આપણે સૌ જાણીએ છીએ કે રાજવી લોકોની ઓળખ તેમના રોયલ પોશાક દ્વારા જ કરી શકાય છે, પરંતુ જ્યારે-જ્યારે બ્રિટિશ શાહી પરિવારની વાત આવે છે, તો આજે પણ રાજા અને તેમનો પરિવાર સેંકડો વર્ષ જૂના ડ્રેસ કોડને અનુસરે છે. તેમનાં શાહી વસ્ત્રો ખૂબ જ મોંઘાં અને સામાન્ય લોકોની પહોંચની બહાર છે, પરંતુ આ રાજ પરિવારનો એક શખસ પ્રિન્સ હેરીની વાત બિલકુલ અલગ છે. તેમણે દાવો કર્યો છે કે તે સામાન્ય દિવસોમાં ઘરમાં કપડાં પહેરવા માટે લંડનની એક દુકાનમાંથી સૌથી ઓછી કિંમતનાં અને ડેમેજવાળા કપડાંની ખરીદી કરીને આવે છે. તો બીજી તરફ પ્રિન્સ હેરીના આ દાવાથી લોકો પણ આશ્ચર્યચકિત છે કે એક રાજકુમાર થઈને ફાટેલાં કપડાં કેમ પહેરે છે.
સસ્તી દુકાનમાં પણ સેલ આવે છે એની રાહ જુએ છે
તો પ્રિન્સ હેરીના જણાવ્યા મુજબ, તે લંડનની તે દુકાનમાં જતો હતો, જ્યાં ગત સીઝનના કેટલાંક ફાટેલાં-તૂટેલાં કપડાં ઉપલબ્ધ હતાં .અહીં પણ પ્રિન્સ હેરી ઓફર અને સેલની રાહ જોતા હતા. તેણે કહ્યું હતું કે આ કપડાં સુંદર અને આરામદાયક હતાં. જ્યારે લોકોને લાગે છે કે આ મોંઘી બ્રાન્ડ્સનાં કપડાં છે.
પ્રિન્સ હેરી બોડીગાર્ડ્સની પસંદગીનાં કપડાં ખરીદે છે
પ્રિન્સ હેરી જ્યારે સ્ટોર્સમાં ઓછી ભીડ હોય ત્યારે જ ખરીદી કરવા જાય છે. હેરી તેના 2 કે 3 વિશ્વાસુ બોડીગાર્ડ્સ સાથે કોઈ પણ પ્રકારની હોબાળો કર્યા વગર કપડાં ખરીદવા જતો હતો. જ્યારે રાજકુમારને કપડાં પસંદ કરવામાં મુશ્કેલી પડતી ત્યારે તે પોતાના બોડીગાર્ડ્સની પસંદગીનાં કપડાં ખરીદતા હતા.
પ્રિન્સ હેરીએ આ વાતો પોતાની બાયોગ્રાફી 'સ્પેર'માં લખી છે. તો આ પુસ્તકમાં હેરીએ તેના જીવન અને રોયલ ફેમિલી સાથે જોડાયેલા ઘણા મહત્વના રહસ્યો ખોલ્યા છે, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.
રોયલ ફેમિલી દર વર્ષે કપડાં પાછળ કરે છે આટલો ખર્ચ
તો પ્રિન્સ હેરીએ પુસ્તકમાં એ પણ ખુલાસો કર્યો હતો કે, તેને બ્રિટનની રાણી અને તેની દાદી એલિઝાબેથ દ્વિતીય પાસેથી દર વર્ષે કપડાં માટે પૈસા મળતા હતા. પરંતુ તેતે પૈસા હેરી રાજ પરિવારના ઔપચારિક કાર્યક્રમોમાં પહેરવામાં આવતા ફોર્મલ ડ્રેસ પાછળ ખર્ચતો હતો. સામાન્ય દિવસોમાં કે બહાર જતી વખતે તે સસ્તા કેઝ્યુઅલ કપડાં પહેરવાનું પસંદ કરતો હતો.
મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ પહેરે છે લાખોનાં કપડાં
પ્રિન્સ હેરીને સામાન્ય લોકોની જેમ સસ્તા કપડાં પહેરવાનો શોખ હોવા છતાંમોટા ભાઈ પ્રિન્સ વિલિયમ લાખોનાં કપડાં પહેરે છે. પરંતુ બ્રિટિશ રાજ પરિવારમાં દરેક વ્યક્તિ આવું વિચારતી નથી. હેરીના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ પોતે મોંઘા કપડાં અને રોયલ ગ્લેમરના શોખીન છે.તે ઘણીવાર બ્રાન્ડેડ શૂટમાં જોવા મળે છે.તો પ્રિન્સ વિલિયમ પણ ક્યારેક જ કેઝ્યુઅલ ડ્રેસમાં જોવા મળે છે.
હેરી માત્ર કપડાં જ નહીં, શાહી પદ પણ છોડી દીધું
બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના નાના પુત્ર પ્રિન્સ હેરીએ બ્રાન્ડેડ કપડાંની સાથે-સાથે શાહી પદ છોડી દીધું છે. તેણે પોતાની જાતને રોયલ ફેમિલીથી પણ દૂર કરી કરી બ્રિટન છોડીને અમેરિકામાં તેની પત્ની સાથે રહેવાનું શરૂ કર્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી પ્રિન્સ હેરી સામાન્ય લોકોની જેમ જીવન જીવવા માગતા હતા, પરંતુ બ્રિટનમાં તેમને શાહી માર્ગોને વળગી રહેવું પડ્યું, જેના કારણે તેણે આ બધાથી દૂર થવાનો નિર્ણય લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.