તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Priyal Jain, A Standard 12 Student, Started A 'Varnan' Website To Tell An Interesting Story To Young Children.

સારી પહેલ:ધોરણ 12ની સ્ટુડન્ટ પ્રિયલ જૈને નાના બાળકોને રસપ્રદ સ્ટોરી સંભળાવવા ‘વર્ણન’ વેબસાઈટની શરુઆત કરી, જાતે સ્ટોરી લખીને લોકો સુધી પહોંચાડે છે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિયલની વેબસાઈટ પર 6 વર્ષથી લઈને 106 વર્ષ સુધીના લોકો માટે સ્ટોરી અવેલેબલ છે
  • 18 વર્ષની પ્રિયલની રાઈટર્સ ટીમમાં તેના મિત્રો અને પરિવારજનો સામેલ છે

પ્રિયલ જૈન ધોરણ 12માં ભણે છે. છેલ્લા દોઢ વર્ષથી લોકડાઉનને લીધે તે અને તેની બહેન રાજસ્થાનમાં રહેતા તેમના દાદાને ના મળી શક્યા. આ દરમિયાન પ્રિયલને લાગ્યું કે તેઓ બાળપણમાં દાદા-દાદી પાસેથી જે વાર્તા સાંભળતા હતા તે મિસ કરી દીધી. બંને બહેનો દાદા-દાદી પાસેથી ઢગલો સ્ટોરી સાંભળીને મોટા થયા. બાળપણમાં વાર્તાઓથી અલગ જ લગાવ થયા પછી પ્રિયલે એક સ્ટોરી ટેલિંગ પ્લેટફોર્મ ‘વર્ણન’ની શરુઆત કરી.

વિદેશમાં પણ આ સ્ટોરીટેલિંગ પ્લેટફોર્મની બોલબાલા
આ પ્લેટફોર્મ પર બાળકો ઈતિહાસ, કલ્ચર, માઈથોલોજી સાથે જોડાયેલી રસપ્રદ સ્ટોરીઓ સાંભળી શકે છે. વેબસાઈટને આગળ વધારવામાં પ્રિયલના પિતા તેની મદદ કરે છે. નાના બાળકો સ્માર્ટફોન પાછળ વધારે સમય કરે તેના કરતાં વાર્તા સાંભળીને શીખે તે માટે પ્રિયલ અને તેની ટીમ કામ કરે છે. પ્રિયલની વેબસાઈટ પર 6 વર્ષથી લઈને 106 વર્ષ સુધીના લોકો માટે સ્ટોરી અવેલેબલ છે. તેની સ્ટોરી માત્ર ભારત જ નહીં પણ વિદેશમાં રહેતા પેરેન્ટ્સને પણ બહુ ગમે છે. તેઓ સૂતી વખતે તેમના બાળકોને વર્ણનમાંથી સ્ટોરી સંભળાવે છે.

સ્ટોરીની એડિટિંગ પણ પ્રિયલ જાતે કરે છે
પોતાના આ આઈડિયા વિશે પ્રિયલે કહ્યું કે, અમારી પાસે રાઈટર્સની એક નાનકડી ટીમ છે. જેમાં મોટાભાગ ના મિત્રો અને પરિવારના મેમ્બર જ છે. અમે ટોપિક શોધીએ છીએ અને સ્ટોરી પણ જાતે જ લખીએ છીએ. હું ઈચ્છું છું કે સ્ટોરીના માધ્યમથી ભારતીય ઈતિહાસ અને સભ્યતા અનેક બાળકો સુધી પહોંચે. હાલ પ્રિયલ અને તેની ટીમ એવી ઐતિહાસિક સ્ટોરી પર કામ કરી રહ્યા છે જે ઘણા લોકો જાણતા નથી. સ્ટોરીની એડિટિંગ પણ પ્રિયલ જાતે કરે છે. એ પછી તેને વર્ણન વેબસાઈટ પર પબ્લિશ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...