• Gujarati News
  • Lifestyle
  • Priyanka, Alia, Katrina's Designer Lehengas Are Ready In 40 Days, Demand For Bridal Wear Replica Of Sabyasachi Manish

20 લાખ રૂપિયાનો આઉટફિટ 1 લાખમાં:સબ્યસાચી, મનીષ મલ્હોત્રા અને અનિતા ડોંગરેના વેડિંગ ડ્રેસની રેપ્લિકા 40 દિવસમાં તૈયાર થાય છે, ફેમસ ડિઝાઈનરની રેપ્લિકા સ્ટેચ્યુ પર ડિસ્પ્લે થતી નથી

પારુલ રાંઝા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશમાં પણ રેપ્લિકા આઉટફિટની ડિમાન્ડ છે
  • અસલી અને નકલી રેપ્લિકા વચ્ચે ફ્રેબ્રિક ક્વોલિટી, વર્ક, ડિઝાઇન, પેટર્ન અને ફિનિશિંગમાં ઘણો તફાવત હોય છે

ચારેબાજુ ચળકાટ, ભાગદોડ અને ભીડથી ભરેલી સાંકળી ગલીઓ....આ બધા વચ્ચે એક બૂમ સંભળાઈ, ‘અરે મેડમ! સબ્યસાચી, મનીષ મલ્હોત્રા અને અનિતા ડોંગરેના ડિઝાઈનર આઉટફિટ અહીં મળશે.’ ચારેબાજુ બિલ્ડીંગ હતી. હું ભૂલભૂલૈયા જેવી ગલીમાંથી સીડી ચઢીને એક દુકાને પહોંચી. અહીં હેન્ડમેડ, જરદોશી, ગોટા પટ્ટી અને અન્ય ઘણા પ્રકારની ચણિયાચોળી હતી.

આ બધા વચ્ચે ટ્રેડિશનલ રેડ બ્રાઇડલ આઉટફિટમાં બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનનનો એક મોટો ફોટો. દુકાનદાર ક્રિતી સેનનનો મોટો ફેન છે એટલે આ ફોટો નથી લગાવ્યો, પણ મેરેજ આઉટફિટ ખરીદવા માટે આવતી દુલ્હનો માટે લગાવ્યો છે.

છેલ્લા ઘણા દિવસેથી સ્ટોર પર આવતી દુલ્હન એક્ટ્રેસ ક્રિતીએ પહેર્યો હતો તેની રેપ્લિકા(કોપી)ની ડિમાન્ડ કરી રહ્યા છે. જો કે, ઘણા ગ્રાહકોને સબ્યસાચી, નીતા લુલ્લા, અમિત અગ્રવાલ જેવા ડિઝાઇનર્સની રેપ્લિકા પણ ગમે છે. એક્ટ્રેસે પહેર્યા હોય તેવા આઉટફિટની ડિમાન્ડ સૌથી વધારે હોય છે. અહીં આશરે દરેક દુકાનની આ જ સ્ટોરી છે. તેઓ ડિઝાઇનલના બ્રાઇડલ વૅરની કોપી બનાવે છે.

એક રેપ્લિકા બનાવવાના 40 દિવસનો સમય લાગે છે
દુકાનદાર જોતેન્દ્રએ કહ્યું, અમે સેલેબ્સ અને ફેમસ ડિઝાઇનર્સના ફોટાની રાહ જોઈએ છીએ. વેડિંગ સીઝન શરૂ થતાની સાથે જ અમારા પર હજારો કોલ આવે છે. આ ગ્રાહકોને ડિઝાઇનર્સની કોપીજોઈતી હોય છે. એટલું જ નહીં જે સેલિબ્રિટી રેમ્પ પર વેડિંગ આઉટફિટ પહેરે છે તેની રેપ્લિકા ચાંદની ચોકમાં માત્ર એક અઠવાડિયાંમાં સસ્તા ભાવે મળી જાય છે. ફેશન શોથી કપડાંની એમ્બ્રોડરીની કોપી તૈયાર થાય છે. રેપ્લિકા ઉપરાંત અન્ય પણ ઘણી સારી ડિઝાઇન હોય છે.

જોતેન્દ્રએ જણાવ્યું, ફેશન શો અને સેલેબ્સની ઇવેન્ટ પર ધ્યાન રાખીએ છીએ. ઘણીવાર ફેશન વીકમાં જઈએ છીએ તો અમુક વખત ફોરોગ્રાફર્સ પાસેથી ઝૂમ-ઈન શોટ્સના ફોટો લઈએ છીએ. રેપ્લિકા બનવામાં 40 દિવસ થાય છે. મોટા ડિઝાઇનર જ્યારથી કાચો માલ ખરીદે છે, અમે પણ ત્યાંથી જ ખરીદીએ છીએ. ઘણી વખત ઓરિજિનલ કરતાં અમારી રેપ્લિકાની ક્વોલિટી પણ સારી હોય છે. ગ્રાહકોને તેમનો મનગમતો ડ્રેસ ઓછા ભાવમાં મળી જાય છે.

રેપ્લિકા બનાવવા માટે ઘણીવાર 25 લાખનો ડ્રેસ પણ ખરીદવો પડે છે
દુકાનદાર વૈભવ સિંહે જણાવ્યું કે, જો કોઈ ડિઝાઈનરના સ્ટુડિયોમાં ઓરિજિનલ આઉટફિટ 20-25 લાખમાં મળી જાય તો તેની કોપી ચાંદની ચોકમાં 1.5 લાખ રૂપિયામાં સરળતાથી મળી જાય છે. આ કોપી કરોલ બાગના શોરૂમમાં 8-9 લાખ રૂપિયામાં વેચાશે. રોજ છોકરીઓ ડિઝાઇનલ લેંઘાના ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી લઈને આવે છે. માત્ર કોપી કરવાથી કામ પૂરું થતું નથી, ક્વોલિટી પર પણ ધ્યાન આપવું પડે છે.

ઘણીવાર અમે સબ્યસાચી અને મનીષ મલ્હોત્રાના રિયલ આઉટફિટ ખરીદીએ છીએ જેથી 100% રિયલ તૈયાર કરી શકીએ. ગ્રાહકો પણ રેપ્લિકા અને ઓરિજિનલમાં તફાવત જોઈ શકતા નથી. વિદેશમાં પણ રેપ્લિકા આઉટફિટની ડિમાન્ડ છે, વિદેશી શોરૂમમાં ડબલ કિંમતે ચણિયાચોળી વેચવામાં આવે છે.

આ દેશોમાં ડિઝાઈનર આઉટફિટની ડિમાન્ડ

  • અમેરિકા
  • કેનેડા
  • ઓસ્ટ્રેલિયા
  • ઇંગ્લેન્ડ
  • યુએઈ
  • સીરિયા

અસલી રેપ્લિકા અને નકલી રેપ્લિકામાં શું તફાવત હોય છે?
વૈભવે જણાવ્યું કે, ડિઝાઇનર્સ કપડાં મોંઘા હોય છે કારણકે તેઓ દરેક ડિઝાઇનમાં ખૂબ મહેનત કરે છે. રેપ્લિકા ફેશનમાં દુકાનદાર સેમ પીસ ડિઝાઇન કરે છે અને ઓછા ભાવે વેચે છે. જો કોઈ ડિઝાઈનર આઉટફિટની કિંમત 10 લાખ રૂપિયા છે તો તેની અસલી રેપ્લિકા 1 લાખ રૂપિયા અને નકલી રેપ્લિકા 5 હજાર રૂપિયા સુધીમાં મળી જાય છે. અસલી અને નકલી રેપ્લિકા વચ્ચે ફ્રેબ્રિક ક્વોલિટી, વર્ક, ડિઝાઇન, પેટર્ન અને ફિનિશિંગમાં ઘણો તફાવત હોય છે.

ફોટો ક્લિક કરવાની અનુમતિ નહીં
દરેક સ્ટોર્સમાં ચારેબાજુ સીસીટીવી કેમેરા લાગેલા હોય છે. કોઈને પણ ફોટો ક્લિક કરવાની અનુમતિ હોતી નથી. ફેમસ ડિઝાઈનરની રેપ્લિકા સ્ટેચ્યુ પર ડિસ્પ્લે થતી નથી. દુકાનદાર મોસિલે કહ્યું, મોટાભાગની દુકાનોમાં દુલ્હનના ડિઝાઇનર કપડાં માટે અલગ ફ્લોર કે સ્ટોર હોય છે. ઓર્ડર કન્ફર્મ થાય તે પછી જ પિક્ચર ક્લિક કરવાની પરમિશન હોય છે.

બ્રાઇડલ આઉટફિટ માટે આ છે બેસ્ટ માર્કેટ

ચાંદની ચોકમાં કિનારી બજાર, કટરા બજાર, ચાવડી બજાર, સદર બજાર અને કાશ્મીરી ગેટથી લઈને તમામ માર્કેટ છે. આ માર્કેટમાં તમને બધું હોલસેલ માર્કેટમાં મળી જશે. કટરા બજાર વેડિંગ આઉટફિટ અને સાડી માટે ફેમસ છે. આ ઉપરાંત ડિઝાઇનર સાડીઓ પણ સસ્તા ભાવે મળી જશે.

અહીંની ફેમસ દુકાનો

  • પાકીઝા પ્લાઝા
  • કમલભાઈ સાડી સંગમ
  • ડાલમિયા ફેશન્સ
  • સુનહરી
  • લેંઘા હાઉસ
  • એશિયાના ફૂટ્યોર