છોડ પણ સ્ટ્રેસમાં હોય છે:ઈઝરાઈલનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું, કેવી રીતે સ્ટ્રેસફુલ છોડ પ્રકાશ પાથરે છે? બટાટાનાં રોપ પર પ્રયોગ કરીને સમજાવ્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની અછત હોય, વધારે પડતી ઠંડી હોય, સૂર્યપ્રકાશ ઓછો મળે, આ બધી સ્થિતિમાં સ્ટ્રેસ વધી જાય છે
  • તણાવને સમજવા માટે બટાટાનાં છોડમાં જેનેટિકલી ચેન્જ કર્યા

ઈઝરાઈલનાં વૈજ્ઞાનિકોએ બટાટાનાં છોડમાં ચેન્જ કર્યા છે. આ ચેન્જ પછી છોડ સ્ટ્રેસમાં હોય ત્યારે પ્રકાશ ફેલાવે છે. અત્યાર સુધી છોડના હાવ-ભાવ સમજવા મુશ્કેલ હતા. તેને પરિણામે ડેમેજ થતા હતા. યરૂસલમની હેબ્રુયુ યુનિવર્સીટીનાં સંશોધકોએ કહ્યું કે, હવે છોડની જરૂરિયાતને સારી રીતે સમજી શકાશે.

વૃક્ષ સ્ટ્રેસમાં ક્યારે હોય છે?
વૈજ્ઞાનિકોનાં જણાવ્યા પ્રમાણે, વૃક્ષ પણ સ્ટ્રેસ અનુભવે છે. તેમાં પાણીની અછત હોય, વધારે પડતી ઠંડી હોય, સૂર્યપ્રકાશ ઓછો મળે, આ બધી સ્થિતિમાં સ્ટ્રેસ વધી જાય છે. તેના ઘણા લક્ષણ મનુષ્યો સમજી શકતા નથી. આથી આ બધી સ્થિતિમાંથી પસાર થયા બાદ ડેમેજ વધી જાય છે.

આ રીતે છોડ તૈયાર કર્યો
સંશોધક ડૉ. શિલો રોસેનવાસેર અને તેની ટીમે તણાવને સમજવા માટે બટાટાનાં છોડમાં જેનેટિકલી ચેન્જ કર્યા. છોડના ક્લોરોપ્લાસ્ટમાં એક નવું જીન ઉમેર્યું. છોડ સ્ટ્રેસમાં હોય ત્યારે આ જીન તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે અને સ્ટ્રેસ ઓછું કરે છે. પ્રોટીન વધવાને લીધે આજુબાજુ પ્રકાશ રેલાય છે અને ખબર પડે છે કે છોડ સ્ટ્રેસમાં છે. વૈજ્ઞાનિકોએ આ છોડને એક કેમેરાથી કનેક્ટ કર્યો હતો. જ્યારે પણ છોડ પાણીની અછત, વધારે સૂર્યપ્રકાશનો સામનો કરે ત્યારે તે પ્રકાશિત થતો હતો.

બટાટા પર આ પ્રયોગ કેમ કર્યો?
ઈઝરાઈલમાં બટાટાની ખેતી મોખરે છે. દર વર્ષે આશરે 40% બટાટા એક્સપોર્ટ કરે છે. બાયોસેન્સરની મદદથી બટાટાનાં છોડને ડેમેજ થયા પહેલાં જ કંટ્રોલ કરીને બચાવી શકાશે અને તેની ખેતી પણ વધારી શકાશે. આ છોડને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા સક્ષમ કરવામાં આવશે.

કેમેરાથી સ્ટ્રેસ જોઈ શકાય છે
સંશોધક ડૉ. શિલોએ કહ્યું, નરી આંખે છોડનો રંગ બદલવાની પ્રક્રિયા ના જોઈ શકાય. આથી ખાસ પ્રકારના કેમેરા કનેક્ટ કર્યા છે. તેની મદદથી જોઈ શકાય છે. અમે બાયોસેન્સરની મદદથી છોડના સિગ્નલ સમજવામાં સમર્થ છીએ.