તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Potter Girl Syma Shafi, Popularly Known As 'Kral Kur', Wants To Start An Institute Where People Can Get All The Facilities Related To Pottery.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીર ગર્લની કહાની:માટીનાં વાસણો બનાવીને ફેમસ થઈ કાશ્મીરની સાઈમા શફી, પૉટરીની તમામ સુવિધાઓ મળી રહે તેવી ઈન્સ્ટિટ્યુટ ખોલવાની કામના

એક મહિનો પહેલા

જમ્મુ કાશ્મીરમાં રહેતી સાઈમા શફી કાશ્મીરની અનેક છોકરીઓને પોતાના કામથી પ્રેરણા આપી રહી છે. જમ્મુ કાશ્મીરના પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની સિવિલ એન્જિનિયર સાઈમા શફી ‘kraal koor’ પૉટર ગર્લ નામથી ઓળખાય છે. સાઈમાની પહેલને કારણે ફરી એક વાર કાશ્મીરીઓના ઘરોમાં માટીના વાસણોએ શોભા વધારી છે. તેના માટે તે બેંગલોર સ્થિત એ સ્કૂલનો આભાર માને છે જેણે તેને માટી કામ શીખવાડ્યું. સાઈમા ડિપ્રેશન દૂર કરવા માટે પૉટરીને સૌથી સારું માધ્યમ માને છે.

સાઈમાને બાળપણથી જ પૉટરી બનાવવાનો શોખ છે. તે જણાવે છે કે, ‘હું બાળપણથી જ કંઈક અલગ કામ કરવા માગતી હતી. તે સમયે માટીના વાસણોએ મને આકર્ષિત કર્યા હતા. તેથી હું પૉટર બની.’ શફી સાઉથ કાશ્મીરના એક ગામમાં રહે છે. જ્યારે તેણે આ કામની શરૂઆત કરી હતી તો તેની સામે અનેક પડકારો હતા. સૌથી પહેલાં તેને લાગ્યું કે પૉટરી માટે આધુનિક ઉપકરણોની આવશ્યકતા છે. તે પૉટરીના કામે આવતા ઈલેક્ટ્રિક પૉટર વ્હીલ અને ગેસ ક્લીન ખરીદવા માગતી હતી, પરંતુ આ સામાન કાશ્મીરમાં ઉપલબ્ધ નહોતાં.

તેણે આ સાધનો ઓનલાઈન મંગાવવા માટે વિચાર કર્યો, પરંતુ આ કામ પણ મુશ્કેલ હતું કારણ કે આ કામ માટે તે હાઈ સ્પીડ ઈન્ટરનેટથી વંછિત હતી. પૉટરી માટે કાશ્મીરમાં માત્ર ટેરાકોટા માટી ઉપલબ્ધ હતી. આ માટીથી બનેલા વાસણોનો ઉપયોગ માઈક્રોવેવમાં થઈ શકતો નહોતો. સાઈમાને તે પણ જ્ઞાન થયું કે પૉટરીમાં હોશિયાર લોકો કાશ્મીરમાં નથી.

તેવામાં સાઈમાને બેંગલોરના એક શિક્ષક વિશે જાણ થઈ જે માટીના વાસણો બનાવતા શીખવાડે છે. તેથી તેણે બેંગલોર જવાનો નિર્ણય લીધો. ત્યાંના લોકો એ વાતથી ઉત્સુક હતા કે કાશ્મીરની એક સિવિલ એન્જિનિયર માટીનાં વાસણો બનાવતા શીખવા આવી હતી. ત્યાં 6 વર્ષની છોકરીથી લઈને 70 વર્ષની મહિલા માટીના વાસણ બનાવતા શીખી રહી હતી. સાઈમાની ઈચ્છા કાશ્મીરમાં એવી પૉટરી ઈન્સ્ટિટ્યુટ ખોલવાની છે જ્યાં લોકોને પૉટરી સંબંધિત તમામ સુવિધાઓ મળી રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો