તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Pregnant Malian Woman Who Was Expecting Seven Babies Gives Birth To NINE After Medics Missed Two On The Scans

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેરેસ્ટ ઓફ રેર:આફ્રિકામાં 25 વર્ષીય માતાએ એકસાથે 9 બાળકોને જન્મ આપ્યો, સોનોગ્રાફીમાં 7 બાળકો જ દેખાયા હતા

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ માતા અને તમામ બાળકો એકદમ સ્વસ્થ છે
  • દેશમાં પ્રથમવાર 9 બાળકોનો એકસાથે જન્મ થયો

વેસ્ટ આફ્રિકાના માલી દેશમાં 25 વર્ષીય માતાએ એકસાથે 9 બાળકોને જન્મ આપ્યો છે. મંગળવારે મોરોક્કોની હોસ્પિટલમાં તમામ બાળકોનો જન્મ સિઝેરિયન ડિલિવરીથી થયો અને હાલ માતા તથા 5 દીકરીઓ અને 4 દીકરાઓ એકદમ સ્વસ્થ છે. મોરોક્કોની ઓથોરિટીએ આ એક્સટ્રિમલી રેર ઘટનાની માહિતી આપી છે.

સોનોગ્રાફીમાં સાત બાળકોની ઓળખ થઇ હતી
25 વર્ષીય હલીમા સિઝે વેસ્ટ આફ્રિકામાં માલી દેશમાં રહે છે. તે 30 માર્ચના રોજ સારી સારવાર માટે મોરોક્કો શિફ્ટ થઇ હતી. સોનોગ્રાફીમાં સાત બાળકોની ઓળખ થઇ હતી. ગર્ભમાં 7 બાળકોને જોઇને ડૉક્ટર અને હલીમાને ઘણી નવાઈ લાગી હતી. જ્યારે હલીમાએ 9 બાળકોને જન્મ આપ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

મોરોક્કોમાં ડિલિવરી થઈ
મોરોક્કોના હેલ્થ મિનિસ્ટ્રીનાં સ્પોક્સ પર્સને રશીદ કોઢારીએ કહ્યું, દેશની એક હોસ્પિટલમાં મલ્ટિપલ બર્થ થયો છે. માતા તથા દરેક બાળકોની તબિયત સારી છે. માલીના હેલ્થ મિનિસ્ટર ફેન્ટા સિબીએ જણાવ્યું, હાલ તે ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. થોડા અઠવાડિયાં પછી તેમને રજા આપવામાં આવશે.અલ્ટ્રાસાઉન્ડમાં 7 બેબી હોવાનું માલુમ પડ્યું હતું, પણ 9 બાળકોના જન્મથી બધાને સરપ્રાઈઝ મળી છે. અમે મોરોક્કોના ડૉક્ટર્સના આભારી છીએ.

50 વર્ષ પહેલાં આવો કેસ આવ્યો હતો
9 બાળકોનો એકસાથે જન્મ એ મેડિકલ હિસ્ટ્રીમાં રેરેસ્ટ ઓફ રેર ઘટના છે. મોરોક્કોમાં પ્રથમવાર એકસાથે આટલા બધા બાળકોનો જન્મ થયો છે. વર્ષ 1971માં ઓસ્ટ્રેલિયન મહિલા ગેરેડલિન બ્રોડરિકે સિડનીમાં 9 બાળકોને એકસાથે જન્મ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો