ઉઝબેકિસ્તાનની રાજકુમારી ગુલનારા કરિમોવની પાસે 2 હજાર કરોડ રુપિયાથી વધુની સંપત્તિ મળી આવી છે. એક નવા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. રાજકુમારી અત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપમાં જેલની સજા ભોગવી રહી છે.
ફ્રીડમ ફોર યૂરેશિયાએ ‘હૂ એનેબલ્ડ ધ ઉઝબેક પ્રિન્સેસ’ નામથી એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં એ ખુલાસો કરવામાં આવ્યો છે કે, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ઈસ્લામ કરિમોવની મોટી દીકરી ગુલનારા કરિમોવે લંડનથી હોંગકોંગ સુધી અંદાજે 2 હજાર કરોડ રુપિયા (24 કરોડ અમેરિકી ડૉલર)ની સંપત્તિ મેળવી હતી.
બ્રિટન, અમેરિકા, હોંગકોંગમાં અબજોની સંપત્તિ ધરાવતી પોપ સ્ટાર
BBCના રિપોર્ટનાં હવાલાથી એવું જણાવવામાં આવ્યું કે, ઉઝબેકિસ્તાનની પેરિસ હિલ્ટન ગણાતી અને પોપ સ્ટાર તરીકે લોકપ્રિય ગુલનારા રિશ્વત અને ભ્રષ્ટાચારનાં માધ્યમથી મેળવેલા ફંડથી અનેક ઘર અને એક જેટ વિમાન ખરીદ્યું છે, જેના માટે તેણે બ્રિટિશ કંપનીઓનો ઉપયોગ પણ કર્યો છે. આ રિપોર્ટમાં બ્રિટિશ કંપનીઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ છે.
આ રિપોર્ટમાં કરિમોવની સંપત્તિને લઈને લંડનની એકાઉન્ટિંગ ફર્મ અને બ્રિટિશ વર્જિન આઈસલેન્ડ્સની ભૂમિકા પર નવા પ્રશ્નો અને શંકાઓ જાહેર કરી છે. આ રિપોર્ટ લંડન અને તેની આસપાસની 5 સંપત્તિઓ પર કેન્દ્રિત છે, જેની કિંમત અંદાજે 500 કરોડ રુપિયા છે. આ રિપોર્ટમાં એવી કંપનીઓ પર દંડ અને કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે, જેણે ગેરકાયદેસર રીતે આ સંપત્તિઓ ખરીદવામાં કરિમોવનો સાથ આપ્યો છે. ફક્ત એટલુ જ નહી ગુલનારા કરિમોવને લઈને અમેરિકામાં પણ અનેક પ્રકારનાં છેતરપિંડીનાં આક્ષેપ લાગી ચૂક્યા છે.
આખરે કોણ છે ગુલનારા કરિમોવ?
લગભગ વર્ષ 2005ની આસપાસ ગુલનારા કરિમોવ ગોગૂશા (Googoosha) પોપસ્ટાર તરીકે ઉબ્ઝેકિસ્તાનમાં લોકપ્રિય થઈ ચૂકી હતી. વર્ષ 1989થી લઈને 2016 સુધી ઈસ્લામ કરિમોવે ઉઝબેકિસ્તાન પર રાષ્ટ્રપતિ બનીને રાજ કર્યું છે. તેને ઉઝબેકિસ્તાનના સરમુખત્યાર પણ કહેવામાં આવે છે. તેની સૌથી મોટી દીકરી ગુલનારા કરિમોવ ફર્સ્ટ લેડી પોપ સ્ટાર તરીકે ઓળખાવા લાગી.
વર્ષ 2016માં પિતા ઈસ્લામ કરિમોવનું નિધન 2 વર્ષ પહેલા, 41 વર્ષની ગુલનારાને પબ્લિક ફંડનો ખોટી રીતે ઉપયોગ કરવા બદલ આજીવન સજા (14 વર્ષ સુધી) રુપે ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા પરંતુ, તેના 3 વર્ષ પછી માર્ચ 2019માં તેઓએ નજરકેદનાં નિયમોનો ભંગ કરતા તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તે ત્યારથી જ જેલમાં બંધ છે.
બીજા પણ અનેક રાષ્ટ્રપતિનાં સંતાનોએ ભ્રષ્ટાચાર કર્યો
એક રાષ્ટ્રપતિનાં સંતાન રુપે કરપ્શનથી સંપત્તિ એકત્રિત કરનારી ગુલનારા એકલી નથી. ઈજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકના પુત્ર અલા (Alaa) અને ગમાલ મુબારકે પણ પબ્લિક ફંડના દુરુપયોગ અને સ્ટોક માર્કેટમાં ઈન્સાઈડર ટ્રેડિંગનાં માધ્યમથી અબજો રુપિયાની છેતરપિંડી કરી. તેના કારણે તેણે વર્ષ 2015 સુધી જેલની હવા ખાવી પડી હતી. યૂરોપિયન યુનિયને બંને પર 2021 સુધી પ્રતિબંધ લગાવ્યો હતો.
યૂક્રેનમાં રાષ્ટ્રપતિ રહી ચૂકેલા વિક્ટર યાનૂકોવિચનાં પુત્ર એલેક્ઝેન્ડર પર સીધી રીતે ભ્રષ્ટાચારનાં આક્ષેપ તો ન લાગ્યા પણ તેની ઉપર સરકારી પૈસાનો દુરુપયોગ કરવાનાં આક્ષેપ લાગી ચૂક્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.