છેલ્લા ઘણા દિવસથી દિલ્હીમાં કરવામાં આવેલી હત્યા ચર્ચાનો વિષય બની છે. આફતાબ નામના યુવકે પ્રેમિકા શ્રદ્ધાની હત્યા કરીને લાશના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ પહેલીવાર નથી, આ પહેલાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે. આજે અમે તમને જણાવીશું કે અમેરિકન મેલ નર્સ વિશે, જેમને તેની 16 વર્ષના કરિયરમાં 400 લોકોનાં અકાળે મોત નીપજાવી દીધા હતા. આ મેલ નર્સે એ રીતે સમગ્ર કામ કર્યું હતું કે લોકોને અંદાજ પણ આવ્યો નહોતો કે તે આ પ્રકારનું કૃત્ય કરી શકે છે.
તો આ મેલ નર્સ પરથી એક સિરીઝ પણ બનાવવામાં આવી છે. હાલ આ મેલ નર્સ સિરિયલ કિલરની ડોક્યુમેન્ટરી સિરીઝ OTT પર લોન્ચ કરવામાં આવી છે. Netflixની નવી સિરીઝ 'Capturing the Killer Nurse' એ અપરાધની દુનિયા એવી વાર્તા છે, જે જોયા બાદ લોકોનું મગજ કામ કરતું બંધ થઈ જશે.
સિરિયલ કિલરએ દોઢ દાયકામાં 9 હોસ્પિટલમાં કામ કર્યું
અમેરિકન નર્સ ચાર્લ્સ કલન એક સર્ટિફાઇડ અને રજિસ્ટર્ડ નર્સ હતો. 16 વર્ષના કરિયરમાં 9 હોસ્પિટલમાં કામ કર્યું હતું. જો કોઈ માણસ પહેલી નજરે તેને જુએ છે તો તે વિચારી પણ ન શકે કે આ માણસ આ હદ સુધી જઈ શકે છે, પરંતુ આંચકો તો ત્યારે લાગ્યો, જ્યારે કોઈ બીમારીથી પીડિત દર્દી સાજો થવાનો હોય અને અચાનક જ તે દર્દીનું મોત થઈ જાય. ચાર્લ્સે પોતે કબૂલાત કરી હતી કે તેણે 9 હોસ્પિટલોમાં એક કે બે નહીં, પરંતુ તમામ 29 દર્દીની હત્યા કરી દીધી હતી, પરંતુ ઘણા લોકો કહે છે કે તેણે 400થી વધુ હત્યાઓ કરી છે.
ચાર્લ્સની 2003માં કરવામાં આવી ધરપકડ
આ સિરિયલ કિલર નર્સ ચાર્લ્સ કલનની ડિસેમ્બર 2003માં ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ પોતે જ કબૂલાત કરી કે તેણે 40 દર્દીની હત્યા કરી છે. આ ક્રેઝી કિલરે પોતાના બચાવમાં કહ્યું હતું કે તે દર્દીઓની પીડા જોઈ શકતો નહોતો, તેથી તેણે તેમને પીડામાંથી મુક્તિ આપવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું, પરંતુ આ સાચું ન હતું. કલનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાલ તેની ઉંમર 67 વર્ષની છે, પરંતુ તે હાલમાં ન્યૂ જર્સીની જેલમાં સજા કાપી રહ્યો છે.
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત તો ત્યારે સામે આવી, જ્યારે એવું કહેવામાં આવ્યું કે તેણે ખરેખર 40 નહીં, પરંતુ 400થી વધુ લોકોની હત્યા કરી છે. આ બધી હત્યા 1988 અને 2003 વચ્ચે કરી હતી. હવે તેની સજા 2388 સુધી છે.
16 વર્ષ સુધી તંત્રને આ અંગેની ખબર પણ ન પડી
આટઆટલી હત્યા કર્યા બાદ સવાલ ઊઠશે કે હત્યા 40ની હોય કે 400ની હોય, ચાર્લ્સ કલન 16 વર્ષ સુધી આ અંગેની જાણ લોકોને કે પછી તંત્રને કેમ ન થઈ? શું આ હત્યાઓ પાછળ કોઈ અન્ય હેતુ હતો? પોલીસ અને વહીવટીતંત્રને હત્યારા સુધી પહોંચવામાં આટલો સમય કેમ લાગ્યો? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચાર્લ્સ કલનને આ હત્યાઓ શા માટે કરી?
હકીકતમાં નર્સ ચાર્લ્સ કલન પોતાની દેખરેખમાં રહેલા દર્દીઓને ખોટી દવાઓ આપતો હતો, આ પછી હૃદય કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ દવાઓ હોસ્પિટલમાંથી જ લેવામાં આવી હતી, પરંતુ એમ છતાં કેટલાક અહેવાલોમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ગર્લફ્રેન્ડે કર્યો ઘટસ્ફોટ
ચાર્લ્સ કલનની ગર્લફ્રેન્ડ એમી લઘરેને સન્ડે ટાઈમ્સ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તે એ જ રૂમમાં હાજર હતી, જ્યાં કલને દર્દીની હત્યા કરી હતી.આ જોઈને મને તે માણસમાં એક રાક્ષસ દેખાવા લાગ્યો હતો. તે મારો સારો મિત્ર હતો, પણ તેનું આ કૃત્ય જોઈને હું મારી જાતને દોષિત ઠેરવવા લાગી હતી. હું મારી લાગણીઓને કાબૂમાં રાખી શકી નહીં. આવી સ્થિતિમાં હું કલાનની વિરુદ્ધ સાક્ષી બની ગઈ. છેવટે 2003માં તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. ક્યુલેને બાદમાં સ્વીકાર્યું હતું કે તેણે 40 દર્દીની હત્યા કરી હતી, પરંતુ તેની હત્યાનો આંકડો 40 નહિ, તેના કરતાં 10 ગણો વધારે હતો.
જીવનનો સૌથી ખરાબ તબક્કાને નજીકથી જોયો
57 વર્ષની એમી લઘરેનની ચાર્લ્સ કલન સાથે પહેલી મુલાકાત 2002માં થઈ હતી. આ દરમિયાન બંને તેમના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં હતાં. લઘરેન બે પુત્રીની સિંગલ માતા હતી, જ્યારે કલને બાળપણમાં જ તેના પિતા ગુમાવ્યા હતા. બાદમાં તેની બહેનના બોયફ્રેન્ડે તેનું ખૂબ શોષણ કર્યું. તે અંગત જીવનમાં ખૂબ જ પરેશાન હતો.
અમેરિકાની હેલ્થ કેર સિસ્ટમ પર ઉઠાવવામાં આવ્યા સવાલ
લઘરેનનું કહેવું છે કે અમેરિકાની હેલ્થ કેર સિસ્ટમ કલન જેવા સિરિયલ કિલર માટે દોષિત છે, જે સંપૂર્ણપણે નફો કમાવવાના વિચાર પર નિર્ભર છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી શ્રેણી 'કેપ્ચરિંગ ધ કિલર નર્સ'માં એડી રેડમેયને ચાર્લ્સ કલનની ભૂમિકા ભજવી છે. ચાર્લ્સ ગ્રેબરના પુસ્તક 'ધ ગુડ નર્સ' પર આધારિત આ સિરીઝમાં અમેરિકન હોસ્પિટલમાં નર્સનાં ઘૃણાસ્પદ સાહસો જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.