખમ ઘટી જાય છે.

4. ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય તો 50% ફળ-શાકભાજી ખાઓ
વિયતનામના મેડિકલ ન્યૂટ્રીશનિસ્ટ ડૉ. બિસ્વરૂપ ચૌધરી કહે છે કે, જો બ્લડ શુગર કંટ્રોલ જ્રવા ઇચ્છતા હોવ તો દિવસભર ડાયટમાં 50% થી વધારે ફળ અને શાકભાજી લો. એ પછી જ અનાજ સામેલ કરો. નોનવેજ, ઈંડાં, માખણ અને રિફાઈન્ડ ફૂડ ના ખાવું જોઈએ. આવું કરશો તો બ્લડ શુગર ઓછું કરી શકશો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser