• Gujarati News
  • Lifestyle
  • Pregnant Twice In 5 Days, Gave Birth To Two Children At The Same Time, Although These Children Are Not Twins

મેડિકલ સાયન્સનો ચમત્કાર:આ સ્ત્રી 5 દિવસમાં બે વખત પ્રેગ્નન્ટ થઈ, એક જ સમયે બે બાળકને જન્મ આપ્યો, એમ છતાં આ બાળકો જોડિયાં નથી

25 દિવસ પહેલા
  • એક વર્ષ પહેલાં મહિલાનું મિસકેરેજ થયું હતું ત્યારે ભાંગી પડી હતી
  • આ બાળકો જોડિયાં નથી તેમની વચ્ચે 5 દિવસનું અંતર છે

અમેરિકાના ટેક્સાસની રહેવાસી એક મહિલા 5 દિવસમાં બે વખત પ્રેગ્નન્ટ થઈ ગઈ. 25 વર્ષની કારા વિનહોલ્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે તેની સાથે આવું થયું છે. એક વર્ષ પહેલાં મિસકેરેજ થવાને કારણે તે ભાંગી પડી હતી, પરંતુ એકસાથે બે બાળકને જન્મ આપ્યા પછી તે ઘણી ખુશ છે.

એકસાથે બે બાળકનો જન્મ, પરંતુ જોડિયાં નથી
આ કિસ્સો અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાનો છે. અહીં કારા વિનહોલ્ડ 5 દિવસમાં બે વખત પ્રેગ્નન્ટ થઈ. 25 વર્ષીય કારાના અનુસાર, તે પોતાની પહેલી પ્રેગ્નન્સી પ્લાન કરી રહી હતી, પરંતુ તેને જાણવા મળ્યું કે તેણે બીજા ગર્ભને પણ કન્સિવ કર્યું છે. જે સમયે તે પ્રેગ્નન્ટ થઈ ત્યારે તે પહેલાંથી પ્રેગ્નન્ટ હતી. આવી સ્થિતિમાં બે ગર્ભ કન્સિવ કર્યા, પરંતુ તે જોડિયાં નહોતાં, જ્યારે બંનેમાં 5 દિવસનું અંતર હતું. આ મહિલાની સ્થિતિને મેડિકલ ભાષામાં સુપરફિટેશન તરીકે ઓળખવામાં આવે છે.

એક વર્ષ પહેલાં મહિલાનું મિસકેરેજ થયું હતું.
એક વર્ષ પહેલાં મહિલાનું મિસકેરેજ થયું હતું.

શું છે સુપરફિટેશન?
જ્યારે પહેલાંથી જ ફર્ટિલાઈઝ્ડ ઈંડાં માતાના ગર્ભાશયમાં ઊછરી રહ્યાં હોય અને આ દરમિયાન ગર્ભવતી મહિલાનાં ઈંડાં ફરીથી સ્પર્મ દ્વારા ફર્ટિલાઈઝ થઈ જાય તો એને સુપરફિટેશન કહેવામાં આવે છે, જ્યારે બીજા એક ઈંડાંને સ્પર્મ દ્વારા ફર્ટિલાઈઝ્ડ કરવામાં આવે છે અને પહેલાંને ગર્ભાવસ્થાના દિવસો અથવા અઠવાડિયામાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. તે બીજી ગર્ભાવસ્થામાં પરિણમે છે. જો એ સુપરફિટેશન છે અને જોડિયાં કુપોષિત બાળક નથી એ જાણવા માટે ડૉક્ટરો દર બે અઠવાડિયે આ મહિલાનું અલ્ટ્રાસાઉન્ડ કરતા હતા.

કારાએ પોતાના બંને દીકરાનું નામ સેલ્સન અને સેડન રાખ્યાં છે.
કારાએ પોતાના બંને દીકરાનું નામ સેલ્સન અને સેડન રાખ્યાં છે.

ભ્રૂણના વિકાસ પરથી નક્કી થાય છે બાળકનો જન્મ
જો પહેલાંથી જ ગર્ભવતી મહિલા ફરીથી ગર્ભધારણ કરી લે છે તો ગર્ભમાં ઊછરી રહેલાં બંને બાળકોનો જન્મ એકસાથે એક જ સમયે થશે, પરંતુ તે બંનેની વચ્ચે કેટલું અંતર હશે એ વાત પર આધાર રાખશે કે કયા ભ્રૂણે ક્યારે વિકસિત થવાનું શરૂ કર્યું અને સાથે બંને ભ્રૂણના આકાર અને ઉંમરમાં પણ અંતર હશે.

કારા વિનહોલ્ડ અને તેનો પતિ બ્લેક પોતાનાં બાળકોના જન્મથી ઘણા ખુશ છે. મહિલાએ જણાવ્યું હતું કે 2019માં મારું મિસકેરેજ થયું હતું, પરંતુ જ્યારે મને ખબર પડી કે મારા પેટમાં બે બાળક ઊછરી રહ્યાં છે તો હું ઘણી ખુશ થઈ ગઈ. એક બાળક પછી હું અને મારો પતિ બીજું બાળક પ્લાન કરી રહ્યાં હતાં, પરંતુ કોઈ કારણોસર ત્રણ વખત મારું મિસકેરેજ થઈ ગયું હતું.

મહિલાનાં બાળકો ન તો ટેક્નિકલી અને ન તો આઈડેન્ટિકલી રીતે જોડિયાં નથી, પરંતુ બંનેના ચહેરા એકબીજાને મળતા આવે છે.
મહિલાનાં બાળકો ન તો ટેક્નિકલી અને ન તો આઈડેન્ટિકલી રીતે જોડિયાં નથી, પરંતુ બંનેના ચહેરા એકબીજાને મળતા આવે છે.

બાળકોના ચહેરા મળતા આવે છે
કારાએ જણાવ્યું હતું કે અમારા માટે આ કોઈ ચમત્કારથી કમ નથી. તેણે પોતાના બંને દીકરાનું નામ સેલ્સન અને સેડન રાખ્યું છે. માતાએ જણાવ્યું હતું કે તેના બંને દીકરાનો ચહેરો ઘણો મળતો આવે છે. બંને બિલકુલ એક જેવા જ દેખાય છે, આવામાં લોકો હંમેશાં પૂછે છે કે બંને જોડિયા બાળકો છે કે શું.

બાળકો જોડિયાં નથી
તેણે કહ્યું, હું ત્યારે પ્રેગ્નન્ટ થઈ જ્યારે હું પહેલાંથી જ પ્રેગ્નન્ટ હતી. પહેલાં મને લાગ્યું કે હું જોડિયાં બાળકોને જન્મ આપી રહી છું, પરંતુ પછી ઘણા બધા આર્ટિકલ્સ વાંચ્યા પછી મને અહેસાસ થયો કે તે ટેક્નિકલી રીતે ટ્વિન્સ નથી, પરંતુ આ વિશે જ્યારે અમે લોકોને જણાવીએ છીએ તો તેઓ ઘણા કન્ફ્યુઝ થઈ જાય છે, એટલા માટે અમે તેમને હકીકત નથી જણાવતા. ઓડાલિસે જણાવ્યું હતું કે તેનાં બંને બાળકો ન તો ટેક્નિકલી અને ન તો આઈડેન્ટિકલી ટ્વિન્સ છે, પરંતુ બંનેના ચહેરા એકબીજાથી ઘણા મળતા આવે છે.